android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News : ઉદ્યોગમાં ગેસ કાપને લઇ ઉદ્યોગકારો ચિંતામાં, શાપર-વેરાવળના ઉદ્યોગકારો સરકારને મળશે
calendar_today March 11, 2026

Rajkot News : ઉદ્યોગમાં ગેસ કાપને લઇ ઉદ્યોગકારો ચિંતામાં, શાપર-વેરાવળના ઉદ્યોગકારો સરકારને મળશે

DyCM સંઘવી, મંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરશે ઉધોગકારો અને યોગ્ય નિર્ણય નહીં થાય તો શટડાઉન જેવી સ્થિતિનું સર્જન થશે, માર્ચ એન્ડિંગમાં ઉદ્યોગો બંધ થવાની દહેશત સામે આવી છે અને 2000 પૈકી 600 યુનિટમાં ગેસનો થાય છે વપરાશ, ડિફેન્સના મહત્વના ઓર્ડર અટકી જવાની આશંકા પણ સેવાઈ રહી છે. શાપર વેરાવળ ઉધોગકારોનું પ્રતિનિધિ મંડળ આજે સરકારને મળશે ઉદ્યોગમાં ગેસ કાપ મુદ્દે મળશે ઉધોગકારો આજે સરકારને મળશે અને યોગ્ય નિર્ણય નહીં આવે તો શર્ટડાઉન કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ગેસ કાપથી અનેક ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે અને શાપર વેરાવળના 2000 પૈકી 600 જેટલા યુનિટમાં ગેસનો વપરાશ થાય છે. કાસ્ટીંગ,ફોર્જીંગ,હીટ ટ્રિટર્સ ઉધોગમાં સીધી અસર પડશે અને માર્ચ એન્ડિંગ સાથે પેન્ડિંગ ઓર્ડર પૂરા કરવાના સમયે જ ગેસ બંધ થતા ઉધોગોને મોટો ફટકો પડ્યો છે. ધારાસભ્ય રમેશ ટીલાળા આગેવાનીમાં રજૂઆત કરવા જશે ઉધોગકારો નાયબ મુખ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી અને મંત્રી ઋષિકેશ પટેલને પ્રતિનિધિ મંડળ મળશે અને અલગ અલગ માગ સાથે રજૂઆત કરવામાં આવશે જેમાં 50 ટકા ઉપર ત્રણ ગણો ભાવ વધુ લેવાની વાત છે તેમાં પણ રાહત આપે તેવી માગ ઉધોગકારોએ કરી છે, શાપર વેરાવળ મોટાભાગના ઉદ્યોગ ડિફેન્સ સાથે પણ જોડાયેલા છે. આ પણ વાંચો : Gandhinagar News : રૂ.500 કરોડના ખર્ચે અમદાવાદ બનશે ઓલિમ્પિક રેડી સિટી, રમતગમત વિભાગ માટે રૂ.2006 કરોડની ઐતિહાસિક જોગવાઈ

Read Full Story arrow_forward
Gandhinagar News: ગરમીને કારણે બાળકોને લૂ લાગી શકે, શાળાનો સમય સવારનો કરવા શિક્ષક સંઘની માગ
calendar_today March 11, 2026

Gandhinagar News: ગરમીને કારણે બાળકોને લૂ લાગી શકે, શાળાનો સમય સવારનો કરવા શિક્ષક સંઘની માગ

ગુજરાતમાં ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે. રાજકોટ સહિતના શહેરોમાં આજે હવામાન વિભાગે ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ત્યારે રાજ્યમાં પ્રાથમિક શાળાનો સમય બદલવા માગ કરવામાં આવી છે. વધી રહેલી ગરમી વચ્ચે વિદ્યાર્થીઓના હિતમાં સરકાર અને શિક્ષણ વિભાગને રજૂઆત કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ મંત્રીને આ અંગે પત્ર પણ લખવામાં આવ્યો છે. વધતી જતી ગરમીથી લૂ લાગવાની દહેશત ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે. આજે હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહીને લઈને પ્રાથમિક શાળાના બાળકોના હિતમાં શિક્ષણમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વધી રહેલી ગરમી વચ્ચે પ્રાથમિક શાળામાં સમય બદલવા માગ કરવામાં આવી છે. ગરમીને કારણે વિદ્યાર્થીઓને લૂ લાગવાની દહેશત હોવાથી શાળાનો સમય બદલવા માગ કરાઈ છે. 15 માર્ચથી શાળાનો સમય સવારનો કરવા માગ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ મંત્રીને લખવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે, વધી રહેલી ગરમીને કારણે નાના બાળકોને લૂ લાગવાની દહેશત છે. જેથી આગામી 15 માર્ચથી શાળાનો સમય સવારનો કરવો જરૂરી છે. આરટીઈના નિયમો મુજબ શાળાના કલાકોનું કામકાજ પૂર્ણ છે. સવારની પાલીમાં જો બાળકો આવશે તો ગરમીના કારણે લૂ લાગવાથી અને બિમારીથી બચી શકે છે. આ પણ વાંચોઃ Gir Somnath News: રાજ્ય રજિસ્ટ્રારે બેન્ક બોર્ડનો નિર્ણય ફગાવ્યો, ચિરાગ કારીયાને દૂર કરવાનો આદેશ રદ્દ

Read Full Story arrow_forward
Gandhinagar News : ગત 24 વર્ષમાં રાજયનું પ્રવાસન બજેટ રૂ.12 કરોડથી વધીને રૂ.2101 કરોડ થયું : મંત્રી  જીતુભાઈ વાઘાણી
calendar_today March 11, 2026

