android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Navsari News : નવસારીની પ્રાથમિક શાળામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વહેલી સવારે વિદ્યાર્થીઓ સાથે કર્યા યોગ અને પ્રાણાયામ
calendar_today March 12, 2026

Navsari News : નવસારીની પ્રાથમિક શાળામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વહેલી સવારે વિદ્યાર્થીઓ સાથે કર્યા યોગ અને પ્રાણાયામ

રાજ્યપાલના આ સાદગીભર્યા વ્યવહારથી વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોમાં વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલે વિદ્યાર્થીઓ સાથે વિવિધ યોગાસનો કર્યા હતા અને યોગના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. યોગાભ્યાસ બાદ રાજ્યપાલે વિદ્યાર્થીઓ સાથે પ્રાણાયામ પણ કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે, નિયમિત યોગાભ્યાસથી શરીર તંદુરસ્ત રહે છે, મન એકાગ્ર બને છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. રાજ્યપાલે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, આજના વ્યસ્ત જીવનમાં યોગ અને પ્રાણાયામ સ્વસ્થ જીવન માટે અત્યંત જરૂરી છે. યોગ દ્વારા શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત થાય છે, જેના કારણે માનસિક તણાવ દૂર થાય છે અને અભ્યાસમાં પણ વધુ એકાગ્રતા પ્રાપ્ત થાય છે. યોગાભ્યાસ બાદ રાજ્યપાલે વિદ્યાર્થીઓ સાથે પ્રાણાયામ પણ કર્યા હતા.પ્રાણાયામના નિયમિત અભ્યાસથી શ્વસનતંત્ર મજબૂત બને છે જેમાં કપાલભાતિ, અનુલોમ-વિલોમ, ભસ્ત્રિકા તેમજ ધ્યાન કેન્દ્રિત કરવામાં સહાયરૂપ ભ્રામરી પ્રાણાયામનો સમાવેશ થયો હતો. તેમણે પ્રાણાયામના નિયમિત અભ્યાસથી શ્વસનતંત્ર મજબૂત બનતું હોવાની માહિતી આપી હતી. અંતે ગાયત્રી મંત્રના ઉચ્ચારણ સાથે સમગ્ર યોગાભ્યાસને શાંતિપૂર્ણ રીતે વિરામ આપવામાં આવ્યો હતો. રાજ્યપાલે વિદ્યાર્થીઓ સાથે થોડો સમય સંવાદ પણ કર્યો હતો અને તેમના અભ્યાસ, રોજિંદી પ્રવૃત્તિઓ તેમજ કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલે વિદ્યાર્થીઓને સારું સ્વાસ્થ્ય જાળવવા માટે નિયમિત યોગ અને પ્રાણાયામ કરવાની સલાહ આપી હતી. સાથે સાથે તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં શિસ્ત, મહેનત અને સકારાત્મક વિચારધારાને અપનાવી અભ્યાસમાં પ્રગતિ કરવા પ્રેરણા આપી હતી. તેમજ રાજ્યપાલે વિદ્યાર્થીઓને સારા સ્વાસ્થ્ય, ઉત્તમ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વચન પાઠવ્યા હતા. આ પણ વાંચો : Agriculture News : અમેરિકાનું ગ્રીન કાર્ડ છોડીને આ ખેડૂતે ગુજરાતમાં કરી પ્રાકૃતિક ખેતી, ખેડૂત મિત્રો માટે Special Story

Read Full Story arrow_forward
Ahmedabad: કાળઝાળ ગરમીનો પ્રકોપ, AMTS સ્ટેશનો પર મુસાફરોને ઠંડક આપવા 'મિસ્ટિંગ ફુવારા'ની ખાસ વ્યવસ્થા
calendar_today March 12, 2026

Ahmedabad: કાળઝાળ ગરમીનો પ્રકોપ, AMTS સ્ટેશનો પર મુસાફરોને ઠંડક આપવા 'મિસ્ટિંગ ફુવારા'ની ખાસ વ્યવસ્થા

