android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sawariya Seth Mandirમાં 46 કરોડોની રોકડ અને કિલોગ્રામમાં સોના-ચાંદીનું દાન જોઈ લોકો થયા દંગ..અતૂટ શ્રદ્ધાનો સૈલાબ
calendar_today March 12, 2026

Sawariya Seth Mandirમાં 46 કરોડોની રોકડ અને કિલોગ્રામમાં સોના-ચાંદીનું દાન જોઈ લોકો થયા દંગ..અતૂટ શ્રદ્ધાનો સૈલાબ

ભારત મંદિરોનો દેશ કહેવાય છે. લોકોની શ્રદ્ધા અને આસ્થા મંદિર સાથે જોડાયેલી છે. દરેક મંદિરનો રસપ્રદ ઇતિહાસ અને મહત્વ છે. રાજસ્થાનના સાંવરિયા મંદિરમાં ભક્તોની અતૂટ આસ્થાનું સ્થાન છે. ચિત્તોડગઢ જિલ્લાના માંડફિયામાં સ્થિત પ્રખ્યાત સાંવલિયા સેઠ મંદિરમાં ખજાનો ખૂલ્યો અને અધધધ...દાનનો રેકોર્ડ કરાયો હોવાનું સામે આવ્યું. મંદિરના માસિક તિજોરીની ગણતરીના સાતમા અને અંતિમ રાઉન્ડમાં 46 કરોડોની રોકડ અને સોના-ચાંદીનું દાન કરાયું હોવાનો ખુલાસો થયો. સાંવરિયા શેઠ મંદિરમાં ખૂલ્યો ખજાનો મળ્યો ભંડારસાંવરિયામંદિર વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ વખતે તિજોરીને 365.787 મિલિયન રૂપિયા મળ્યા છે. વધુમાં, મંદિર વહીવટીતંત્રે દાન ખંડ અને ઓનલાઈન દાન દ્વારા 104.528 મિલિયન રૂપિયા પ્રાપ્ત કર્યા હોવાનું જણાવ્યું હતું. ભક્તોએ મોટી માત્રામાં કરોડો રૂપિયા અને કિમંતી એવા સોના-ચાંદીનું દાન કરી સાંવરિયા શેઠમાં રહેલા પોતાની શ્રદ્ધા દર્શાવી. જણાવી દઈએ કે 29 ડિસેમ્બર 2025ના રોજ મંદિરનો ભંડાર ખોલી દાનની ગણતરી કરવાની શરૂઆત થઈ હતી.  ભક્તોની મોટી ભીડને કારણે ગણતરી પ્રક્રિયામાં વિક્ષેપ પડતા તેના કુલ 7 રાઉન્ડ કરવામાં આવ્યા હતા. મંદિરની તિજોરી ખોલ્યા બાદ ભેટની ગણતરીના સાતમાં અને અંતિમ રાઉન્ડમાં કરોડો રૂપિયાના દાનનો ખુલાસો થયો.સાંવરિયા શેઠ મંદિરનું નામ કેવી રીતે પડયુંઆ મંદિર લોકોની ભગવાન કૃષ્ણ પ્રત્યેની આસ્થાનું પ્રતિક છે. સાંવલિયા શેઠ મંદિરમાં ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે . અહીં સ્થાપિત કૃષ્ણની મૂર્તિ શ્યામ રંગની છે, તેથી ભક્તો તેમને પ્રેમથી સાંવલિયા સેઠ કહે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણ અહીં તેમના ભક્તોની બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે અને તેમને સંપત્તિ અને સમૃદ્ધિથી આશીર્વાદ આપે છે.ભક્તોની મંદિરમાં ભારે ભીડ, દાનની કરાશે તપાસસાંવરિયા શેઠ મંદિરમાં કૃષ્ણ ભગવાના દર્શન કરવા ફક્ત રાજસ્થાન જ નહીં દેશભરમાથી લોકો આવે છે. અંહી આવતા ભક્તોની સંખ્યા ખૂબ મોટી છે. પૂનમ, અગિયારસ અને તહેવારના દિવસોમાં ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે. મંદિરની તિજોરીનો ભંડાર ખૂલતા આટલી મોટી રકમની ગણતરી અને ચકાસણીએ ભક્તોનું ધ્યાન ખેંચ્યું છે. હવે તપાસ કરવામાં આવશે કે મંદિરમાં આ ભંડોળ અને દાનનો ઉપયોગ કેવી રીતે થાય છે અને ભક્તોને કઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે.આ પણ વાંચો : Gold Silver Price : સોનાના ભાવમાં વધારો, જાણો 22-24કેરેટ સોનાનો લેટેસ્ટ રેટ

Read Full Story arrow_forward
Iran-Isral War : એસ. જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી સાથે 3 વખત કરી ચર્ચા, દરિયાઈ સુરક્ષા મુદ્દે થઈ વાતચીત: MEA
calendar_today March 12, 2026

Iran-Isral War : એસ. જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી સાથે 3 વખત કરી ચર્ચા, દરિયાઈ સુરક્ષા મુદ્દે થઈ વાતચીત: MEA

ઈરાનમાં વધતા સંકટ વચ્ચે ભારતે દરિયાઈ સુરક્ષા અને ઊર્જા પુરવઠાને લઈને મહત્વપૂર્ણ રાજનૈતિક પ્રયાસો શરૂ કર્યા છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં ત્રણ વખત ચર્ચા થઈ છે. આ અંગે માહિતી આપતા રણધીર જયસ્વાલે જણાવ્યું કે છેલ્લી વાતચીત દરમિયાન ખાસ કરીને દરિયાી જહાજની સુરક્ષા અને ભારતની ઊર્જા સુરક્ષાથી જોડાયેલા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ઈરાનમાં 9,000 જેટલા ભારતીયો હાલ હાજર તેમણે ઉમેર્યું કે હાલની પરિસ્થિતિમાં વધુ વિગતો આપવી યોગ્ય નહીં ગણાય. ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકોની સુરક્ષા પણ ભારત સરકાર માટે મહત્વનો મુદ્દો છે. ઉપલબ્ધ માહિતી મુજબ ઈરાનમાં અંદાજે 9,000 જેટલા ભારતીયો હાલ હાજર છે. તેમને સુરક્ષિત રીતે વતનમાં પરત લાવવા માટે ભારત સરકાર તરફથી પ્રયત્નો ચાલુ રાખવામાં આવ્યા છે. ઈરાનના યુદ્ધજહાજને લઈને પણ મહત્વપૂર્ણ માહિતી સામે આવી આ દરમિયાન ઈરાનના યુદ્ધજહાજને લઈને પણ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુજબ, ઈરાનના ત્રણ યુદ્ધજહાજે 28 ફેબ્રુઆરીએ ભારતમાં ડોક કરવાની વિનંતી કરી હતી. તેમાંનું એક યુદ્ધજહાજ IRIS Lavan 4 માર્ચે કોચી ખાતે સફળતાપૂર્વક ડોક થઈ ગયું છે. પડોશી દેશોને ઊર્જા સહાય અંગે પણ ભારત સક્રિય રીતે વિચારણા કરી રહ્યું છે. ભારત પેટ્રોલિયમ ઉત્પાદનોનો મોટો નિકાસકાર છે અને ખાસ કરીને પડોશી દેશોને ઈંધણ પૂરૂ પાડે છે. બાંગ્લાદેશ તરફથી ડીઝલ સપ્લાય માટે વિનંતી કરવામાં આવી છે, જેને સરકાર તપાસી રહી છે. 2017થી બાંગ્લાદેશને ડીઝલની નિકાસ મોટાપાયે ચાલુ છે. તે ઉપરાંત શ્રીલંકા અને માલદીવ્સ જેવા દેશોએ પણ ભારત પાસે ઊર્જા સહાય માટે વિનંતી કરી છે. સરકારના જણાવ્યા મુજબ કોઈપણ નિર્ણય લેતા પહેલા ભારતની રિફાઈનિંગ ક્ષમતા, ઘરેલુ માગ અને ડીઝલની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખવામાં આવશે. આ પણ વાંચો : National News : ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં સમિતિની રચના, પેટ્રોલ, ગેસની સ્થિતિ અંગે રાખશે નજર

Read Full Story arrow_forward
Modasa: સાબરમતી CNG પંપ પાછળ જંગલ વિસ્તારમાં ભીષણ આગ, પંપ પર અફરાતફરીનો માહોલ
calendar_today March 12, 2026

Modasa: સાબરમતી CNG પંપ પાછળ જંગલ વિસ્તારમાં ભીષણ આગ, પંપ પર અફરાતફરીનો માહોલ

અરવલ્લી જિલ્લાના મોડાસામાં આજે એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં CNG પંપ પાછળ આવેલા જંગલ વિસ્તારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ CNG પંપ સુધી પહોંચવાની ભીતિને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સાવચેતીના પગલાં અને ફાયર બ્રિગેડની કામગીરીઆગની ઘટનાની ગંભીરતાને જોતા સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક અસરથી CNG પંપ બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ત્રણ ટીમો ત્રણ વોટર બાઉઝર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવા અને તેને કાબૂમાં લેવાના પ્રયાસો યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યા છે.વન વિભાગની ઘોર બેદરકારીજંગલ વિસ્તારમાં આગ જેવી ગંભીર ઘટના બની હોવા છતાં સ્થાનિક વન વિભાગને તેની જાણ પણ ન હોવાનું સામે આવતા વહીવટી તંત્રની મોટી બેદરકારી છતી થઈ છે. જંગલ વિસ્તાર હોવા છતાં વન વિભાગની ટીમ સમયસર ત્યાં પહોંચવામાં નિષ્ફળ રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો: Banaskantha: સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની સખત કેદની સજા, 4 લાખનું વળતર ચૂકવવાનો કોર્ટનો આદેશ

Read Full Story arrow_forward