android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath News: રાજ્ય રજિસ્ટ્રારે બેન્ક બોર્ડનો નિર્ણય ફગાવ્યો, ચિરાગ કારીયાને દૂર કરવાનો આદેશ રદ્દ
calendar_today March 11, 2026

Gir Somnath News: રાજ્ય રજિસ્ટ્રારે બેન્ક બોર્ડનો નિર્ણય ફગાવ્યો, ચિરાગ કારીયાને દૂર કરવાનો આદેશ રદ્દ

ધી વેરાવળ પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લી. વ્યવસ્થાપક સમિતિએ ડિરેક્ટર ચિરાગભાઈ કારિયાને ડિરેક્ટરપદે થી દૂર કર્યા હતા. જે અંગે તેમણે રાજ્ય રજિસ્ટ્રાર સહકારી મંડળીને રજૂઆત કરી હતી. સહકારી મંડળી રજિસ્ટ્રાર દ્વારા નિર્ણય તથા કાર્યવાહી રદ કરવા જણાવ્યું છે. આ અંગે યોગ્ય માર્ગદર્શન મેળવી પોઝિટિવ રીતે વિચારી બેન્ક દ્વારા નિર્ણય લેવાશે તેમ બેંકના ચેરમેન પ્રકાશભાઈ તન્નાએ જણાવ્યું હતું. ચિરાગ કાલરિયાએ કહ્યું હતું કે, આખરે સત્યનો જ વિજય થયો છે. બેન્કની અનિયમિતતા સામે કારીયાએ અવાજ ઉઠાવ્યો સહકારી મંડળી રજિસ્ટ્રાર દ્વારા ચિરાગભાઈની રજૂઆતના પગલે અહેવાલ બેન્ક પાસેથી મંગાવ્યો હતો. જેમાં બેંકે ૩૦/૦૬/૨૦૨૫ ના ઠરાવથી ચીરાગ કારિયાને દૂર કરવાનો નિર્ણય કર્યો હતો તથા બેંકના પેટાનિયમ-૩૨(૨) મુજબ તા.૦૭/૦૮/૨૦૨૫ ની સાધારણ સભામાં ઠરાવને બહાલી આપેલ હોઈ, સાધારણ સભાને પહોંચતી સત્તાને આધારે ડિરેક્ટર પદેથી દૂર કરવાનો નિર્ણય લીધેલ હોવાનું જણાવેલ હતું. બેંક દ્વારા સંદર્ભ ક્રમાંક ૪ થી જણાવ્યા અનુસાર ૬ સભ્યોની સમિતિના અહેવાલના આધારે બેંકની વ્યવસ્થાપક સમિતિના જે યોગ્ય હોવાનું જણાવેલ છે.સહકારી મંડળી રજિસ્ટ્રાર દ્વારા એક પત્ર ચેરમેન, એમ ડી.ને આપતા જણાવેલ છે કે બેંક ના પેટાનિયમ ૩૨(૨) માં સાધારણ સભામાં બહુમતીથી પૂરતા કારણોને લીધે તેને દૂર કરવામાં આવે તો ડિરેક્ટર તરીકે રદબાતલ થયેલ ગણાશે તેવી જોગવાઈ છે. ચિરાગ કારીયાને દૂર કરવાનો આદેશ રદ્દ પરંતુ સાધારણ સભાનો ઠરાવ જોતા માત્ર વ્યવસ્થાપક સમિતિના ઠરાવને બહાલી આપેલ છે.વ્યવસ્થાપક સમિતિ તેમજ સાધારણ સભાએ જે-તે ડિરેક્ટર ને સાંભળવાની કે રજૂઆતની તક આપી હોવાનું પણ પ્રસ્થાપિત થતું નથી.બેંકના પેટાનિયમ ૩૨ ધ્યાને લેતા સમિતિના સભ્યપદેથી સભ્યને દૂર કરવાની સત્તા વ્યવસ્થાપક સમિતિને પહોંચતી નથી.આમ, બેંકની વ્યવસ્થાપક સમિતિ દ્વારા સત્તા બહારની કામગીરી કરેલ હોવાનું પ્રાથમિક રીતે જણાય છે. આથી, બેંકની વ્યવસ્થાપક સમિતિ દ્વારા લેવાયેલ નિર્ણય સહકારી કાયદાની જોગવાઈઓથી વિપરીત હોઈ, આ નિર્ણય તથા તેને આનુષંગિક હુકમની કાર્યવાહી રદ કરવા રજિસ્ટ્રાર દ્વારા જણાવ્યું છે. આ પણ વાંચોઃ Ahmedabad News : ગરમીમાં હીટવેવને પગલે AMCનો એક્શન પ્લાન તૈયાર, 350 જેટલી જગાઓ પર પાણીની પરબ શરૂ કરાઈ

Read Full Story arrow_forward
Gondal News : ગોંડલમાં પોલીસનું સઘન ચેકિંગ, દારૂબંધી અને જાહેરનામાં ભંગના 3 કેસ કરાતા આરોપીઓમાં ફફડાટ વ્યાપ્યો
calendar_today March 11, 2026

Gondal News : ગોંડલમાં પોલીસનું સઘન ચેકિંગ, દારૂબંધી અને જાહેરનામાં ભંગના 3 કેસ કરાતા આરોપીઓમાં ફફડાટ વ્યાપ્યો

રાજકોટના ગોંડલના આવાસ ક્વાર્ટર અને સિવિલ હોસ્પિટલ સામે નદીના પટ્ટ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે અને પ્રોહિબિશન (દારૂબંધી)ના 5 કેસ અને જાહેરનામા ભંગના 3 કેસ નોંધાયા છે, કુલ 7 વાહનો ડિટેઈન કરી રૂ. 2900નો દંડ વસૂલવામાં આવ્યો છે, રેન્જ IG નિર્લિપ્ત રાય અને SP વિજયસિંહ ગુર્જરની સૂચનાથી DYSP કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ ઓપરેશન પાર પડાયું.આગામી દિવસોમાં પણ ડ્રાઈવ ચાલુ રહેવાના સંકેત રાજકોટ રેન્જના નવનિયુક્ત આઈજી નિર્લિપ્ત રાય ચાર્જ સંભાળતાની સાથે જ પૂરા એક્શન મોડમાં આવી ગયા છે. રેન્જના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ, તેઓ મોડી રાત્રે સીધા જ ગોંડલ શહેરના બી.ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા. આ ઓચિંતી મુલાકાતે સ્થાનિક પોલીસ તંત્રમાં દોડધામ મચાવી દીધી હતી.તેમણે ગોંડલ ખાતે પોલીસદળને નિષ્ઠાથી ફરજ બજાવવા અને રાજકીય ભલામણોથી દુર રહેવા ગર્ભિત ચીમકી આપી હતી, નિર્લિપ્ત રાય રાજકોટ રેન્જમાં વ્યાપેલી ગુનાખોરી દુર કરવાના મિશન સાથે જ મુકાયા હોય તેવું માનવામાં આવે છે ત્યારે હવે તે બાહુબલીઓ સામે કેવી નિર્ભિક રીતે એક્શન લે છે તેના પર સૌની નજર છે. આઈજીની કડક વલણ અને પ્રશ્નોત્તરીએ પોલીસ અધિકારીઓમાં પરસેવો પાડી દીધો હોવાની ચર્ચા નિર્લિપ્ત રાય દ્વારા ગોંડલ એ.ડિવિઝન પોલીસ મથક, તાલુકા પોલીસ મથક અને સુલતાનપુર પોલીસ મથકની પણ મુલાકાત લીધી હતી. તમામ પોલીસ મથકોમાં શું કાર્યવાહી થઈ રહી છે તેની ઝીણવટભરી વિગતો મંગાવી હતી. તેમણે પોલીસ મથકના સ્ટાફને રૂબરૂ મળીને તમામ સ્ટાફ્નો 'રોલ કોલ' પણ લીધો હતો. આ મુલાકાત દરમિયાન એસપી વિજયસિંહ ગુર્જર, રાજકોટ ગ્રામ્ય પોલીસના ડીવાયએસપી, એલસીબી, એસઓજીની ટીમ ઉપરાંત ડિવિઝનનો તમામ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. આઈજીની કડક વલણ અને પ્રશ્નોત્તરીએ પોલીસ અધિકારીઓમાં પરસેવો પાડી દીધો હોવાની ચર્ચા છે. 'સાઈલેન્ટ' પોસ્ટ હવે 'એક્ટિવ' બનશે સામાન્ય રીતે રેન્જ આઈ.જી. પાંચ જિલ્લાના એસ.પી. (SP) ને માત્ર માર્ગદર્શન આપતા હોય છે અને ફિલ્ડ પર બહુ દેખાતા નથી. પરંતુ નિર્લિપ્ત રાય પોતાની કડક છાપ અને ‘હેન્ડ્સ-ઓન' એપ્રોચ માટે જાણીતા છે. અમરેલીમાં એસ.પી. તરીકે અને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ના વડા તરીકે તેમણે જે રીતે બુટલેગરો અને ભૂમાફિયાઓના નેટવર્ક તોડયા છે. તે જોતા હવે રેન્જ આઈ.જી.ની ઓફિસ માત્ર વહીવટી કેન્દ્ર નહીં પણ 'ક્રાઈમ કંટ્રોલ'નું મુખ્ય મથક બનશે તેવી ગણતરી છે. રાજકોટ પોલીસ રેન્જ હેઠળ આવતા પાંચ જિલ્લાઓ રાજકોટ પોલીસ રેન્જનું કાર્યક્ષેત્ર સૌરાષ્ટ્રના ભૌગોલિક અને વહીવટી દૃષ્ટિએ અત્યંત મહત્વના એવા પાંય જિલ્લાઓ સુધી વિસ્તરેલું છે. આ રેન્જમાં રાજકોટ ગ્રામ્ય, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાવેશ થાય છે. વહીવટી માળખા મુજબ, આ પાંચેય જિલ્લાના પોલીસ વડા (SP) સીધા રાજકોટ રેન્જ આઈ.જી. (IGP) ના માર્ગદર્શન અને નિયંત્રણ હેઠળ કામ કરે છે. અહીં એ નોંધવું જરૂરી છે કે રાજકોટ શહેરનો વિસ્તાર આ રેન્જમાં આવતો નથી, કારણ કે ત્યાં સ્વતંત્ર પોલીસ કમિશનરેટ કાર્યરત છે. આ પાંચ જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ગુના નિયંત્રણ અને ખાસ કરીને દરિયાકાંઠાની સુરક્ષા તેમજ ઔધોગિક વિસ્તારોમાં શાંતિ જાળવવાની મુખ્ય જવાબદારી રાજકોટ રેન્જ આઈ.જી. હસ્તક રહે છે. આ પણ વાંચો : Gandhinagar News : ગાંધીનગરમાં નવી ઉર્જા લેબોરેટરી શરૂ થતાં આધુનિક ટેસ્ટિંગ તેમજ ગુણવત્તા મૂલ્યાંકન સેવાઓ વધુ સરળ બનશે