અમદાવાદમાં હાલ હીટવેવની ગંભીર અસર જોવા મળી રહી છે. તાપમાનનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે ત્યારે નાગરિકોને ગરમીથી રાહત મળે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા એક સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના વ્યસ્ત AMTS બસ સ્ટેશનો પર મુસાફરો માટે ખાસ 'મિસ્ટિંગ ફુવારા' લગાવવામાં આવ્યા છે.બપોરના સમયે ફુવારા દ્વારા મળશે ઠંડકહીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને, જ્યારે ગરમીનું પ્રમાણ સૌથી વધુ હોય છે તેવા બપોરના સમયે આ ફુવારા ચાલુ રાખવામાં આવશે. આ ફુવારા દ્વારા છાંટવામાં આવતા પાણીના ટીપાંથી સ્ટેશન પર રાહ જોઈ રહેલા મુસાફરોને ગરમીમાં થોડી રાહત અને ઠંડકનો અનુભવ થશે.તબીબોની ચેતવણી હીટ સ્ટ્રોકથી સાવધાન રહોવધતી જતી ગરમીને કારણે શહેરમાં 'હીટ સ્ટ્રોક' (લૂ) લાગવાનો ખતરો પણ વધ્યો છે. તબીબોએ નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. ખાસ કરીને બપોરે 12:00 થી 4:00વાગ્યા દરમિયાન બિનજરૂરી રીતે તડકામાં નીકળવાનું ટાળવું. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે વધુમાં વધુ પાણી, લીંબુ શરબત કે છાશનું સેવન કરવું. બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ ગરમીની સીધી અસર હેઠળ જલ્દી આવી જતા હોવાથી તેમની વિશેષ કાળજી રાખવી.આ પણ વાંચો: Ahmedabad: મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ અને ફાયર વિભાગ એલર્ટ

Read Full Story arrow_forward
Ahmedabad News : આગઝરતી ગરમીમાં લૂ લાગવાની શક્યતાઓ, સિવિલમાં હિટ સ્ટ્રોકના દર્દીઓ માટે વોર્ડ તૈયાર કરાયો
calendar_today March 12, 2026

Ahmedabad News : આગઝરતી ગરમીમાં લૂ લાગવાની શક્યતાઓ, સિવિલમાં હિટ સ્ટ્રોકના દર્દીઓ માટે વોર્ડ તૈયાર કરાયો

ગુજરાતમાં ગરમીએ માઝા મુકી છે. હીટવેવને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે અમદાવાદમાં હોસ્પિટલ તંત્ર દ્વારા હિટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં 25થી વધુ બેડ અને જરૂરી દવાઓ સાથે વોર્ડ તૈયાર કરાયો છે. જેમાં 15થી વધુ નર્સિંગ સ્ટાફ અને તબિબોને જવાબદારી સોંપાઈ છે. બીજી તરફ એએમસી દ્વારા એએમટીએસ સ્ટેશન પર ફૂવારા લગાવવામાં આવ્યાં છે. બપોરના સમયે મુસાફરોને ગરમીથી બચાવવા માટે ફૂવારા ચાલુ કરાયા છે. બપોરના સમયે ફુવારા દ્વારા મળશે ઠંડક હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને, જ્યારે ગરમીનું પ્રમાણ સૌથી વધુ હોય છે તેવા બપોરના સમયે આ ફુવારા ચાલુ રાખવામાં આવશે. આ ફુવારા દ્વારા છાંટવામાં આવતા પાણીના ટીપાંથી સ્ટેશન પર રાહ જોઈ રહેલા મુસાફરોને ગરમીમાં થોડી રાહત અને ઠંડકનો અનુભવ થશે. તબીબોની ચેતવણી હીટ સ્ટ્રોકથી સાવધાન રહો વધતી જતી ગરમીને કારણે શહેરમાં 'હીટ સ્ટ્રોક' (લૂ) લાગવાનો ખતરો પણ વધ્યો છે. તબીબોએ નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. ખાસ કરીને બપોરે 12:00 થી 4:00વાગ્યા દરમિયાન બિનજરૂરી રીતે તડકામાં નીકળવાનું ટાળવું. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે વધુમાં વધુ પાણી, લીંબુ શરબત કે છાશનું સેવન કરવું. બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ ગરમીની સીધી અસર હેઠળ જલ્દી આવી જતા હોવાથી તેમની વિશેષ કાળજી રાખવી. રાજ્યમાં હિટવેવની અસર રહેશે હવામાન વિભાગે 3 દિવસ હિટવેવની આગાહી ગુજરાત માટે કરી છે જેમાં રાત્રે પણ ગરમી સહન કરવી પડશે અને સુરેન્દ્રનગર, રાજકોટમાં રેડ એલર્ટ અપાયું છે, ગુજરાતમાં વોર્મ નાઇટની રાત્રે અસર રહેશે અને પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, દીવ, બનાસકાંઠા, પાટણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.માર્ચમાં મહિનામાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઇ છે અને માર્ચ મહિનાની ગરમીએ રેકોર્ડ તોડ્યો છે, દિવમાં 100 વર્ષ જૂનો ગરમીનો રેકોર્ડ તૂટયો છે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. આ પણ વાંચોઃ Weather News : ગુજરાતમાં 3 દિવસ હવામાન વિભાગે હિટવેવની કરી આગાહી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમીને લઈ "રેડ એલર્ટ" અપાયું

Read Full Story arrow_forward