Ahmedabad : શેલામાં જ્વેલર્સના શોરૂમમાં ચોરી, જુઓ VIDEO
અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા જ્વેલર્સના શોરૂમમાં ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર શેલા વિસ્તારમાં સ્થિત જૈનમ જ્વેલર્સમાં બે અજાણી મહિલાઓ ગ્રાહક બનીને આવી હતી. મહિલાઓએ દુકાનમાં સોનાના દાગીના જોવાનું બહાનું બનાવીને દુકાનદાર સાથે વાતચીત શરૂ કરી હતી. આ દરમિયાન મહિલાઓએ ચતુરાઈપૂર્વક દુકાનદારનું ધ્યાન અન્ય તરફ ફેરવી દીધું અને હાથફેરો કરીને અંદાજે દોઢ લાખ રૂપિયાની કિંમતની સોનાની બુટ્ટીઓ ચોરી કરી લીધી. ઘટનાની જાણ દુકાનદારને થોડા સમય બાદ થઈ હતી, ત્યારબાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો.બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી ચોરીની આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં બંને મહિલાઓ દુકાનમાં આવીને દાગીના જોતી અને બાદમાં બુટ્ટીઓ લઈને બહાર નીકળી જતી જોવા મળે છે. ઘટનાની જાણ થતા જ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને મહિલાઓની ઓળખ કરવાની અને તેમને ઝડપવાની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Read Full Story arrow_forward