android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: કેન્દ્રીય ગૃહમંત્રીની મુલાકાતને પગલે પોલીસ કમિશ્નરે નો ડ્રોન ફ્લાય ઝોનનું જાહેરનામું બહાર પાડ્યું
calendar_today March 8, 2026

Ahmedabad News: કેન્દ્રીય ગૃહમંત્રીની મુલાકાતને પગલે પોલીસ કમિશ્નરે નો ડ્રોન ફ્લાય ઝોનનું જાહેરનામું બહાર પાડ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદ મુલાકાતને ધ્યાનમાં રાખીને સુરક્ષાના કારણોસર સમગ્ર શહેરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રતિબંધ 9માર્ચ,2026 ના રોજ મોડી રાત્રે 2.00 કલાક સુધી અમલમાં રહેશે.પ્રતિબંધિત સાધનોમાં ડ્રોન, ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઇડર, પેરાગ્લાઇડર અને હોટ એર બલૂન જેવા માનવ રહિત કે માનવ સંચાલિત હવાઈ સાધનોના ઉપયોગ પર સદંતર મનાઈ છે. હકુમત હેઠળના તમામ વિસ્તારોમાં લાગુ પડશે આ હુકમ અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળના તમામ વિસ્તારોમાં લાગુ પડશે.જાહેરનામામાં જણાવ્યા અનુસાર, દેશ વિરોધી સંગઠનો કે આતંકવાદી તત્વો ડ્રોન જેવા સાધનોનો ગેરલાભ લઈ મહાનુભાવ કે જનતાની સુરક્ષાને હાની પહોંચાડે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.જો કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે,તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આ અંગે ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) થી લઈને જોઈન્ટ પોલીસ કમિશનર સુધીના અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે. આ પણ વાંચોઃ Surat News: વરાછાના ઘનશ્યામનગરમાંથી ફરી કુટણખાનુ ઝડપાયું, સંચાલક સહિત પાંચ ગ્રાહકો ઝડપાયા

Read Full Story arrow_forward
Crude Oil Price : 9 દિવસમાં ક્રૂડ $90 પર,  શું હવે પેટ્રોલ ₹10 મોંઘું થશે?
calendar_today March 8, 2026

Crude Oil Price : 9 દિવસમાં ક્રૂડ $90 પર, શું હવે પેટ્રોલ ₹10 મોંઘું થશે?

વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા આકસ્મિક ઉછાળાએ ભારત જેવી આયાત પર નિર્ભર અર્થવ્યવસ્થાને સીધી અસર કરી છે. ખાસ કરીને Strait of Hormuz વિસ્તારની અશાંતિ અને મધ્ય પૂર્વમાં તણાવ વધતા સપ્લાય ચેઇનમાં ખલેલ પહોંચવાની ભીતિ છે. જો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી રહે, તો તેનો પ્રભાવ સીધો પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડશે. સરકાર પાસે કેટલો ભંડાર? સરકારનો દાવો છે કે દેશમાં અંદાજે 250 મિલિયન બેરલ જેટલો ક્રૂડ અને પેટ્રોલિયમ ભંડાર ઉપલબ્ધ છે, જે આગામી 7-8 અઠવાડિયા માટે પૂરતો છે. પરંતુ નિષ્ણાતો કહે છે કે ભંડાર હોવા છતાં આયાત સંપૂર્ણપણે બંધ થઈ શકતી નથી. ભારત દર મહિને મોટી માત્રામાં ક્રૂડ ખરીદે છે, જેથી રિફાઈનરીઓનું કામ સતત ચાલતું રહે. આયાત બિલ અને મોંઘવારી પર અસર ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ $10 નો વધારો થાય તો વાર્ષિક આયાત બિલ અંદાજે 13-14 અબજ ડોલર જેટલું વધી શકે છે. Reserve Bank of India મુજબ, ક્રૂડના ભાવમાં 10% નો વધારો ફુગાવામાં આશરે 30 બેસિસ પોઇન્ટનો વધારો કરી શકે છે. ગયા મહિનાથી છૂટક ફુગાવાની ગણતરીમાં ઇંધણનું વજન પણ વધારવામાં આવ્યું છે. એટલે કે, જો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે તો મોંઘવારી વધુ ઝડપથી વધી શકે છે. પરિવહન ખર્ચ વધતા શાકભાજી, અનાજ અને રોજિંદી વસ્તુઓના ભાવ પણ વધવાની શક્યતા છે. પેટ્રોલ અને ડીઝલ કેટલા વધશે? હાલમાં દિલ્હીમાં પેટ્રોલનો મૂળ ભાવ (કર સિવાય) આશરે ₹55-58 પ્રતિ લિટર છે. તેમાં કેન્દ્ર સરકાર લગભગ ₹20 એક્સાઇઝ ડ્યુટી અને રાજ્ય સરકાર સરેરાશ ₹15.50 વેટ વસૂલે છે. ડીલર માર્જિન આશરે ₹4 છે. જો ક્રૂડનો ભાવ $100 પ્રતિ બેરલ સુધી પહોંચે, તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર નાણાકીય દબાણ વધશે. સૂત્રો અનુસાર, તે સ્થિતિમાં પ્રતિ લિટર ₹3 થી ₹7 સુધીનો વધારો શક્ય છે. જો પરિસ્થિતિ વધુ ગંભીર બને, તો વધારો ₹10 સુધી પણ જઈ શકે છે. જોકે, કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરીને ભાવ વધારો નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી શકે છે. ભારત ક્યાંથી આયાત કરે છે? Petroleum Planning and Analysis Cell (PPAC) મુજબ, ભારતે ચાલુ નાણાકીય વર્ષમાં 40 દેશોમાંથી ક્રૂડ આયાત કર્યું છે. તેમાં આશરે 50% આયાત OPEC દેશોમાંથી આવે છે. મધ્ય પૂર્વનો હિસ્સો લગભગ 46.9% છે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જાન્યુઆરી દરમિયાન ભારતે 206.3 મિલિયન ટન ક્રૂડ આયાત કર્યું હતું. સાથે સાથે, દેશમાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ સતત વધી રહ્યો છે. ફેબ્રુઆરીમાં પેટ્રોલનો વપરાશ ગયા વર્ષ કરતા 5.74% વધુ રહ્યો, જ્યારે ડીઝલનો 4.44% વધારો નોંધાયો. આગળ શું? જો યુદ્ધ અને સપ્લાય સંકટ લાંબા સમય સુધી ચાલે, તો ક્રૂડના ભાવ વધુ વધી શકે છે. તે સ્થિતિમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો લગભગ અનિવાર્ય બની શકે છે. સરકાર કરમાં રાહત આપે તો ભાવ વધારો મર્યાદિત રહી શકે છે, નહીં તો સામાન્ય નાગરિક પર સીધો બોજ પડશે. હાલ માટે 7-8 અઠવાડિયા સુધી મોટી ચિંતા નથી, પરંતુ જો વૈશ્વિક પરિસ્થિતિ સ્થિર ન થાય, તો આગામી મહિને ઇંધણના ભાવમાં વધારો જોવા મળી શકે છે.આ પણ વાંચો : Israel Iran War : US-ઇઝરાયલ હુમલા બાદ ગલ્ફમાં વધ્યું યુદ્ધનું જોખમ

Read Full Story arrow_forward
Surat News: ડિંડોલીમાં પોલીસનો સપાટો, રિક્ષામાં ડ્રગ્સની હેરાફેરી કરતા બે પેડલરો 4.99 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપાયા
calendar_today March 8, 2026

Surat News: ડિંડોલીમાં પોલીસનો સપાટો, રિક્ષામાં ડ્રગ્સની હેરાફેરી કરતા બે પેડલરો 4.99 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપાયા

સુરત શહેરમાં નશાબંધી અભિયાન હેઠળ પોલીસ સતત એક્શન મોડમાં છે. ડિંડોલી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને મેફેડ્રોન (MD) ડ્રગ્સના વેચાણ અને હેરાફેરી સાથે સંકળાયેલા બે શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ બંને પેડલરો રિક્ષાનો ઉપયોગ કરીને ડ્રગ્સની સપ્લાય કરી રહ્યા હતા.4.99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પેડલર ઝડપાયા પોલીસે આરોપીઓની તલાશી લેતા તેમની પાસેથી નશીલા પદાર્થો સહિત મોટી માત્રામાં મુદ્દામાલ મળી આવ્યો છે, 4.99 ગ્રામ (જેની બજાર કિંમત અંદાજે રૂ. 14,970 થાય છે). પોલીસે ગુનામાં વપરાયેલી ઓટો રિક્ષા, મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ કબજે કરી છે. પોલીસે કુલ રૂ. 1,29,160ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મેફેડ્રોન ડ્રગ્સ, રીક્ષા, મોબાઈલ, રોકડ જપ્ત ડિંડોલી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તેમની સામે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ ડ્રગ્સનો જથ્થો તેઓ ક્યાંથી લાવ્યા હતા અને સુરત શહેરમાં કોને-કોને સપ્લાય કરવાના હતા. રિક્ષા જેવા જાહેર પરિવહનના સાધનનો ઉપયોગ કરીને નશાનો કાળો કારોબાર ચલાવતા આ શખ્સોની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward