android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Aravalli News: ધોરણ 11ની વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી યુવકે આચર્યું દુષ્કર્મ, પોલીસે નરાધમને દબોચ્યો
calendar_today March 8, 2026

Aravalli News: ધોરણ 11ની વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી યુવકે આચર્યું દુષ્કર્મ, પોલીસે નરાધમને દબોચ્યો

અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અને ધોરણ 11માં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી એક યુવકે પોતાની હવસનો શિકાર બનાવી હોવાની ફરિયાદ ઉઠી છે. ઇસરી પોલીસે આ મામલે પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.લગ્નની લાલચ આપી આચર્યું પાપ ઘટનાની મળતી માહિતી અનુસાર, આરોપી યુવકે સગીરાને લગ્ન કરી લેવાની લાલચ આપી વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ તે વિદ્યાર્થિનીને પટાવી ફોસલાવી પોતાના ઘરે લઈ ગયો હતો. યુવકે સગીરાને પોતાના ઘરે ગોંધી રાખી તેની મરજી વિરૂદ્ધ વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું સામે આવ્યું છે. સગીરાને લગ્નના બહાને પ્રેમજાળમાં ફસાવી યુવક સતત તેનું શારીરિક શોષણ કરતો રહ્યો હતો. બનેવીના ઘરે પણ લઈ ગયો આટલેથી ન અટકતા, આરોપી યુવક થોડા દિવસ સગીરાને પોતાના ઘરે રાખ્યા બાદ તેને તેના બનેવીના ઘરે પણ લઈ ગયો હતો. સગીરા ગુમ થતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી, જેમાં આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. હવસખોર યુવકના ચુંગાલમાંથી છૂટેલી પીડિતાએ આપવીતી જણાવતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. પોલીસે આરોપીને જેલભેગો કર્યો આ મામલે સગીરાના પરિવાર દ્વારા ઇસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે દુષ્કર્મ અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ઇસરી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ નરાધમ આરોપીને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ પણ વાંચો - Aravalli News: ધનસુરા પોલીસે પોક્સો અને દુષ્કર્મના ગુનાના આરોપીને ઝડપ્યો

Read Full Story arrow_forward
India Vs New Zealand Final : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બ્લૂ આર્મીના રંગમાં રંગાયુ, જુઓ Photos
calendar_today March 8, 2026

India Vs New Zealand Final : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બ્લૂ આર્મીના રંગમાં રંગાયુ, જુઓ Photos

ટી-20 વિશ્વકપમાં આજે ભારત પાસે ઈતિહાસ રચવાની મોટી તક છે. ભારત ઘર આંગણે વિશ્વકપ જીતનાર ટીમ બની શકે છે. સતત ત્રીજી વખત ચેમ્પિયન બનવાની તક ભારત પાસે છે. ભારતીય ટીમ અગાઉ બે વખત ચેમ્પિયન બની ચૂકી છે, જો કે હજુ સુધી કોઈ ટીમ ઘર આંગણે ચેમ્પિયન બની શકી નથી.

Read Full Story arrow_forward
Punjab women scheme : પંજાબમાં મહિલાઓ માટે મોટી ભેટ,  દર મહિને આટલા રૂપિયાની સહાય
calendar_today March 8, 2026

Punjab women scheme : પંજાબમાં મહિલાઓ માટે મોટી ભેટ, દર મહિને આટલા રૂપિયાની સહાય

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે Punjab સરકારએ રાજ્યની મહિલાઓ માટે ઐતિહાસિક જાહેરાત કરી છે. મુખ્યમંત્રી Bhagwant Mannની આગેવાની હેઠળ “મુખ્યમંત્રી માવા-ધ્યાન સત્કાર યોજના” શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરની દરેક પાત્ર મહિલાને દર મહિને ₹1,000ની આર્થિક સહાય આપવામાં આવશે. જ્યારે અનુસૂચિત જાતિ (SC) મહિલાઓને દર મહિને ₹1,500 મળશે. Harpal Singh Cheema દ્વારા વિધાનસભામાં આ જાહેરાત રાજ્યના બજેટ દરમિયાન નાણામંત્રી Harpal Singh Cheema દ્વારા વિધાનસભામાં કરવામાં આવી હતી. સરકારના અંદાજ મુજબ રાજ્યની લગભગ 97 ટકા મહિલાઓ આ યોજનાથી લાભાન્વિત થશે. આ સહાય રકમ સીધી મહિલાઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જેથી પારદર્શિતા જળવાઈ રહે અને કોઈ મધ્યસ્થીની જરૂર ન પડે. યોજના શા માટે મહત્વપૂર્ણ છે? સરકારના કહેવા મુજબ, આ યોજના મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવશે. ઘણી મહિલાઓ ઘરકામમાં વ્યસ્ત રહેતી હોય છે અને તેમને પોતાની જરૂરિયાતો માટે આર્થિક સ્વતંત્રતા ન હોતી. દર મહિને મળતી આ સહાય તેમના નાના ખર્ચ, બાળકોના શિક્ષણ, આરોગ્ય કે અન્ય જરૂરિયાતોમાં ઉપયોગી સાબિત થશે. ખાસ કરીને SC સમુદાયની મહિલાઓ માટે ₹1,500ની સહાય સામાજિક ન્યાય તરફ મોટું પગલું ગણાય છે. કોણ પાત્ર રહેશે? સરકારે યોજના માટે કેટલાક સ્પષ્ટ નિયમો નક્કી કર્યા છે: 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ પાત્ર રહેશે. આવકવેરો ભરતી મહિલાઓને આ લાભ મળશે નહીં. હાલ સાંસદ (MP) અથવા ધારાસભ્ય (MLA) તરીકે હોદ્દો ધરાવતી મહિલાઓને લાભ નહીં મળે. પહેલેથી સામાજિક સુરક્ષા પેન્શન લેતી મહિલાઓને પણ આ યોજનાનો લાભ ચાલુ રહેશે. આ નિર્ણયથી વૃદ્ધ, વિધવા અને આર્થિક રીતે નબળી મહિલાઓને વધારાનો લાભ મળશે. ચૂંટણી વચન પૂરું કરવાનો પ્રયાસ આ યોજના Aam Aadmi Party દ્વારા ચૂંટણી પહેલા આપવામાં આવેલા વચનોમાંની એક હતી. પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક Arvind Kejriwal અને મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા મહિલાઓને આર્થિક સહાય આપવાની ગેરંટી આપવામાં આવી હતી. હવે સરકાર આ વચનને અમલમાં મૂકી રહી છે. સરકારો મહિલાઓને માત્ર વોટ બેંક સરકારનું કહેવું છે કે અગાઉની સરકારો મહિલાઓને માત્ર વોટ બેંક તરીકે જોતાં હતી, જ્યારે હવે સીધી રીતે તેમના હાથમાં આર્થિક સત્તા સોંપવામાં આવી રહી છે. સત્તામાં 4 વર્ષ પૂર્ણ કર્યા પછી, માન સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેની રાજનીતિ વચનોને હકીકતમાં બદલવાની છે. વિપક્ષની પ્રતિક્રિયા અને રાજકીય અસર આ નિર્ણયથી રાજકીય માહોલ ગરમાયો છે. વિપક્ષી પક્ષો આ યોજનાની નાણાકીય અસર અંગે સવાલો ઉઠાવી રહ્યા છે, જ્યારે AAP નેતૃત્વ તેને મહિલા સશક્તિકરણનું ઐતિહાસિક પગલું ગણાવી રહ્યું છે. આવનારા સમયમાં આ યોજના રાજ્યની રાજનીતિમાં મહત્વપૂર્ણ મુદ્દો બની શકે છે. “મુખ્યમંત્રી માવા-ધ્યાન સત્કાર યોજના” એકંદરે જોવામાં આવે તો “મુખ્યમંત્રી માવા-ધ્યાન સત્કાર યોજના” પંજાબની મહિલાઓ માટે આર્થિક સુરક્ષા અને આત્મનિર્ભરતા તરફનું મોટું પગલું છે. જો યોજના યોગ્ય રીતે અમલમાં મૂકાશે, તો તે લાખો પરિવારોના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવી શકે છે.આ પણ વાંચો : Mumbai : સાંજે 4 વાગ્યે વિસ્ફોટ'ની ધમકીથી મુંબઈની નાયર હોસ્પિટલમાં હડકંપ

Read Full Story arrow_forward