android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Panchmahal News: ગોધરા સબ જેલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ, મહિલા કેદીઓને કાનૂની અધિકારો અંગે માર્ગદર્શન અપાયું
calendar_today March 8, 2026

Panchmahal News: ગોધરા સબ જેલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ, મહિલા કેદીઓને કાનૂની અધિકારો અંગે માર્ગદર્શન અપાયું

સમગ્ર વિશ્વમાં જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પંચમહાલ જિલ્લાની ગોધરા સબ જેલ ખાતે પણ એક વિશેષ અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલના સળિયા પાછળ રહેલી મહિલાઓના જીવનમાં સકારાત્મકતા લાવવા અને તેમને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાના ઉમદા હેતુ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંદાજે 150 જેટલા બંદીવાનો, જેમાં મહિલા બંદીવાનોનો પણ સમાવેશ થાય છે, તેમજ જેલના મહિલા સ્ટાફે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેલના વાતાવરણમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.કાનૂની સહાય અને માર્ગદર્શન મહિલા દિવસની આ વિશેષ ઉજવણી માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત ન રહેતા, મહિલા કેદીઓના સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સભ્યો દ્વારા મહિલા કેદીઓને તેમના કાનૂની હકો, જેલમાં મળતી વિવિધ સગવડો અને ન્યાયિક પ્રક્રિયા અંગે વિસ્તૃત કાનૂની માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કેદીઓને તેમની મુશ્કેલીઓ રજૂ કરવાની અને કાયદાકીય સહાય કેવી રીતે મેળવવી તે અંગેની સમજ પૂરી પાડવામાં આવી હતી. પ્રાર્થના અને ભજનથી ગુંજી ઉઠી જેલ કાર્યક્રમની શરૂઆત અને મધ્યમાં આધ્યાત્મિક શાંતિ માટે પ્રાર્થના અને ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિમય વાતાવરણને કારણે કેદીઓના માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય અને તેઓ સમાજની મુખ્યધારામાં પાછા ફરવા પ્રેરાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહાનુભાવોની ઉપસ્થિતિ આ પ્રસંગે જેલ અધિક્ષક આર. બી. મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જેલ પ્રશાસન તરફથી મહિલા કેદીઓના કલ્યાણ માટે લેવાતા પગલાંની માહિતી આપી હતી. આ ઉપરાંત, જેલ મુલાકાતી બોર્ડના સભ્ય અને નિવૃત પ્રિન્સિપાલ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પ્રતિષ્ઠિત સભ્યોએ હાજર રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. આ કાર્યક્રમ દ્વારા જેલ પ્રશાસને સાબિત કર્યું છે કે, જેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી, પરંતુ સુધારણાનું ધામ પણ બની શકે છે. આ પણ વાંચો - Panchmahal: શહેરાના ડેમલીમાં તંત્રનું ડિમોલિશન, વર્ષોથી કબ્જો કરી બેઠેલા 25થી વધુ દબાણો દૂર કરાયા

Read Full Story arrow_forward
Gujarat weather News: રાજ્યના અનેક વિસ્તારોમાં હિટવેવની અસર, રસ્તા સૂમસામ બન્યા
calendar_today March 8, 2026

