android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: માતા-પિતાની એનિવર્સરી ઉજવ્યાના બીજા જ દિવસે વિદ્યાર્થિનીએ બહેનપણી સાથે કર્યો આપઘાત
calendar_today March 8, 2026

Surat News: માતા-પિતાની એનિવર્સરી ઉજવ્યાના બીજા જ દિવસે વિદ્યાર્થિનીએ બહેનપણી સાથે કર્યો આપઘાત

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ સંસ્થાના મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળવાની ઘટનામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. મૃતક રોશની શિરશાઠ અને જોસના ચૌધરીએ એનેસ્થેસિયાના ઇન્જેક્શનનો ઓવરડોઝ લઈને જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસને ઘટનાસ્થળેથી એનેસ્થેસિયાની બોટલો અને ઇન્જેક્શન મળી આવ્યા છે, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે.મંદિરના બાથરૂમની અંદરનો વીડિયો આવ્યો સામે આ કેસમાં સૌથી વધુ આશ્ચર્ય પમાડે તેવી બાબત એ છે કે, રોશનીએ 5 ફેબ્રુઆરીએ જ પોતાના માતા-પિતાની મેરેજ એનિવર્સરી અત્યંત ધામધૂમથી ઉજવી હતી. આ ખુશીના માહોલના 24 કલાકની અંદર જ તેણે પોતાની સહેલી જોસના સાથે મળીને આવું આત્યંતિક પગલું કેમ ભર્યું, તે પ્રશ્ન સૌને મૂંઝવી રહ્યો છે. પોલીસને બાથરૂમના વોશબેસિન પરથી જોસનાનું બેગ મળી આવ્યું છે, જેમાં બંનેના સાથેના ફોટા, કેલ્ક્યુલેટર, રોકડ રકમ અને મોબાઈલ ફોન હતા. જ્યારે રોશનીના સામાનમાંથી પુસ્તકો અને હોળીના રંગો મળી આવ્યા છે. પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી પોલીસ તપાસમાં એવું પણ ખુલ્યું છે કે આ બંને યુવતીઓએ આપઘાત કરતા પહેલા મોબાઈલ અને ચેટ જીપીટી પર 'આત્મહત્યા કેવી રીતે કરવી' તે અંગે સર્ચ કર્યું હતું. હાલમાં ડીંડોલી પોલીસે બંનેના મોબાઈલ ફોન કબજે કરી એફએસએલ (FSL) માં મોકલી આપ્યા છે. પરિવારજનો અને મિત્રોના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુ છે, પરંતુ આ સામૂહિક આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ પણ એક રહસ્ય બની રહ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Sabarkantha News: રોજડ ચોકડી પાસે ઈકો કારમાં ભીષણ આગ, ગાડી બળીને ખાખ
calendar_today March 8, 2026

Sabarkantha News: રોજડ ચોકડી પાસે ઈકો કારમાં ભીષણ આગ, ગાડી બળીને ખાખ

સાબરકાંઠા જિલ્લાના ધનસુરા-અમદાવાદ હાઈવે પર આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રોજડ ચોકડી પાસે આવેલ પેટ્રોલ અને સીએનજી પંપ પર ગેસ ભરાવવા આવેલી એક ઈકો કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે, સમગ્ર કાર બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેનાથી મોટી દુર્ઘટના ટળી છે.પંપ પર મચી અફરાતફરી ઘટનાની મળતી માહિતી અનુસાર, એક ઇકો કાર ચાલક રોજડ ચોકડી નજીક આવેલા પંપ પર સીએનજી પુરાવવા માટે આવ્યો હતો. આ દરમિયાન અચાનક ગાડીમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ ટેકનિકલ ખામીને કારણે આગ લાગી હતી. પેટ્રોલ પંપ જેવી સંવેદનશીલ જગ્યાએ આગ લાગતા જ ત્યાં હાજર લોકો અને પંપના કર્મચારીઓમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં કાર બળીને ખાખ થઈ આગની લપેટો એટલી ઝડપથી ફેલાઈ હતી કે, મિનિટોમાં જ આખી ઇકો કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. પંપ પર સુરક્ષાના સાધનો હોવા છતાં આગ એટલી ભયાનક હતી કે, તેને કાબૂમાં લેવી મુશ્કેલ બની હતી. આસપાસના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. જોકે, કારમાં સવાર લોકો સમયસૂચકતા વાપરીને સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી. તંત્ર દ્વારા તપાસ હાઈવે પર પંપ પાસે થયેલી આ ઘટનાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આગ બુઝાયા બાદ કારના માત્ર લોખંડના હાડપિંજર જેવો જ અવશેષ બચ્યો હતો. આ ઘટના બાદ સીએનજી કિટમાં લીકેજ કે અન્ય કોઈ ક્ષતિ હતી કે કેમ તે અંગે સ્થાનિકોમાં ચર્ચા જાગી છે. આ પણ વાંચો - Sabarkantha News: પ્રાંતિજમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની મોટી કાર્યવાહી, 5 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ

Read Full Story arrow_forward
Sabarkantha News: હિંમતનગરમાં પોતાના જ ઘરે મેરેજ બ્યુરો ખોલી લૂંટેરી દુલ્હનનો ખેલ ખેલ્યો, પોલીસે ચાર લોકોની ધરપકડ કરી
calendar_today March 8, 2026

Sabarkantha News: હિંમતનગરમાં પોતાના જ ઘરે મેરેજ બ્યુરો ખોલી લૂંટેરી દુલ્હનનો ખેલ ખેલ્યો, પોલીસે ચાર લોકોની ધરપકડ કરી

સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લગ્નના બહાને લૂંટી લેતી લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરમાં પણ આવી જ એક છેતરપીંડી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે.લગ્નવાંછુક યુવાનોને જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવતી લૂંટેરી દુલ્હન ગેંગના 9 પૈકી બે મહિલા સહિત 4 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ ચાલુ છે. આ ટોળકી લગ્ન ઈચ્છુક યુવકોને પોતાની જાળમાં ફસાવી પહેલા લગ્ન કરાવતી અને ત્યારબાદ ચારથી પાંચ દિવસમાં બહાના બનાવી યુવકોને છોડી ભાગી જતી હતી. હિંમતનગરમા પરિવારે મેરેજ બ્યુરો ખોલ્યો હતો આ સમગ્ર કિસ્સામાં ટોળકી પોતાના જ ઘરમાં મેરેજ બ્યુરો શરૂ કરી લગ્ન ઈચ્છુક યુવાનોને ફસાવવાનું કામ કરતી હતી.ત્યારબાદ ખોટી રીતે દબાણ કરી છૂટાછેડા લેવડાવી એ જ યુવતીના અન્ય યુવક સાથે ફરી લગ્ન કરાવી રૂપિયા પડાવતી હતી. આ મામલે હિંમતનગરના ભોગ બનેલા એક યુવકે હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે હજુ પાંચ મહિલા આરોપીઓને ઝડપી પાડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. છૂટાછેડા લેવડાવી છેતરપીંડી આચરતા સમગ્ર કેસને લઈને હિંમતનગર DySP એ.કે. પટેલે કહ્યું હતું કે, હિંમતનગર શહેરના કાંકણોલ રોડ પર આવેલી અર્બુદાનગર સોસાયટીમાં રહેતો એક પરિવાર પોતાના ઘરે જ દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો નામે મેરેજ બ્યુરો ચલાવતો હતો. આ પરિવારના સભ્યો પોતાની લગ્ન એજન્ટ તરીકે ઓળખ આપી તેઓ પોતાના મળતીયાઓ મારફતે લગ્નવાંછુક યુવાનો સાથે બોગસ લગ્ન કરાવી અને ત્યારબાદ છૂટાછેડા લેવડાવી છેતરપીંડી આચરતા હતા. આ ગેંગમાં મનોજભાઈ બાબુલાલ સોની તથા તેમની પત્ની કવિતાબેન મનોજભાઈ સોની સહિત કુલ નવ વ્યક્તિઓ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવતા DySP એ.કે. પટેલે કહ્યું હતું કે, તેઓ અલગ-અલગ યુવકોને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવતા હતા.હાલમાં એક યુવક સાથે આવી જ છેતરપીંડી થતા તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. અત્યાર સુધીમાં ચાર યુવકો પોલીસ સમક્ષ આવ્યા છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે હિંમતનગર ઉપરાંત અન્ય કેટલાં વિસ્તારોમાં અને કેટલાં યુવકો સાથે આ રીતે છેતરપીંડી કરવામાં આવી છે.સાથે જ ઝડપાયેલા તેમજ ફરાર આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.આ પણ વાંચોઃ Panchmahal News: ગોધરા સબ જેલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ, મહિલા કેદીઓને કાનૂની અધિકારો અંગે માર્ગદર્શન અપાયું

Read Full Story arrow_forward