android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anil Ambaniની મુશ્કેલીઓ વધી, CBIએ રૂપિયા 1,085 કરોડના ફ્રોડ મામલે કેસ દાખલ કર્યો
calendar_today March 8, 2026

Anil Ambaniની મુશ્કેલીઓ વધી, CBIએ રૂપિયા 1,085 કરોડના ફ્રોડ મામલે કેસ દાખલ કર્યો

દેશના જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. પંજાબ નેશનલ બેન્ક (PNB)ની ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી કરતા, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ અનિલ અંબાણી, તેમની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom) અને ભૂતપૂર્વ ડિરેક્ટર મંજરી અશોક કક્કર સામે 1,085 કરોડ રૂપિયાથી વધુના કથિત બેન્ક છેતરપિંડીનો ફોજદારી કેસ નોંધ્યો છે.PNBને રૂપિયા 621.39 કરોડનું નુકસાન થયું આ સમગ્ર કેસના મૂળ 2013થી 2017 ના સમયગાળામાં છે. એવો આરોપ છે કે આ સમયગાળા દરમિયાન બે મુખ્ય જાહેર ક્ષેત્રની બેન્કો સાથે મોટાપાયે છેતરપિંડી થઈ હતી. મુંબઈમાં PNBની સ્ટ્રેસ્ડ એસેટ્સ મેનેજમેન્ટ શાખાના ચીફ મેનેજર સંતોષકૃષ્ણ અન્નાવરપુએ 5 માર્ચે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. આ કથિત કૌભાંડને કારણે પંજાબ નેશનલ બેન્કને સીધું રૂપિયા 621.39 કરોડનું નુકસાન થયું છે. આ દરમિયાન યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા (જે હવે PNB સાથે મર્જ થઈ ગઈ છે) તેને રૂપિયા 463.80 કરોડનું નુકસાન થયું છે. આ કુલ રૂપિયા 1,085.19 કરોડ થાય છે, જે બેન્કિંગ સિસ્ટમમાં જાહેર ભંડોળનો નોંધપાત્ર ભાગ છે. લોનના ભંડોળનો ઉપયોગ ખોટી જગ્યા પર કર્યો સીબીઆઈની એફઆઈઆર મુજબ, આરોપીઓએ આરકોમ માટે મોટી ક્રેડિટ સુવિધા (લોન) મેળવવાનું કાવતરું ઘડ્યું હતું. તપાસ એજન્સીને શંકા છે કે લોન મંજૂર થયા પછી નાણાકીય શિસ્ત અને લોનની શરતો અને નિયમોનું ઘોર અવગણના કરવામાં આવી હતી. લોનના ભંડોળનો ઉપયોગ જે હેતુ માટે લેવામાં આવ્યો હતો તે હેતુ માટે કરવામાં આવ્યો ન હતો. ભંડોળ અન્યત્ર વાળવામાં આવ્યું હતું. જ્યારે બેન્કના હપ્તા આવવાનું બંધ થઈ ગયું, ત્યારે લોન લેનારાઓ દ્વારા નિયમો અને શરતોનું પાલન કરવામાં નિષ્ફળતાને કારણે 2017માં આ લોન ખાતાઓને નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) જાહેર કરવામાં આવ્યા. આ બાબતમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે, બેન્કોએ BDO India LLP દ્વારા ફોરેન્સિક ઓડિટ કરાવ્યું. ફેબ્રુઆરી 2021 માં પ્રકાશિત થયેલા આ ઓડિટ રિપોર્ટમાં બેન્ક ભંડોળના ડાયવર્ઝન અને સંબંધિત પક્ષો સાથે શંકાસ્પદ વ્યવહારોની પુષ્ટિ કરવામાં આવી હતી, જેના પછી આ ખાતાઓને સત્તાવાર રીતે છેતરપિંડી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.આ પણ વાંચો : Iran-Israel War : યુદ્ધ વચ્ચે એર ઈન્ડિયાનો મોટો નિર્ણય, યુરોપ, અમેરિકા સહિત 9 રૂટ પર 78 એકસ્ટ્રા ફ્લાઈટસ ચલાવશે

Read Full Story arrow_forward
Kutch News: રાપર પોલીસ મથકે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી, મહિલા શક્તિનું કરાયું સન્માન
calendar_today March 8, 2026

Kutch News: રાપર પોલીસ મથકે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી, મહિલા શક્તિનું કરાયું સન્માન

આજે સમગ્ર વિશ્વમાં જ્યારે 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ'ની ઉજવણી થઈ રહી છે, ત્યારે સરહદી કચ્છ જિલ્લાના રાપર પોલીસ સ્ટેશન ખાતે પણ મહિલા શક્તિને વંદન કરવાનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની વિશેષ સૂચના અને માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું.મહિલા પોલીસકર્મીઓની સક્રિય ભાગીદારી રાપર પોલીસ ઇન્સ્પેક્ટર (PI) જે. બી. બુબડીયાના વડપણ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ દળમાં ફરજ બજાવતી મહિલા અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં પીએસઓ એએસઆઇ નિલમબેન આહિર, પિંકલબેન રબારી, હેતલ ધોળકિયા, ઉવરસી સોલંકી, વરસા કોલી, જાગૃતિબેન ગામોટ, કલ્પનાબેન મકવાણા અને રંજન મુલીયાણા સહિતના મહિલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મહેશભાઈ પટેલ અને બાબુભાઈ કારોત્રા પણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. યોજનાઓ અને મંતવ્યોની આપ-લે આ પ્રસંગે રાપર પોલીસમાં ફરજ બજાવતી મહિલાઓએ પોતાના અનુભવો અને મંતવ્યો રજૂ કર્યા હતા. પોલીસ દળમાં મહિલાઓની ભૂમિકા કેટલી મહત્વની છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ ઉપસ્થિત મહિલાઓને સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ મહિલાલક્ષી કલ્યાણકારી યોજનાઓ અને કાયદાકીય અધિકારો વિશે વિગતવાર માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા. રાપર પોલીસ દ્વારા કરવામાં આવેલી આ પહેલનો હેતુ સમાજમાં મહિલાઓનું સન્માન જળવાય અને પોલીસ દળમાં સેવા આપતી મહિલાઓનું મનોબળ વધે તેવો રહ્યો હતો. આ પણ વાંચો - Kutch News : ગાંધીધામ શહેર BJPના મંત્રીના મોત મામલે ખુલાસો, સ્યુસાઈડ નોટમાં 17 લોકોના ત્રાસથી આપઘાત કર્યો હોવાની વાત સામે આવી

Read Full Story arrow_forward
Gujarat News: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ, ઉત્તર ગુજરાતના પીઢ આગેવાન ભાજપમાં જોડાયા
calendar_today March 8, 2026

Gujarat News: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ, ઉત્તર ગુજરાતના પીઢ આગેવાન ભાજપમાં જોડાયા

ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ વખતે રાજ્યમાં નવી બનેલી મહાનગર પાલિકામાં પણ ચૂંટણીઓ યોજાશે. ત્યારે આ ચૂંટણી પહેલા જ ભાજપમાં ભરતી શરૂ થઈ ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં ભીલોડા અને શામળાજી તાલુકા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. બલભદ્રસિંહ ચંપાવતે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો ઉત્તર ગુજરાતમાં ભીલોડા અને શામળાજી તાલુકા કોંગ્રેસના પીઢ આગેવાન બલભદ્રસિંહ ચંપાવતે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. તેમણે 200 કાર્યકરો સાથે ભિલોડા ખાતે ભાજપના સ્નેહમિલનમાં કેસરિયો ખેસ પહેરી લીધો હતો. તેમની સાથે પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા પંચાયત સદસ્ય સહિતના કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે. તેમણે ભાજપના પ્રભારી મંત્રી સંજય દેસાઈ અને મંત્રી પી.સી. બરંડાની હાજરીમાં ખેસ પહેરાવાયા હતાં. આશાબેન ઠાકોર આમ આદમી પાર્ટીમાં જોડાયા બીજી તરફ દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોર આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં. તેઓ દૂધ સાગર ડેરીમાં પાંચ વર્ષ સુધી ચેરમેન પદે રહ્યા હતાં. તેમણે અમદાવાદમાં કેજરીવાલના હાથે આપનો ખેસ પહેર્યો હતો. ચૂંટણી ટાણે જ કોંગ્રેસમાં ગાબડું પડતાં કકળાટ સામે આવવો કોઈ નવી વાત નથી. વર્ષોથી કોંગ્રેસમાં જૂથવાદ સળગતો રહ્યો છે અને તે પણ ચૂંટણી ટાણે જ સળગી રહ્યો હોવાનું રાજકીય નિષ્ણાંતો દ્વારા જાણવા મળ્યું છે.આ પણ વાંચોઃ PM Modi: રાષ્ટ્રપતિનું અપમાન એ દેશનું અપમાન, રાષ્ટ્રપતિના પ્રોટોકોલ પર બોલ્યા PM મોદી

Read Full Story arrow_forward