પાલનપુરમાં વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો
પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન જુના આર.ટી.ઓ.સર્કલ નજીક આવતા એક ઈસમ શંકાસ્પદ જણાઈ આવતા તેની પુછપરછ કરતા નરેન્દ્રસીંહ ઉર્ફે નટુ ગોરધનભાઈ રાજપુત રહે. ઢુંઢીયાવાડી, ગોરવાડી મધુવન સોસાયટી, પાલનપુર હોવાનું જણાવેલ અને પોલીસે ઉપરોકત ઈસમની અંગઝડતી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી પરપ્રાંતિય દારૂની બોટલ નંગ 1 કિ.રૂ.305 સાથે ઉપરોકત ઈસમને ઝડપી લઈ પોલીસે ઉપરોકત ઈસમ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward