android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: વિશ્વમાં બદલાતા પ્રવાહની સાથે રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ક્ષેત્રે યુનિવર્સિટીઓની ભૂમિકા અગત્યની : મંત્રી અર્જુન મોઢવાડિયા
calendar_today March 9, 2026

Gandhinagar News: વિશ્વમાં બદલાતા પ્રવાહની સાથે રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ક્ષેત્રે યુનિવર્સિટીઓની ભૂમિકા અગત્યની : મંત્રી અર્જુન મોઢવાડિયા

વિશ્વમાં બદલાતા પ્રવાહની સાથે રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ક્ષેત્રે રાજ્યની યુનિવર્સિટીઓની ભૂમિકા અગત્યની છે. નવા બદલાવની સાથે આપણી યુનિવર્સિટીઓએ તાલ મિલાવવો પડશે. યુનિવર્સિટીઓ માત્ર શિક્ષણ કેન્દ્રો નહીં પરંતુ શોધ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાના સશક્ત કેન્દ્રો તરીકે વિકસવી જોઈએ. વૈજ્ઞાનિક ચેતના અને ટેકનોલોજીકલ નેતૃત્વનું સંવર્ધન વડાપ્રધાનના વિકસિત ગુજરાત અને વિકસિત ભારત @૨૦૪૭ના સપનાને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમ સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા અંગેની વ્યૂહરચના રાજ્યમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા અંગેની વ્યૂહરચના માટે આજે ગાંધીનગર ખાતે રાજ્યમાં પ્રથમવાર એક દિવસીય વાઈસ ચાન્સેલર મીટ યોજાઈ હતી.મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વર્ષ ૨૦૦૩માં સૌ પ્રથમ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની રચના કરવામાં આવી હતી. જેના પરિણામે આજે આ વિભાગ અંતર્ગત સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રે અનેકવિધ નવા સંશોધનો હાથ ધરવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટી આ ક્ષેત્રે રાજ્યના ટેલેન્ટ યુવાધનને સમયને અનુરૂપ તાલીમ આપી સજ્જ કરે તે જરૂરી છે. બજેટ ફાળવીને શિક્ષણને નવી દિશા આપવાનો સંકલ્પ રાજ્ય સરકાર દ્વારા આગામી વર્ષના બેજટમાં શિક્ષણ ક્ષેત્રે સૌથી વધુ રૂ.૬૨ હજાર કરોડનું બજેટ ફાળવીને શિક્ષણને નવી દિશા આપવાનો સંકલ્પ કર્યો છે. નાણાના અભાવે કોઇપણ સંશોધન કાર્ય અટકે નહીં તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં ચાલતા આર્ટસ,કોમર્સ અને સાયન્સ સહિત તમામ ફેકલ્ટીમાં વર્તમાન ટેકનોલોજી, કોમ્પ્યુટર અને AI આધારિત અભ્યાસક્રમ હોવો જોઈએ જેથી આવનાર પેઢી આ વિષયથી માહિતગાર થઇ શકે.શિક્ષણ ક્ષેત્રે આ બદલાવ કરવાથી રોજગારીની તકોમાં પણ વધારો થશે. યુનિવર્સિટીઓને રાજ્યની વિવિધ નીતિઓ સાથે જોડાઈને સમાજ, ઉદ્યોગ અને ટકાઉ વિકાસ માટે જ્ઞાનને ઉપયોગી ઉકેલમાં રૂપાંતરિત કરવા પ્રોત્સાહિત કરવા મંત્રીએ સૌને ઉત્સાહિત કર્યા. આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્યમાં બે વર્ષમાં પરમીટ વિના દારુ પીનારા 32465 લોકો પકડાયા, તમામ લોકો સામે કેસ નોંધાયા

Read Full Story arrow_forward
Gandhinagar :  બાળકો, મહિલાઓ ગુમ મુદ્દે ગૃહમાં સવાલ, ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ઉઠાવ્યો સવાલ, 8 બાળકો હજુ મળ્યા નથી
calendar_today March 9, 2026

Gandhinagar : બાળકો, મહિલાઓ ગુમ મુદ્દે ગૃહમાં સવાલ, ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ઉઠાવ્યો સવાલ, 8 બાળકો હજુ મળ્યા નથી

ગુજરાત વિધાનસભામાં ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં ગુમ થતા બાળકો અને મહિલાઓનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા આ ગંભીર મુદ્દે સરકારને સવાલ પૂછવામાં આવ્યો હતો.વર્ષ 2024 અને 2025 દરમિયાન કેટલા બાળકો ગુમ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગૃહમાં પૂછેલા સવાલમાં જણાવ્યું હતું કે વર્ષ 2024 અને 2025 દરમિયાન ગિર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં કેટલા બાળકો અને મહિલાઓ ગુમ થયા છે અને તેમની શોધખોળ માટે શું કાર્યવાહી કરવામાં આવી છે. ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો આ સવાલના જવાબમાં રાજ્ય સરકાર તરફથી મંત્રીએ જણાવ્યું હતું કે ગુમ થયેલા બાળકોને શોધવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. હજુ સુધી કુલ 8 બાળકો મળી આવ્યા નથી પરંતુ વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આપવામાં આવેલો જવાબ સ્પષ્ટ નથી અને ગોળગોળ જવાબ આપવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ હજુ સુધી કુલ 8 બાળકો મળી આવ્યા નથી. તેમાં ગીર સોમનાથ જિલ્લાના 1 બાળક અને જુનાગઢ જિલ્લાના 7 બાળકોનો સમાવેશ થાય છે. માનવ તસ્કરી કે કોઈ ગેંગ જવાબ આપ્યો નથી ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે આ મામલે માનવ તસ્કરી અથવા કોઈ ગેંગની સંડોવણી છે કે નહીં તે અંગે પણ સરકાર તરફથી કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી. તેમણે સરકાર પાસે માંગ કરી હતી કે ગુમ થયેલા બાળકો અને મહિલાઓને વહેલી તકે શોધી કાઢવા માટે ખાસ કાર્યવાહી કરવામાં આવે. ગૃહમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી આ મુદ્દે ગૃહમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને ભવિષ્યમાં આવા બનાવોને રોકવા માટે વધુ સચોટ અને અસરકારક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.આ પણ વાંચો---   Gandhinagar News: રાજ્યમાં બે વર્ષમાં પરમીટ વિના દારુ પીનારા 32465 લોકો પકડાયા, તમામ લોકો સામે કેસ નોંધાયા

