android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: પુણાગામમાં રફતારના રાક્ષસનો આતંક, રોંગ સાઈડમાં આવતા આઈસરે બાળકને કચડ્યું
calendar_today March 8, 2026

Surat News: પુણાગામમાં રફતારના રાક્ષસનો આતંક, રોંગ સાઈડમાં આવતા આઈસરે બાળકને કચડ્યું

ડાયમંડ સિટી સુરતમાં ફરી એકવાર બેફામ દોડતા ભારે વાહનોએ એક માસૂમનો ભોગ લીધો છે. સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલી રેશમા ચોકડી પાસે આજે સવારે રોંગ સાઈડમાં આવતા એક આઈસર ચાલકે નિર્દોષ બાળકને કચડી નાખતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, માસૂમ બાળકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.લોકોએ ડ્રાઈવરને પાઠ ભણાવ્યો ઘટનાની મળતી માહિતી અનુસાર, રેશમા ચોકડી પાસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રોંગ સાઈડમાં આવી રહેલા આઈસરના ચાલકે બાળકને અડફેટે લીધું હતું. ટાયર નીચે આવી જવાથી બાળકનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત સર્જીને ડ્રાઈવર વાહન છોડી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ આસપાસ ઉભેલા સતર્ક સ્થાનિકોએ તેને પીછો કરીને ઝડપી લીધો હતો. ગુસ્સે ભરાયેલા ટોળાએ ડ્રાઈવરને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ઘટનાની જાણ થતા જ પુણાગામ પોલીસનો કાફલો ઘટ નાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બાળકના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો છે. પોલીસે અકસ્માત સર્જનાર આઈસર ચાલકની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોંગ સાઈડમાં વાહનો ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. આ પણ વાંચો - Surat News: મનપાએ રસ્તો બનાવ્યો પણ ઢાંકણું ન લગાવ્યું, વાહન ચાલકોને અકસ્માતનો ભય

Read Full Story arrow_forward
Mahesana News: આંબલીયાસણની વરદાયિની ગ્લુકોઝ કંપનીમાં કર્મચારીનું પડી જવાથી મોત
calendar_today March 8, 2026

Mahesana News: આંબલીયાસણની વરદાયિની ગ્લુકોઝ કંપનીમાં કર્મચારીનું પડી જવાથી મોત

મહેસાણા જિલ્લાના આંબલીયાસણ વિસ્તારમાં આવેલી વરદાયિની ગ્લુકોઝ કંપનીમાં ફરજ બજાવતા એક કર્મચારીનું અકસ્માતે પડી જવાથી મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. કંપનીમાં કામ દરમિયાન બનેલી આ દુખદ ઘટનાને પગલે અન્ય કર્મચારીઓમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે.હોસ્પિટલ પહોંચે તે પહેલા જ દમ તોડ્યો ઘટનાની મળતી માહિતી અનુસાર, વરદાયિની ગ્લુકોઝ કંપનીમાં ફરજ બજાવતા કૃષ્ણકાંત પટેલ નામના કર્મચારી અચાનક પડી ગયા હતા. પડી જવાથી તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ કંપનીના સત્તાધીશો દ્વારા તાત્કાલિક તેમને આંબલીયાસણ સ્ટેશન પાસે આવેલી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના ડોક્ટરે મૃત જાહેર કર્યા ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ બાદ તેમની હાલત વધુ નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સિવિલ હોસ્પિટલ પહોંચતા જ ત્યાંના ફરજ પરના ડોક્ટરોએ તપાસ બાદ કૃષ્ણકાંત પટેલને મૃત જાહેર કર્યા હતા. પરિવારમાં શોકનું મોજુ આ ઘટના અંગે કંપની દ્વારા મૃતક કર્મચારીના પરિવારજનોને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. અચાનક બનેલી આ દુર્ઘટનાથી પરિવારજનો પર આભ ફાટ્યું છે. મહેસાણા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કંપનીમાં સુરક્ષાના સાધનો કે અન્ય કોઈ ખામીને કારણે આ ઘટના બની છે કે, કેમ તે દિશામાં પણ તપાસ થઈ શકે છે. આ પણ વાંચો - Mahesana News: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ઊંઝા માર્કેટ પર અસર, જાણો કેમ ઘટી રહ્યા છે જીરાના ભાવ?

Read Full Story arrow_forward
Amreli News: જાફરાબાદમાં એકસાથે 10 સાવજોનું રોડ ક્રોસિંગ; વનવિભાગે ટ્રાફિક થંભાવી વનરાજને આપ્યો માર્ગ
calendar_today March 8, 2026

Amreli News: જાફરાબાદમાં એકસાથે 10 સાવજોનું રોડ ક્રોસિંગ; વનવિભાગે ટ્રાફિક થંભાવી વનરાજને આપ્યો માર્ગ

ગિરની સરહદે આવેલા અમરેલી જિલ્લામાં સિંહોનું રહેણાંક વિસ્તારો અને હાઈવે પર દેખાવું હવે સામાન્ય બન્યું છે, પરંતુ જાફરાબાદના લોઠપૂર ગામ નજીક 10 સિંહોનો એક આખો સમૂહ જોવા મળતા કુતૂહલ સર્જાયું છે. વનવિભાગની હાજરીમાં આ 10 સાવજોએ અત્યંત શિસ્તબદ્ધ રીતે હાઈવે ક્રોસ કર્યો હતો, જેનો વીડિયો કેમેરામાં કેદ થયો છે.લોઠપૂર નજીક રોડ ક્રોસ કરતો 10 સિંહનો વીડિયો જાફરાબાદ પંથકમાં સિંહોની અવરજવર વધી હોવાથી વનવિભાગની ટીમ સતત પેટ્રોલિંગમાં હોય છે, જ્યારે 10 સિંહોનો આ સમૂહ હાઈવે પર આવી ચઢ્યો, ત્યારે વનવિભાગના કર્મચારીઓએ તાત્કાલિક બંને તરફનો ટ્રાફિક રોકી દીધો હતો. વાહનોની લાઈટો અને ઘોંઘાટ વચ્ચે સિંહો ગભરાય નહીં અને કોઈ અકસ્માત ન સર્જાય તે રીતે વનવિભાગે તમામ સાવજોને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવ્યો હતો. વનવિભાગે એકસાથે 10 સિંહોને રોડ ક્રોસ કરાવ્યો અમરેલીના દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાઈવે પર સિંહોના આ પ્રકારે મુક્ત વિચરણને કારણે વનવિભાગ હવે વધુ સતર્ક બન્યું છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને સિંહોને હેરાન ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ વીડિયો સિંહ પ્રેમીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને વનવિભાગની કામગીરીના પણ વખાણ થઈ રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward