android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
નાયબ મુખ્ય દંડક સહિતનાઓના હસ્તે નવા બનનારા માર્ગનુ ખાતમૂર્હૂત કરવામાં આવ્યું
calendar_today March 10, 2026

નાયબ મુખ્ય દંડક સહિતનાઓના હસ્તે નવા બનનારા માર્ગનુ ખાતમૂર્હૂત કરવામાં આવ્યું

વઢવાણના નકટીવાવ મેલડી માતાજીનું મંદિર શ્રાધ્ધાળુઓ માટેનું આસ્થા સ્થાન છે. દર રવિવાર અને મંગળવારે અહીં મોટી સંખ્યામાં ભકતો પગપાળા અને વાહનો લઈને જતા હોય છે. ત્યારે આ રોડ અત્યંત બીસમાર હોઈ રવીવારે રૂપીયા 2 કરોડના ખર્ચે આ રસ્તાના રીસરફેસીંગના કામનું ખાતમુર્હુત કરાયુ છે.વઢવાણના નકટીવાવના મેલડી માતાજી માત્ર સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, જોરાવરનગર અને દુધરેજ નહી પરંતુ સમગ્ર ઝાલાવાડના ભકતો માટે આસ્થાનું કેન્દ્ર છે. દર રવિવારે અને મંગળવારે અહીં મોટી સંખ્યામાં ભકતો ચાલીને માતાજીના દર્શનાર્થે જાય છે. જયારે મોટી સંખ્યામાં વાહન ચાલકો પણ આ રસ્તેથી પસાર થાય છે. આ રોડ બીસમાર બનતા પદયાત્રાળુઓને મુશ્કેલી ભોગવવી પડતી હતી. આથી જન કલ્યાણ ફાઉન્ડેશનના પ્રમુખ સુમીત ઉમરાણીયાએ આ અંગે વઢવાણના ધારાસભ્ય અને રાજયની વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાને લેખીત રજુઆત કરી હતી. ત્યારે તા. 8ને રવીવારે સાંજે રૂપીયા ર કરોડના ખર્ચે રીસરફેસીંગ થનાર આ રોડના કામનું ખાતમુર્હુત કરાયુ હતુ. જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ દેવાંગ રાવલ, મહામંત્રી વિપુલ ચૌહાણ, જય શાહ, રાકેશભાઈ ખાંદલા સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. આ રોડ નવો બનતા માતાજીના દર્શને ચાલીને જતા દર્શનાર્થીઓ અને વાહનચાલકોને રાહત થશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફ્કિ, લખતર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજાઈ
calendar_today March 10, 2026

સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફ્કિ, લખતર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજાઈ

સુરેન્દ્રનગર જિલ્લા વડા દ્વારા અનેકવાર ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ગતરોજ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંના સૂચના મુજબ સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફ્કિ પોલીસ અને લખતર પોલીસ દ્વારા સ્પેશિયલ ટ્રાઇવ કરવામાં આવી હતી. જેમાં રોયલ્ટી લાયસન્સ અથવા અન્ય કોઈ ડોક્યુમેન્ટ ના હોય તેવા 11 વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા. જેમાં ડમ્પર અને બાઈક, કાર ડીટેઇન કરી લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા.મળતી માહિતી મુજબ, લખતર માંથી પસાર થતા ઓવરલોડ ડમ્ફરો ઉપર કાર્યવાહી લાયસન્સ નંબર પ્લેટ રોયલ્ટી પીયુસી આરસી બુક તેમજ અન્ય ડોક્યુમેન્ટ ના હોય તેવા જિલ્લા પોલીસ ટ્રાફ્કિ પોલીસ દ્વારા 11 જેટલા લોકોને 9500નો દંડ તેમજ લખતર પોલીસ દ્વારા તેવી 4500 લોકોને દંડ ફ્ટકારવામાં આવ્યો હતો. ડમ્પરના માલિકો ઓવરલોડ લાઇસન્સ, પીયુસી તેમજ અન્ય ડોક્યુમેન્ટ ના હોય એવા ડમ્પરોને સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફ્કિ પોલીસ અને લખતર પોલીસ દ્વારા ડીટેઇન કરવામાં આવ્યા છે અને હાઇવે ઉપર અનેકવાર ડમ્પર ચાલકો અકસ્માત સર્જીને નાસી છૂટતા હોય છે અને ઓવરલોડ ડમ્પરના કારણે હાઇવે ઉપર અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફ્કિ પોલીસને લખતર પોલીસ દ્વારા ડીટેઇન કરી કાર્યવાહી કરવામાં આવ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
200ના દરની નોટો દઈ 500ની નોટો લેવા આવેલો યુવાન 20 હજાર લઈ છૂ
calendar_today March 10, 2026

200ના દરની નોટો દઈ 500ની નોટો લેવા આવેલો યુવાન 20 હજાર લઈ છૂ

વઢવાણના ઉપાસના સર્કલ પાસે આઈસીઆઈસીઆઈ બેંકની બ્રાંચ આવેલી છે. તા. 23-2ના રોજ બપોરના સમયે બેંકમાં કેશીયર તરીકે પ્રાંચીબેન અજમેરા ફરજ બજાવતા હતા. આ સમયે એક યુવાન કેશ કાઉન્ટરે આવ્યો હતો. અને 200ના દરની 20 હજાર રૂપીયાની નોટો આપીને 20 હજારની 500ના દરની નોટની માંગણી કરી હતી. આથે કેશીયરે 500ના દરની 40 નોટો ગણીને આ યુવાનને આપી હતી. જેમાં યુવાને મારે જુની નોટો નથી જોઈતી, ફ્રેશ જોઈએ છે તેમ કહી 500ના દરની નોટો પરત આપી 200ના દરની નોટો માંગી હતી. જે કેશીયરે આ યુવાનને પરત આપી હતી. બાદમાં આ યુવાન જતો રહ્યો હતો. જયારે મોડેથી કેશીયરે કેશ ગણતા રૂપીયા 20 હજારની ઘટ આવી હતી. આથી સીસીટીવી ચેક કરતા આ યુવાન કેશીયરની નજર ચુકવી 500ના દરની નોટો કિંમત રૂપીયા 20 હજારની લેતો નજરે પડયો હતો. આથી જે તે સમયે ઓનલાઈન એફઆઈઆર કરાઈ હતી.બાદમાં રાજકોટ એ ડીવીઝન પોલીસના હાથે આ યુવાન ઝડપાયો હતો અને તેનું નામે મહેશ ગુર્જર હોવાનું સામે આવ્યુ હતુ. આથી બેંકના મેનેજર ગોપાલભાઈ મેરે આ શખ્સ સામે સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે રૂપીયા 20 હજારની ચોરીની ફરિયાદ નોંધાવી છે. રાજકોટ એ ડીવીઝન પોલીસે આરોપી મહેશ ગુર્જર સાથે તેના મિત્ર સુભાષ કુશવાહને ઝડપી લીધો છે. બન્ને એમપીના ભોપાલના વતની છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward