android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: આજે પાંચ વોર્ડમાં પાણીકાપ રહેશે, ભાદર લાઇનનો વાલ્વ બદલવાની કામગીરી થશે
calendar_today March 11, 2026

Rajkot News: આજે પાંચ વોર્ડમાં પાણીકાપ રહેશે, ભાદર લાઇનનો વાલ્વ બદલવાની કામગીરી થશે

રાજકોટમાં આકરા તાપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજકોટમાં આજે ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આકરા તાપ વચ્ચે શહેરમાં આજે પાણી કાપ મુકવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. રાજકોટ શહેરમાં વધી રહેલા ગરમીના તાપ વચ્ચે આજે કેટલાક વિસ્તારોમાં પાણીકાપ ઝીંકાયો છે. શહેરના પાંચ વોર્ડમાં આજે પાણી પુરવઠો બંધ રહેશે. આજે પાંચ વોર્ડમાં પાણીકાપ રહેશે રાજકોટ મહાનગરપાલિકાએ જાહેર કરેલી માહિતી મુજબ વોર્ડ નંબર 7, 13, 14, 17 અને 18માં પાણીકાપ રહેશે.મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર ભાદર લાઇનનો વાલ્વ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ઉપરાંત વિનોદનગર પંપિંગ સ્ટેશન ખાતે પાઇપલાઇન બદલવાની મહત્વપૂર્ણ કામગીરી પણ કરવામાં આવનાર છે. આ મરામત અને જાળવણીના કામોને કારણે આજે સંબંધિત વિસ્તારોમાં પાણી પુરવઠો અસ્થાયી રીતે બંધ રાખવામાં આવ્યો છે. કામગીરી પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો શરૂ થશે મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે કામગીરી પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો નિયમિત રીતે ફરી શરૂ કરવામાં આવશે. ત્યાં સુધી અસરગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓને પાણીનો સચોટ ઉપયોગ કરવા અને જરૂરી સંગ્રહ રાખવા અપીલ કરવામાં આવી છે.ગરમીના વધતા તાપમાન વચ્ચે પાણીકાપના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી મહાનગરપાલિકાએ કામ ઝડપથી પૂર્ણ કરી શક્ય તેટલી વહેલી તકે પાણી પુરવઠો પુનઃ શરૂ કરવાની ખાતરી આપી છે. આ પણ વાંચોઃ Ahmedabad News : ITની સાથે GST પણ પાન નંબરના આધારે કરદાતાને નોટિસ આપશે

Read Full Story arrow_forward
Rajkot News : રાજકોટમાં નવનિયુકત Joint Commissioner Of Police એકશન મોડમાં, 40 હિસ્ટ્રીશીટરોને કાયદામાં રહેવાની ચેતવણી આપી
calendar_today March 11, 2026

Rajkot News : રાજકોટમાં નવનિયુકત Joint Commissioner Of Police એકશન મોડમાં, 40 હિસ્ટ્રીશીટરોને કાયદામાં રહેવાની ચેતવણી આપી

