android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : ગુજરાત સરકારના વિમાન અને હેલિકોપ્ટર પાછળ બે વર્ષમાં રૂ. 86 કરોડથી વધુ ખર્ચ
calendar_today March 9, 2026

Gandhinagar : ગુજરાત સરકારના વિમાન અને હેલિકોપ્ટર પાછળ બે વર્ષમાં રૂ. 86 કરોડથી વધુ ખર્ચ

ગુજરાત સરકાર દ્વારા ઉપયોગમાં લેવાતા સરકારી વિમાન અને હેલિકોપ્ટરના ખર્ચ અંગે ગુજરાત વિધાનસભામાં મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. કોંગ્રેસના સવાલના જવાબમાં રાજ્ય સરકારે રજૂ કરેલા આંકડા મુજબ છેલ્લા બે વર્ષમાં સરકારી વિમાન અને હેલિકોપ્ટરના ઉપયોગ તથા નિભાવણી પાછળ કુલ રૂ. ૮૬.૩૩ કરોડથી વધુનો ખર્ચ થયો છે.સૌથી વધુ ખર્ચ  મેઈન્ટેનન્સ પાછળ સરકારે રજૂ કરેલી માહિતી મુજબ સૌથી વધુ ખર્ચ વિમાન અને હેલિકોપ્ટરના મેઈન્ટેનન્સ (નિભાવણી) પાછળ થયો છે. આ સમયગાળા દરમિયાન મેઈન્ટેનન્સ માટે કુલ રૂ. ૫૬,૬૬,૩૨,૪૨૧ ખર્ચ કરવામાં આવ્યો છે. વિમાન અને હેલિકોપ્ટરની સલામતી, નિયમિત તપાસ અને ટેકનિકલ કામગીરી માટે આ ખર્ચ કરવામાં આવ્યો હોવાનું સરકાર દ્વારા જણાવાયું છે. પાયલોટ્સ પાછળ રૂ. ૨૮,૦૮,૨૫,૨૬૨ ખર્ચ કરવામાં આવ્યાhttps://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-big-revelation-in-student-suicide-revelation-that-she-ended-her-life-after-breaking-up-with-her-lover આ ઉપરાંત પાયલોટ્સના વેતન અને સંબંધિત ખર્ચ માટે પણ મોટી રકમ ખર્ચાઈ છે. સરકારના આંકડા મુજબ છેલ્લા બે વર્ષમાં પાયલોટ્સના ખર્ચ તરીકે રૂ. ૨૮,૦૮,૨૫,૨૬૨ ખર્ચ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય ટેકનિકલ સ્ટાફ તથા સહાયક કર્મચારીઓના વેતન અને અન્ય ખર્ચ માટે રૂ. ૧,૫૮,૯૭,૮૪૮ ખર્ચ કરવામાં આવ્યા છે.  ૮૬,૩૩,૫૫,૫૩૧ જેટલો ખર્ચ આ રીતે કુલ મળીને સરકાર દ્વારા સરકારી વિમાન અને હેલિકોપ્ટરના ઉપયોગ માટે છેલ્લા બે વર્ષમાં રૂ. ૮૬,૩૩,૫૫,૫૩૧ જેટલો ખર્ચ નોંધાયો છે. વિધાનસભામાં રજૂ થયેલા આ આંકડાઓ બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.  આ પણ વાંચો----     Surat : વિદ્યાર્થિનીઓના આપઘાતમાં મોટો ખુલાસો, પ્રેમી સાથે બ્રેકઅપ થતાં જીવન ટૂંકાવ્યાનો ખુલાસો

Read Full Story arrow_forward
Petlad News: ધર્મજ ચોકડી પાસે કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ; બોરસદના ઉંદેલ ગામના રહીશ તરીકે થઈ ઓળખ
calendar_today March 9, 2026

Petlad News: ધર્મજ ચોકડી પાસે કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ; બોરસદના ઉંદેલ ગામના રહીશ તરીકે થઈ ઓળખ

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં આવેલી ધર્મજ ચોકડી નજીકથી પસાર થતી કેનાલમાંથી આજે સવારે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. હાઈવે પરથી પસાર થતા લોકોની નજર કેનાલમાં તરતા મૃતદેહ પર પડતા તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી.ધર્મજ ચોકડી નજીક કેનાલમાંથી મળ્યો મૃતદેહ બનાવની જાણ થતા જ પેટલાદ ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિકોની મદદથી મૃતદેહને બહાર કાઢી તેની ઓળખ વિધિ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક યુવકનું નામ હિરેનભાઈ સોમાભાઈ પટેલ છે. તેઓ બોરસદ તાલુકાના ઉંદેલ ગામના વતની હોવાનું ખુલ્યું છે. પોલીસે મૃતદેહને લઇ તપાસ હાથ ધરી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પરિવારજનોને જાણ કરી છે. હિરેનભાઈ કેનાલમાં કેવી રીતે પડ્યા? આ અકસ્માત છે કે આત્મહત્યા? તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. હાઈવે નજીક બનેલી આ ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabadના નવરંગપુરામાં બુટલેગરના પૌત્રનો આતંક, વિદ્યાર્થી પર રિવોલ્વર તાણી!
calendar_today March 9, 2026

Ahmedabadના નવરંગપુરામાં બુટલેગરના પૌત્રનો આતંક, વિદ્યાર્થી પર રિવોલ્વર તાણી!

અમદાવાદનું શૈક્ષણિક હબ ગણાતા નવરંગપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ માજા મૂકી છે. અસારવાના જાણીતા બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યએ દારૂના નશામાં ચૂર થઈને જાહેરમાં ગુંડાગીરી આચરી હતી, જેના કારણે વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.કુખ્યાત બુટલેગરના પૌત્રએ મચાવ્યો આતંક આરોપી આદિત્યએ નશાની હાલતમાં વિદ્યાર્થીઓના એક જૂથને નિશાન બનાવ્યું હતું. અસામાજિક તત્વોએ ઘાતક હથિયારો વડે વિદ્યાર્થીઓની ગાડી પર હુમલો કરી તેના કાચ ફોડી નાખ્યા હતા અને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આદિત્યએ વિદ્યાર્થીઓ પર હુમલો કરવાની સાથે જાહેરમાં રિવોલ્વર (બંદૂક) બતાવીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દ્રશ્યો જોઈને આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. હુમલા દરમિયાન એક વિદ્યાર્થીને ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવારની જરૂર પડી હતી. નવરંગપુરા પોલીસે ઘટનાને લઈ કાર્યવાહી હાથ ધરી નવરંગપુરા પોલીસને ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે વિદ્યાર્થીની ફરિયાદના આધારે ગુનો નોંધીને આરોપી આદિત્યની શોધખોળ શરૂ કરી છે. ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા પરિવારના આ નબીરાએ જે પ્રકારે હથિયારો સાથે આતંક મચાવ્યો છે, તેને જોતા પોલીસે કડક કાર્યવાહીના સંકેતો આપ્યા છે. શહેરમાં વધી રહેલી આવી ગુંડાગીરીને ડામવા માટે પોલીસ હવે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્ર કરી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward