android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: ડિંડોલીમાં પોલીસનો સપાટો; રિક્ષામાં ડ્રગ્સની હેરાફેરી કરતા બે પેડલરો 4.99 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપાયા
calendar_today March 8, 2026

Surat News: ડિંડોલીમાં પોલીસનો સપાટો; રિક્ષામાં ડ્રગ્સની હેરાફેરી કરતા બે પેડલરો 4.99 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપાયા

સુરત શહેરમાં નશાબંધી અભિયાન હેઠળ પોલીસ સતત એક્શન મોડમાં છે. ડિંડોલી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને મેફેડ્રોન (MD) ડ્રગ્સના વેચાણ અને હેરાફેરી સાથે સંકળાયેલા બે શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ બંને પેડલરો રિક્ષાનો ઉપયોગ કરીને ડ્રગ્સની સપ્લાય કરી રહ્યા હતા.4.99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પેડલર ઝડપાયા પોલીસે આરોપીઓની તલાશી લેતા તેમની પાસેથી નશીલા પદાર્થો સહિત મોટી માત્રામાં મુદ્દામાલ મળી આવ્યો છે, 4.99 ગ્રામ (જેની બજાર કિંમત અંદાજે રૂ. 14,970 થાય છે). પોલીસે ગુનામાં વપરાયેલી ઓટો રિક્ષા, મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ કબજે કરી છે. પોલીસે કુલ રૂ. 1,29,160ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મેફેડ્રોન ડ્રગ્સ, રીક્ષા, મોબાઈલ, રોકડ જપ્ત ડિંડોલી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તેમની સામે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ ડ્રગ્સનો જથ્થો તેઓ ક્યાંથી લાવ્યા હતા અને સુરત શહેરમાં કોને-કોને સપ્લાય કરવાના હતા. રિક્ષા જેવા જાહેર પરિવહનના સાધનનો ઉપયોગ કરીને નશાનો કાળો કારોબાર ચલાવતા આ શખ્સોની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gir Somnath News: સુત્રાપાડાના ધામળેજ ગામમાં 15 દિવસથી પીવાના પાણીના ધાંધિયા, મહિલાઓએ હલ્લાબોલ કર્યો
calendar_today March 8, 2026

Gir Somnath News: સુત્રાપાડાના ધામળેજ ગામમાં 15 દિવસથી પીવાના પાણીના ધાંધિયા, મહિલાઓએ હલ્લાબોલ કર્યો

ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામમાં મહિલાઓએ હલ્લાબોલ મચાવ્યો છે. બંદર વિસ્તારમાં પાણી મુદ્દે મહિલાઓ રણચંડી બની છે. છેલ્લા 15 દિવસથી ગામમાં પીવાના પાણીની ગંભીર તંગી છે. પાણી માટે મહિલાઓને દૂર દૂર સુધી વલખા મારવા પડે છે.વારંવાર રજૂઆત છતાં તંત્ર તરફથી ઉકેલ ન આવતા રોષ ફેલાયો છે. રોષે ભરાયેલી મહિલાઓ તંત્ર સામે આંદોલન પર ઉતરી છે. તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવાની ઉગ્ર માંગ કરાઈ છે. તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવાની ઉગ્ર માંગ સુત્રાપાડામાં ભર ઉનાળે પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાણી માટે લોકો વલખાં મારી રહ્યાં છે. ત્યારે તાલુકાના ધામળેજ ગામમાં પાણીના સંકટથી કંટાળેલી મહિલાઓએ તંત્ર સામે હલ્લાબોલ કર્યું હતું. છેલ્લા 15 દિવસથી ગામમાં પીવાના પાણીની તંગી હોવાથી મહિલાઓ વિફરી હતી. અનેક રજૂઆતો કરવા છતાંય તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં નહીં આવતાં મહિલાઓએ આંદોલન ચાલુ કર્યું છે. ગામમાં છેલ્લા 15 દિવસથી પાણીના સંકટને લીધે ગામમાં લોકોમાં રોષ ફેલાયો છે.આ પણ વાંચોઃ T20 WC ફાઈનલ પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી મોટી કાર્યવાહી, બે લોકોની કરી ધરપકડ

Read Full Story arrow_forward
Iran-Israel War : યુદ્ધ વચ્ચે એર ઈન્ડિયાનો મોટો નિર્ણય, યુરોપ, અમેરિકા સહિત 9 રૂટ પર 78 એકસ્ટ્રા ફ્લાઈટસ ચલાવશે
calendar_today March 8, 2026

Iran-Israel War : યુદ્ધ વચ્ચે એર ઈન્ડિયાનો મોટો નિર્ણય, યુરોપ, અમેરિકા સહિત 9 રૂટ પર 78 એકસ્ટ્રા ફ્લાઈટસ ચલાવશે

ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી પરિસ્થિતિ વચ્ચે એર ઈન્ડિયાએ 10 માર્ચથી 9 રૂટ પર 78 વધુ ફ્લાઈટ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. એર ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી પરિસ્થિતિ વચ્ચે વિશ્વસનીય મુસાફરી વિકલ્પોની સતત માગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.AI 78 વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરશે એર ઈન્ડિયાએ આજે ​​જાહેરાત કરી હતી કે તે આગામી થોડા દિવસોમાં યુરોપના પાંચ મુખ્ય પ્રવેશદ્વારો તેમજ ન્યૂ યોર્ક (JFK) 1માં વધારાની ક્ષમતા ઉમેરશે, જે માલદીવ અને શ્રીલંકામાં વધારાની સેવા દ્વારા સમર્થિત હશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 10થી 18 માર્ચ, 2026ની વચ્ચે એર ઈન્ડિયા આ રૂટ પર 78 વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરશે, જે મુસાફરો માટે મુસાફરીના વિકલ્પો મર્યાદિત હોવાના સમયે જરૂરી ક્ષમતામાં વધારો કરશે. આ ફ્લાઈટ્સ બંને દિશામાં નવ રૂટ પર 17,660 બેઠકો ઉમેરશે. "યુરોપિયન રૂટ પર વધારાની ફ્લાઇટ્સ B787-8s સાથે કાર્યરત થશે અને માલે અને કોલંબોની ફ્લાઈટ્સ A320neo એરક્રાફ્ટ સાથે કાર્યરત થશે. ન્યૂયોર્ક (JFK)ની ફ્લાઇટ્સ જરૂરી નિયમનકારી મંજૂરીઓને આધીન છે અને એર ઈન્ડિયાના B777-300ER એરક્રાફ્ટ સાથે કાર્યરત થશે," એમ તેમાં જણાવાયું છે. આ રૂટ પર આ વધારાની ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે દિલ્હી-ન્યુયોર્ક (JFK) દિલ્હી-લંડન (હીથ્રો) મુંબઈ-લંડન (હીથ્રો) દિલ્હી-ફ્રેન્કફર્ટ દિલ્હી-પેરિસ (CDG) દિલ્હી-એમ્સ્ટરડેમ દિલ્હી-ઝુરિચ દિલ્હી-માલે (માલદીવ) દિલ્હી-કોલંબો (શ્રીલંકા) પશ્ચિમ એશિયાના ઘણા અન્ય દેશોમાં એરસ્પેસ બંધ સાઉદી અરેબિયા અને ઓમાન ઉપરના હવાઈ ક્ષેત્રને ફરીથી ખોલ્યા પછી 6 માર્ચે, એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે જેદ્દાહ અને મસ્કતથી ફ્લાઈટ સેવાઓ ફરી શરૂ કરવાની જાહેરાત કરી. એર ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "પશ્ચિમ એશિયાના અન્ય ઘણા દેશોમાં એરસ્પેસ બંધ થવાને કારણે એર ઈન્ડિયા ગ્રુપના પશ્ચિમ એશિયાના અન્ય સ્થળોએ જવા અને ત્યાંથી જવાના સુનિશ્ચિત ઓપરેશન્સ 10 માર્ચ, 2026 સુધી સ્થગિત કરવામાં આવ્યા છે." આ પણ વાંચો : Israel Iran War : ઈરાનની ખુલ્લી ચેતવણી, “ટ્રમ્પને કિંમત ચૂકવવી પડશે”

Read Full Story arrow_forward