Read Full Story arrow_forward
Gandhinagar : સ્પીપામાં કોમન ફાઉન્ડેશન કોર્સની પ્રથમ બેચનો શુભારંભ
calendar_today March 9, 2026

Gandhinagar : સ્પીપામાં કોમન ફાઉન્ડેશન કોર્સની પ્રથમ બેચનો શુભારંભ

રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નવી નિમણૂક પામેલા અધિકારીઓને શાસન વ્યવસ્થાની મૂળભૂત સમજ, પ્રશાસનિક મૂલ્યો તથા કાર્યક્ષમતા વિકસાવવા માટે પૂર્વ સેવા તાલીમના ભાગરૂપે કોમન ફાઉન્ડેશન કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. ચિંતન શિબિરમાં કરવામાં આવેલી મહત્વપૂર્ણ ભલામણોના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા કોમન ફાઉન્ડેશન કોર્સ અમલમાં મૂકવા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના અમલીકરણ માટે તાલીમ સંબંધિત નિયમોમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.અધિકારીઓની તાલીમને વધુ સુદ્રઢ બનાવશે આ અનુસંધાને સરદાર પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA), ગાંધીનગર ખાતે મહાનિદેશક હરીત શુક્લા આઈ.એ.એસ.ના માર્ગદર્શન હેઠળ તા. 09-03-2026ના રોજ કુલ 50 અધિકારીઓ માટેના કોમન ફાઉન્ડેશન કોર્સની પ્રથમ બેચનો વિધિવત્ શુભારંભ સ્પીપા, અમદાવાદના નાયબ મહાનિદેશક સી.સી.કોટક, આઈ.એ.એસ.ના વરદ્ હસ્તે દીપ પ્રગટ્ય કરી કરવામાં આવ્યો છે. આ પહેલ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાંથી નિયુક્ત થયેલ અધિકારીઓની તાલીમને વધુ સુદ્રઢ બનાવશે તથા ગુજરાતની સુશાસનની પરંપરાને આગળ વધારશે. આ તાલીમ કાર્યક્રમ દ્વારા અધિકારીઓને રાજ્યની શાસન પદ્ધતિ, જાહેર નીતિ, સુશાસન, વહીવટી વ્યવહાર, કાયદાકીય માળખું, નાણાકીય વ્યવસ્થાપન તથા લોકકેન્દ્રિત સેવા સંબંધિત વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે. સાથે સાથે અનુભવી અધિકારીઓ અને વિષય નિષ્ણાતો દ્વારા વ્યાખ્યાનો, ચર્ચા સત્રો અને પ્રાયોગિક તાલીમ દ્વારા અધિકારીઓની કાર્યક્ષમતા તથા નેતૃત્વ ક્ષમતા વિકસાવવામાં આવશે. સ્પીપા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી ઉલ્લેખનીય છે કે દર વર્ષે તા. 08 માર્ચના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોમન ફાઉન્ડેશન કોર્સની આ પ્રથમ બેચમાં તાલીમાર્થી અધિકારીઓમાં મોટાભાગે મહિલા અધિકારીઓનો સમાવેશ થતો હોવાથી તાલીમના ઉદ્ઘાટન સત્રમાં સ્પીપાના નાયબ મહાનિદેશકે જણાવ્યું કે આ બેચના શુભારંભ સાથે અનાયાસ સ્પીપા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવેલો છે. આ અવસરે મહિલા સશક્તિકરણ, સમાનતા તથા શાસનમાં મહિલાઓની વધતી ભાગીદારી અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મહિલા અધિકારીઓના યોગદાન અને તેમની પ્રશાસનિક ક્ષમતાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. સ્પીપા દ્વારા આયોજિત આ કોમન ફાઉન્ડેશન કોર્સ રાજ્યના શાસનતંત્રમાં કાર્યરત નવા અધિકારીઓને કાર્યક્ષમ, સંવેદનશીલ અને જવાબદાર પ્રશાસક તરીકે ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.આ પણ વાંચો : Gandhinagar News: વિશ્વમાં બદલાતા પ્રવાહની સાથે રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ક્ષેત્રે યુનિવર્સિટીઓની ભૂમિકા અગત્યની : મંત્રી અર્જુન મોઢવાડિયા

Read Full Story arrow_forward