android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: વિરમગામમાં આંગણવાડી કાર્યકરોનો હલ્લાબોલ, પગાર વધારા અને ઓનલાઇન કામગીરી મુદ્દે ડેપ્યુટી કલેક્ટરને આવેદન
calendar_today March 9, 2026

Ahmedabad News: વિરમગામમાં આંગણવાડી કાર્યકરોનો હલ્લાબોલ, પગાર વધારા અને ઓનલાઇન કામગીરી મુદ્દે ડેપ્યુટી કલેક્ટરને આવેદન

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ આજે પોતાની પડતર માંગણીઓ અને અન્યાય સામે અવાજ ઉઠાવતા મામલતદાર અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. હાઈકોર્ટના ચુકાદા બાદ પણ હજુ સુધી પગાર વધારાનો અમલ ન થતા અને ઓનલાઇન કામગીરીના ભારણને લઈને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવા માગ આંગણવાડી વર્કરોનું કહેવું છે કે, નામદાર હાઈકોર્ટ દ્વારા તેમના હિતમાં ચુકાદો આપવામાં આવ્યો હોવા છતાં, તંત્ર દ્વારા હજુ સુધી પગાર વધારાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. લાંબા સમયથી પડતર આ માંગણી સંતોષવામાં ન આવતા આજે મોટી સંખ્યામાં બહેનોએ એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તાત્કાલિક ધોરણે વેતન વધારાના અમલની માગ કરી હતી. મોબાઈલ કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી આવેદનપત્રમાં સૌથી મહત્વનો મુદ્દો ઓનલાઇન કામગીરીનો રહ્યો છે. કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે, મોબાઈલ પર ઓનલાઇન કામગીરીનું ભારણ એટલું વધી ગયું છે કે બાળકોના શિક્ષણ પર ધ્યાન આપી શકાતું નથી. જો સરકાર ઓનલાઇન કામ કરાવવા માંગતી હોય, તો હાઈ-સ્પીડ નેટવર્ક કનેક્ટિવિટી ધરાવતા નવા સ્માર્ટફોન આપવામાં આવે. જૂના ફોન અને નેટવર્કની સમસ્યાને કારણે કામગીરીમાં અવરોધ આવે છે. આંગણવાડી બહેનોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તેમની માંગણીઓ વહેલી તકે સ્વીકારવામાં નહીં આવે, તો તેઓ આગામી સમયમાં તમામ પ્રકારની મોબાઈલ ઓનલાઇન કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે. આ પણ વાંચો - Viramgam: વિરમગામમાં પોલીસે ચોરીના છ ગુનાનો ભેદ ઉકેલી છ શખ્સોને લોકઅપ ભેગા કર્યા

Read Full Story arrow_forward
Gandhinagar : અમદાવાદ જિલ્લાના 3283 MSME એકમોને 6283 લાખથી વધુ વ્યાજ સહાય ચૂકવાઈ
calendar_today March 9, 2026

Gandhinagar : અમદાવાદ જિલ્લાના 3283 MSME એકમોને 6283 લાખથી વધુ વ્યાજ સહાય ચૂકવાઈ

ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઉદ્યોગ રાજ્ય મંત્રી જયરામ ગામીતે જણાવ્યું હતું કે, MSME એકમો રાજ્યના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઓછા મૂડીરોકાણથી વધુ રોજગારી ઊભી કરતા આ એકમોને પ્રોત્સાહન આપવા માટે ‘આત્મનિર્ભર ગુજરાત યોજના–૨૦૨૨’ હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે.અમદાવાદ જિલ્લામાં જ કુલ ૫.૯૯ લાખથી વધુ MSME એકમો મંત્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં માત્ર અમદાવાદ જિલ્લામાં જ કુલ ૫.૯૯ લાખથી વધુ MSME એકમો નોંધાયા છે. જેમાં ૫,૮૫,૧૭૫ સૂક્ષ્મ એકમો, ૧૩,૦૨૯ લઘુ એકમો અને ૧,૨૧૮ મધ્યમ એકમો નોંધાયા છે. ૩,૨૮૩ અરજીઓ મંજૂર મંત્રીએ ઉમેર્યુ હતું કે, આત્મનિર્ભર ગુજરાત યોજના–૨૦૨૨ હેઠળ અમદાવાદ જિલ્લામાં MSME એકમોને વ્યાજ સહાય આપવાની યોજના અંતર્ગત છેલ્લા એક વર્ષ દરમિયાન કુલ ૩,૨૮૩ અરજીઓ મંજૂર કરીને તેમને કુલ રૂ. ૬૨૮૩.૨૦ લાખની વ્યાજ સહાય ચૂકવવામાં આવી છે. ૧૩.૬૪ લાખની સહાય મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં તાલુકાવાર મંજૂર થયેલ ક્લેઇમ અરજીઓમાં અમદાવાદ તાલુકામાં લાભાર્થીઓને રૂ. ૩૫૦૧.૬૭ લાખ, દસક્રોઈમાં રૂ. ૧૮૨૦.૬૩ લાખ, સાણંદમાં રૂ. ૬૪૪.૮૫ લાખ, બાવળામાં રૂ. ૨૬૨.૨૦ લાખ, ધંધુકામાં રૂ. ૪૦.૨૧ લાખ તેમજ વિરમગામ તાલુકામાં રૂ. ૧૩.૬૪ લાખની સહાય ચૂકવવામાં આવી છે.  ૨,૮૪૪ નવા એકમો આ ઉપરાંત વર્ષ ૨૦૨૫ દરમિયાન અમદાવાદ જિલ્લામાં MSME ક્ષેત્રમાં ૨,૮૪૪ નવા એકમો દ્વારા કુલ રૂ. ૫૬૧૯.૮૦ કરોડનું નવું મૂડીરોકાણ થયું છે, જે રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. આ પણ વાંચો----     Surat : વિદ્યાર્થિનીઓના આપઘાતમાં મોટો ખુલાસો, પ્રેમી સાથે બ્રેકઅપ થતાં જીવન ટૂંકાવ્યાનો ખુલાસો

Read Full Story arrow_forward
Gandhinagar News: AI અને સાયબર સિક્યુરિટી લો ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ, GIL, DST અને GNLU વચ્ચે ઐતિહાસિક MoU
calendar_today March 9, 2026

Gandhinagar News: AI અને સાયબર સિક્યુરિટી લો ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ, GIL, DST અને GNLU વચ્ચે ઐતિહાસિક MoU

ડિજિટલ ગવર્નન્સ અને ઉભરતી ટેકનોલોજીના નિયામક માળખાને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), બ્લોકચેન અને સાયબર સિક્યુરિટી જેવા જટિલ વિષયોમાં 'પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ' શરૂ કરવા માટે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL), વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) તથા ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) વચ્ચે આજે ગાંધીનગર ખાતે MoU કરવામાં આવ્યા હતા.મંત્રીઓની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર ગાંધીનગર ખાતે આયોજિત 'ગુજરાત વાઇસ ચાન્સેલર્સ મીટ' દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યની 20થી વધુ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોની હાજરીએ સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના મજબૂત સહયોગની પ્રતીતિ કરાવી હતી. ટેકનોલોજી અને કાયદાનું ફ્યુઝન આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય એવા વ્યાવસાયિકો તૈયાર કરવાનો છે, જેઓ માત્ર ટેકનોલોજી જ નહીં, પરંતુ તેના કાયદાકીય પાસાઓમાં પણ નિષ્ણાત હોય. આ કોર્સમાં AI ગવર્નન્સ અને બ્લોકચેન રેગ્યુલેશન, સાયબર સુરક્ષા કાયદા અને ડેટા પ્રાઇવસી અને ડિજિટલ ગવર્નન્સ માટે પોલિસી ફ્રેમવર્ક જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ પહેલ દ્વારા ગુજરાતની વિસ્તરી રહેલી ડિજિટલ ઇકોસિસ્ટમને સપોર્ટ કરવા માટે એક 'સ્કિલ્ડ વર્કફોર્સ' તૈયાર થશે. શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ કુમાર અને વિજ્ઞાન-ટેકનોલોજી વિભાગના સચિવ પી. ભારતી સહિતના ઉચ્ચ અધિકારીઓએ આ પગલાને રાજ્યના ડિજિટલ ભવિષ્ય માટે નિર્ણાયક ગણાવ્યું હતું. આ પણ વાંચો - 

Read Full Story arrow_forward