Gujarat weather News: રાજ્યના અનેક વિસ્તારોમાં હિટવેવની અસર, રસ્તા સૂમસામ બન્યા

રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં હિટવેવની આગાહી કરી છે. ખાસ કરીને કચ્છ, રાજકોટ સહિતના વિસ્તારોમાં આજે હિટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે આવતીકાલે અમદાવાદ, વડોદરા અને બનાસકાંઠામાં પણ ગરમીનો તાપ વધવાની શક્યતા છે. ગરમીના કારણે લોકોના આરોગ્ય પર અસર ન થાય તે માટે તબીબો પણ ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે.લોકોને દિવસ દરમિયાન તીવ્ર ગરમીનો અનુભવ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ઘણા જિલ્લાઓમાં આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાનો છે. આજે કચ્છ અને રાજકોટ જિલ્લામાં હિટવેવ રહેવાની શક્યતા છે. જ્યારે આવતીકાલે અમદાવાદ, વડોદરા અને બનાસકાંઠામાં ગરમીનો પારો વધુ ચઢી શકે છે.આ ઉપરાંત અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટ સહિતના વિસ્તારોમાં પણ ગરમીનું પ્રમાણ વધશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ રહેતા ઉકળાટભર્યું વાતાવરણ સર્જાશે. ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાતા ગરમ પવનોના કારણે લોકોને દિવસ દરમિયાન તીવ્ર ગરમીનો અનુભવ થશે. હિટવેવ દરમિયાન ખાસ સાવચેતી રાખવી જરૂરી તબીબોના જણાવ્યા મુજબ હિટવેવ દરમિયાન ખાસ સાવચેતી રાખવી જરૂરી છે.ખાસ કરીને બપોરે 12 થી 4 વાગ્યા સુધી શક્ય હોય તેટલું બહાર ન નીકળવું જોઈએ. પૂરતું પાણી પીવું, લીંબુ પાણી, છાસ અને ઓઆરએસ જેવા પ્રવાહીનું સેવન કરવું જોઈએ.બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો માટે ખાસ કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે. બહાર જવું પડે તો છત્રી, ટોપી અથવા રૂમાલનો ઉપયોગ કરવો અને હળવા તથા કોટન કપડાં પહેરવા જોઈએ. લાંબા સમય સુધી તડકામાં રહેવું ટાળવું ગરમીના દિવસોમાં શરીરમાં પાણીની ઉણપ ન થાય તે માટે વધુ પ્રવાહી લેવો જોઈએ. લાંબા સમય સુધી તડકામાં રહેવું ટાળવું જોઈએ, નહીં તો હીટસ્ટ્રોક જેવી સમસ્યા થઈ શકે.” જો કે ગરમીની આગાહી વચ્ચે શહેરના રોડ રસ્તા મૃગજળ સમાંન જોવા મળી રહ્યા છે ત્યારે રોડ પણ સન્નનાટામય જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમી વધુ વધવાની શક્યતા વ્યક્ત કરી છે. તેથી લોકો સાવચેતી રાખે અને તબીબોની સલાહનું પાલન કરે તે ખૂબ જ જરૂરી બન્યું છે. આ પણ વાંચોઃ PM Modi: રાષ્ટ્રપતિનું અપમાન એ દેશનું અપમાન, રાષ્ટ્રપતિના પ્રોટોકોલ પર બોલ્યા PM મોદી

Read Full Story arrow_forward
Sabarkantha News: પ્રાંતિજમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની મોટી કાર્યવાહી, 5 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ
calendar_today March 8, 2026

Sabarkantha News: પ્રાંતિજમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની મોટી કાર્યવાહી, 5 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ

ગુજરાતમાં નશાબંધીના કડક અમલ વચ્ચે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં નશીલા પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ની ટીમ દ્વારા બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને ગાંજાના મોટા જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય શખ્સોની શોધખોળ તેજ કરી છે.5.177 કિલો ગ્રામ ગાંજો જપ્ત એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે હાથ ધરેલી તપાસમાં પ્રાંતિજ વિસ્તારમાંથી કુલ 5.177 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. આ જથ્થાની કિંમત બજારમાં લાખો રૂપિયા આંકવામાં આવી રહી છે. ટાસ્ક ફોર્સની આ ત્વરિત કાર્યવાહીથી ડ્રગ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આરોપીઓની ધરપકડ અને કાર્યવાહી આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી માલજી બુબડીયાની સ્થળ પરથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, તપાસ દરમિયાન કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીરની સંડોવણી પણ સામે આવી છે, જેની વિરૂદ્ધ પણ નિયમ મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સપ્લાયરની શોધખોળ ચાલુ પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ નશીલા પદાર્થનો જથ્થો ભુજના વીરા પઠાણ નામના કુખ્યાત ગાંજા સપ્લાયર દ્વારા મોકલવામાં આવ્યો હતો. હાલમાં વીરા પઠાણ પોલીસ પકડથી દૂર હોવાથી તેને ફરાર જાહેર કરી, એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા તેને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ રેકેટ પાછળ અન્ય કેટલા લોકો સંકળાયેલા છે અને આ માલ ક્યાં સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ પણ વાંચો - સાબરકાંઠા જિલ્લામાં રંગોત્સવ તહેવાર શાંતિપૂર્ણ સંપન્ન

Read Full Story arrow_forward