રાજકોટ પોલીસના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે ચૈતન્ય માંડલિકે સોમવારે ચાર્જ સંભાળ્યા બાદ એકશન મોડમાં આવી ગયા હતા. અને તેઓએ પણ શહેરની ક્રાઈમ કુંડળી તેમજ શહેરમાં ટ્રાફીક સમસ્યા અંગે માહિતી મેળવી હતી.બાદમાં મોડી રાત્રીના શહેરમાં નામચીન 40 હિસ્ટ્રીશીટરોને મધરાતે ક્રાઈમ બ્રાંચમાં કલાસ લેવામાં આવ્યા હતા અને સાનમાં સમજી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવી ચેતવણી આપી હતી.ગુનેગારોને ચેતવણી આપી અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરાઈ રાજકોટ શહેરમાં નવ નિયુકત જોઈન્ટ પોલીસ કમિશનર માંડલીક સોમવારે સવારે દ્રારકાધીશના દર્શન કરી ચાર્જ સંભાળ્યો હતો. શહેરમાં કાયદો વ્યવસ્થા મજબુત બનાવવા માટે એકશન મોડ અપનાવ્યો હતો. અને ગુનાખોરીને કાબુમાં લેવા નામચીન ગુનેગારોનું તત્કાલ લીસ્ટ બનાવી મોડી રાત્રીના ૪૦ જેટલા નામચીન ગુનેગારોને કચેરીએ બોલાવ્યા હતા. જેમા હત્યા,હત્યાની કોશીષ, મારામારી, ચિલઝડપ સહીતના ગંભીર ગુનાઓ આચરતા ગુનેગારો સામે કડક વલણ અપનાવી તેને શાનમાં સમજી જવા સમજાવ્યા હતા અને કેટલાકને ખાખીનો રંગ બતાવ્યો હતો. શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતત નજર રાખશે કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિઓ,દાદાગીરી તેમજ લોકોમાં ભય પેદા કરવાના પ્રયાસો કરતા શહન કરવામાં આવશે નહી. તેમજ આવા ગુનેગારો પર વોચ રાખવા ક્રાઈમ બ્રાંચ,એસઓજી સહીતની ટીમોને આદેશ કરવામાં આવ્યો છે. અને કાયદાનો ભંગ કરનાર કોઈ પણ ગુનેગારોને છોડવામાં નહી આવે તેમજ કાયદાની સ્થિતી મજબુત બનાવવા પોલીસ કાર્યશીલ રહેશે. આ પણ વાંચો : Agriculture News : ખેડૂતોને 2 શિફ્ટમાં અપાતી વિજળી 1 શિફ્ટમાં આપવા સરકાર કરી રહી છે તૈયારી

Read Full Story arrow_forward
Bhavnagar News: પ્લોટ ધારકોએ પ્રોપર્ટી જપ્ત થવાના ડરથી 24 લાખ વેરો ભર્યો, મનપાએ પાંચ ખુલ્લા પ્લોટની હરાજી રોકી
calendar_today March 11, 2026

Bhavnagar News: પ્લોટ ધારકોએ પ્રોપર્ટી જપ્ત થવાના ડરથી 24 લાખ વેરો ભર્યો, મનપાએ પાંચ ખુલ્લા પ્લોટની હરાજી રોકી

ભાવનગર શહેરમાં મિલકત વેરા મુદ્દે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે.લાંબા સમયથી વેરો બાકી રાખનાર મિલકતધારકો સામે મનપાએ પાંચ ખુલ્લા પ્લોટની હરાજી કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી.જોકે, હરાજીની કાર્યવાહી શરૂ થતા જ પ્લોટ ધારકોમાં ચકચાર મચી ગઈ હતી.મનપાની કડક કાર્યવાહી અને મિલકત જપ્ત થવાના ડરથી પ્લોટ ધારકોએ તાત્કાલિક બાકી રહેલો મિલકત વેરો ભરપાઈ કર્યો હતો. પ્લોટ ધારકોએ 24 લાખ વેરો ભરપાઇ કર્યો મળતી માહિતી મુજબ વેરાની રકમ ભરાતા મનપાએ પાંચેય ખુલ્લા પ્લોટની હરાજી હાલ માટે મોકૂફ રાખી છે.પ્લોટ ધારકોએ અંદાજે 24 લાખ રૂપિયા જેટલો બાકી વેરો ભર્યો હતો. મહાનગરપાલિકાના અધિકારી સુત્રોએ જણાવ્યું હતું કે શહેરમાં બાકી રહેલા મિલકત વેરાની વસૂલી માટે આવી જ કડક કાર્યવાહી આગળ પણ કરવામાં આવશે. મિલકત જપ્ત થવાના ડરથી નાણાં ચૂકવાયા વેરો ન ભરનાર મિલકતધારકો સામે કાયદેસરની કાર્યવાહી કરીને મિલકતો જપ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.મનપાની આ કાર્યવાહી બાદ વેપારીઓ અને મિલકતધારકોમાં ફફડાટ જોવા મળ્યો છે. હવે અન્ય બાકીદારોએ પણ ઝડપથી પોતાનો મિલકત વેરો ભરવા આગળ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પણ વાંચોઃ Rajkot News: આજે પાંચ વોર્ડમાં પાણીકાપ રહેશે, ભાદર લાઇનનો વાલ્વ બદલવાની કામગીરી થશે

Read Full Story arrow_forward