Read Full Story arrow_forward
India Secret Oil Reserve:ખરાબથી ખરાબ સમય સામે લડવાની તૈયારી, જાણો ભારતમાં ક્યાં છે તેલ ભંડાર?
calendar_today March 11, 2026

India Secret Oil Reserve:ખરાબથી ખરાબ સમય સામે લડવાની તૈયારી, જાણો ભારતમાં ક્યાં છે તેલ ભંડાર?

આ માટે દેશમાં પહાડોની અંદર ગુફા જેવી રચનાઓમાં વિશાળ તેલ ભંડાર તૈયાર કરવામાં આવ્યા છે, જેને સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (SPR) કહેવામાં આવે છે. આ ભંડારનો મુખ્ય હેતુ આપત્તિ અથવા કટોકટીની સ્થિતિમાં દેશની તેલની જરૂરિયાતોને પૂરી કરવો છે.ભારત પોતાની કુલ કાચા તેલની જરૂરિયાતોમાંથી લગભગ 85 ટકા તેલ આયાત કરે છે ભારત પોતાની કુલ કાચા તેલની જરૂરિયાતોમાંથી લગભગ 85 ટકા તેલ આયાત કરે છે. આવી સ્થિતિમાં જો ક્યારેય યુદ્ધ, વૈશ્વિક સંકટ અથવા સપ્લાય ચેનમાં ખલેલ પડે તો દેશની ઊર્જા સપ્લાય પર અસર પડી શકે છે. આ જોખમને ધ્યાનમાં રાખીને ભારત સરકારે જમીનની નીચે પથ્થરો કાપીને મોટા ભૂગર્ભ ટાંકા બનાવ્યા છે, જ્યાં લાખો ટન કાચું તેલ સુરક્ષિત રીતે સંગ્રહિત રાખવામાં આવે છે.ત્રણ મુખ્ય સ્થળોએ આવા ભૂગર્ભ તેલ ભંડાર બનાવવામાં આવ્યા છે. દેશમાં હાલમાં ત્રણ મુખ્ય સ્થળોએ આવા ભૂગર્ભ તેલ ભંડાર બનાવવામાં આવ્યા છે. તેમાં કર્ણાટક અને આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટણમ, મંગલુરુ અને પડુરનો સમાવેશ થાય છે. અહીં પહાડોની અંદર બનાવેલા ટાંકો દરિયાકિનારા નજીક છે, જેથી તેલને સુરક્ષિત રાખવા સાથે જરૂર પડે ત્યારે રિફાઈનરી સુધી સરળતાથી પહોંચાડવું શક્ય બને. આ ભંડારોમાં ઘણા દિવસો સુધી દેશની તેલ જરૂરિયાતોને પૂરી કરવાની ક્ષમતા છે.સરકાર આ ભંડારોની ક્ષમતા વધારવા માટે પણ યોજના બનાવી રહી છે. તે ઉપરાંત સરકાર આ ભંડારોની ક્ષમતા વધારવા માટે પણ યોજના બનાવી રહી છે. ઓડિશાના ચાંદીકોલ અને કર્ણાટકના પડુરમાં બીજા તબક્કા હેઠળ વધુ સંગ્રહ ક્ષમતા વિકસાવવામાં આવી રહી છે. તેના કારણે ભવિષ્યમાં કોઈ વૈશ્વિક સંકટ અથવા તેલ સપ્લાય બંધ થવા જેવી સ્થિતિમાં ભારતને મોટી રાહત મળી શકે છે. ઊર્જા નિષ્ણાતોના કહેવા મુજબ આવા સુરક્ષિત અને ગુપ્ત તેલ ભંડાર કોઈપણ દેશની ઊર્જા સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે. ભારતની આ રણનીતિ દેશને સંકટના સમયમાં મજબૂત બનાવશે અને વૈશ્વિક ઊર્જા બજારમાં તેની સ્થિતિને વધુ સ્થિર બનાવશે.આ પણ વાંચો: India LPG Supply Crisis : પેટ્રોલિયમ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે 25 દિવસ પહેલા બુક નહી થાય ગેસ

Read Full Story arrow_forward