Gandhinagar News : ગત 24 વર્ષમાં રાજયનું પ્રવાસન બજેટ રૂ.12 કરોડથી વધીને રૂ.2101 કરોડ થયું : મંત્રી જીતુભાઈ વાઘાણી

પ્રવાસન વિભાગની માગણીઓ પરની ચર્ચામાં સહભાગી થતા મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બે દાયકા પહેલા રોપેલું ‘ખુશ્બુ ગુજરાત કી’નું બીજ આજે વટવૃક્ષ બન્યું છે. રાજ્ય સરકારની પ્રો-એક્ટિવ નીતિઓના પરિણામે ગત વર્ષે રેકોર્ડબ્રેક ૨૨.૨૭ કરોડ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી છે. વિધાનસભા ગૃહમાં પ્રવાસન પ્રભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી હતી. ગુજરાત સ્માર્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટીનેશન મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧-૦૨માં પ્રવાસનનું બજેટ માત્ર રૂ.૧૨ કરોડ હતું, જે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વધીને રૂ. ૨૧૦૧.૦૨ કરોડ થયું છે. જ્યારે સમગ્ર પ્રવાસન પ્રભાગ એટલે કે, પ્રવાસન, દેવસ્થાન વ્યવસ્થાપન, નાગરિક ઉડ્ડ્યન અને યાત્રાધામ વિકાસ માટે કુલ રૂ. ૩૦૮૯.૬૩ કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના યાત્રાધામોને હવે ‘સ્માર્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટીનેશન’ તરીકે વિકસાવીને ગુજરાતને શ્રેષ્ઠ યજમાન તરીકે પ્રસ્થાપિત કરવામાં આવશે. ગુજરાત પ્રવાસન એડવાઇઝરી કાઉન્સિલ”ની સ્થાપના કરવાની પણ જાહેરાત કરવામાં આવી પ્રવાસન ક્ષેત્રે ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા તેમજ પ્રવાસન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા રાજ્ય સરકારે મહેસાણા અને રાજકોટ સમિટ દ્વારા મોટા પાયે MoU કર્યા છે, તેમ મંત્રીએ જણાવ્યું હતું. તેમણે આ સંદર્ભે ઉમેર્યું હતું કે, પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે મહેસાણા VGRCમાં રૂ. ૧૨૩૬ કરોડના રોકાણ તથા કચ્છ-રાજકોટ VGRCમાં રૂ. ૧૫૨૭ કરોડના સૂચિત રોકાણ માટે MoU કરવામાં આવ્યા છે. આ ઉપરાંત PPP મોડ અને કોર્પોરેટ કાર્યશૈલી માટે ચાલુ વર્ષના બજેટમાં 'ગુજરાત-ટુર ડેવલપમેન્ટ કંપની' (SPV) અને “ગુજરાત પ્રવાસન એડવાઇઝરી કાઉન્સિલ”ની સ્થાપના કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું. હાઈસ્કૂલ-નડિયાદને હેરિટેજનો દરજ્જો આપીને વિકસાવવા માટે રૂ.5 કરોડની જોગવાઈ કરાઈ છે મંત્રીએ કહ્યું કે, સોમનાથ મંદિર પરના પ્રથમ આક્રમણના ૧૦૦૦ વર્ષ અને સરદાર પટેલના જીર્ણોદ્ધાર સંકલ્પના ૭૫ વર્ષ પૂર્ણ થયા છે. સમગ્ર દેશ આ શૌર્ય અને સંઘર્ષના ઇતિહાસને યાદ રાખી શકે તે માટે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં તાજેતરમાં જ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ગત વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, નવરાત્રી મહોત્સવ, રણ મહોત્સવ, સાપુતારા મોન્સુન ફેસ્ટીવલ અને માધવપુર મેળાનું ઐતિહાસિક આયોજન કર્યું હતું. મંત્રીએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં તેમની શાળા N.K.હાઈસ્કૂલ-નડિયાદને હેરિટેજનો દરજ્જો આપીને વિકસાવવા માટે રૂ. ૫ કરોડની જોગવાઈ કરાઈ છે. મહાશિવરાત્રી મેળાના ભવ્ય આયોજન માટે રૂ.15 કરોડ ફાળવવામાં આવ્યા જૂનાગઢ ખાતે યોજાતા મહાશિવરાત્રીના ભવ્ય મેળાને ગુજરાતનો કુંભ મેળો ગણાવતા મંત્રીએ કહ્યું હતું કે, ગિરનારની તળેટીમાં ભરાતા પરંપરાગત મહાશિવરાત્રી મેળાના ભવ્ય આયોજન માટે રૂ. ૧૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. ભારત સરકારના 'ઇન્ડિયા ટુરીઝમ ડેટા કમ્પેન્ડીયમ-૨૦૨૫' મુજબ ગુજરાત આજે વિદેશી પ્રવાસીઓની પસંદગીમાં દેશમાં ત્રીજા ક્રમે છે, જે રાજ્યની મજબૂત પ્રવાસન નીતિ અને સુરક્ષિત વાતાવરણની પ્રતીતિ કરાવે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. આ પણ વાંચો : Rajkot News : ઉદ્યોગમાં ગેસ કાપને લઇ ઉદ્યોગકારો ચિંતામાં, શાપર-વેરાવળના ઉદ્યોગકારો સરકારને મળશે

Read Full Story arrow_forward