android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
UN ફેલોશિપ ટ્રેનિંગ કાર્યક્રમનું સમાપન, 13 દેશના 18 અધિકારીઓએ લીધો ભાગ
calendar_today March 7, 2026

UN ફેલોશિપ ટ્રેનિંગ કાર્યક્રમનું સમાપન, 13 દેશના 18 અધિકારીઓએ લીધો ભાગ

એશિયા-પેસિફિક ક્ષેત્ર માટે નાના શસ્ત્રો અને હળવા શસ્ત્રો નિયંત્રણ પર સંયુક્ત રાષ્ટ્ર ફેલોશિપ તાલીમ કાર્યક્રમ જબલપુરની મિલિટરી કોલેજ ઓફ મટિરિયલ્સ મેનેજમેન્ટ ખાતે પૂર્ણ થયો. ત્રણ અઠવાડિયાના આ કાર્યક્રમમાં એશિયામાં પ્રથમ વખત યુએન ફેલોશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ગેરકાયદેસર નાના શસ્ત્રોના પ્રસારને રોકવા માટેના વૈશ્વિક પ્રયાસોમાં ભારતની વધતી ભૂમિકા પર પ્રકાશ પાડે છે.શસ્ત્રોની ગેરકાયદેસર હેરફેર અટકાવવાની થઈ ચર્ચા આ કાર્યક્રમમાં 13 ઈન્ડો-પેસિફિક દેશોના 18 મિત્ર દેશોએ નાના અને હળવા શસ્ત્રોની ગેરકાયદેસર હેરફેર અને દુરુપયોગને કેવી રીતે અટકાવી શકાય તેની ચર્ચા કરવા માટે એકત્ર થયા હતા. આ કાર્યક્રમમાં શસ્ત્રોના ગેરકાયદેસર પ્રસારનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય નિયમનકારી માળખા અને સ્ટોકપાઈલ મેનેજમેન્ટ પર તાલીમ આપવામાં આવી હતી. મજબૂત સંસ્થાકીય પદ્ધતિઓના મહત્વ પર પ્રકાશ પાડ્યો આ કાર્યક્રમમાં બોલતા લેફ્ટનન્ટ જનરલ સંજય સેઠી, AVSM, VSM, કમાન્ડન્ટ MCMMએ ગેરકાયદેસર નાના શસ્ત્રોના પ્રસાર દ્વારા ઉભા થતા સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે બહુપક્ષીય સહયોગ, વ્યાવસાયિક તાલીમ અને મજબૂત સંસ્થાકીય પદ્ધતિઓના મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે જવાબદાર શસ્ત્ર વહીવટ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા પહેલને આગળ વધારવામાં સંયુક્ત રાષ્ટ્ર સાથે તેની સતત ભાગીદારીનો પુનરોચ્ચાર કર્યો. આ પણ વાંચો : India heatwave : ભારતમાં ગરમીનો એલર્ટ, 417 જિલ્લાઓમાં ભારે અસર પડી શકે

Read Full Story arrow_forward
Keshod News: આંબાવાડીના શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ, રેડીમેઇડ કાપડની દુકાન બળીને ખાખ
calendar_today March 7, 2026

Keshod News: આંબાવાડીના શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ, રેડીમેઇડ કાપડની દુકાન બળીને ખાખ

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આવેલા વ્યસ્ત આંબાવાડી વિસ્તારમાં આજે આગની એક ગમખ્વાર ઘટના બની છે. અહીં આવેલા સમ્રાટ શોપિંગ સેન્ટરમાં એક રેડીમેઇડ કાપડની દુકાનમાં અચાનક આગ લાગતા જોતજોતામાં સમગ્ર દુકાન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. રવિવારના દિવસે બનેલી આ ઘટનાને પગલે બજારમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.વેપારીઓની સતર્કતા અને બચાવ કામગીરી આગ લાગતા જ આસપાસના અન્ય વેપારીઓ સતર્ક થઈ ગયા હતા અને તુરંત બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી, ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ સ્થાનિકો અને અન્ય વેપારીઓએ એકઠા થઈને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બચાવ કામગીરી દરમિયાન દુકાનના કાચ તૂટવાથી એક વેપારીને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વેપારીઓની સમયસૂચકતાને કારણે આગ અન્ય દુકાનોમાં ફેલાતી અટકી હતી, જેનાથી મોટી જાનહાનિ અને વધુ નુકસાન ટળી ગયું હતું. લાખોનું નુકસાન અને ફાયર બ્રિગેડની કામગીરી ઘટનાની જાણ થતા જ કેશોદ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી. જોકે, આગ એટલી ભીષણ હતી કે દુકાનમાં રહેલો રેડીમેઇડ કાપડનો તમામ જથ્થો અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયા છે, જેના કારણે વેપારીને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
CM ભૂપેન્દ્ર પટેલે TMC સરકારની વર્તણૂંકને વખોડી, આદિવાસી સમાજના અપમાન મુદ્દે મુખ્યમંત્રીનું નિવેદન
calendar_today March 7, 2026

CM ભૂપેન્દ્ર પટેલે TMC સરકારની વર્તણૂંકને વખોડી, આદિવાસી સમાજના અપમાન મુદ્દે મુખ્યમંત્રીનું નિવેદન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આદિવાસી સમાજના અપમાનના મુદ્દે TMC સરકારની વર્તણૂંકને લઈને કડક શબ્દોમાં પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજની પરંપરાઓ અને સંસ્કૃતિને હંમેશા આદર અને યોગ્ય સ્થાન મળવું જોઈએ.રાષ્ટ્રપતિના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવેદનમાં રાષ્ટ્રપતિના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિનું કાર્યાલય દેશની એકતા, ગૌરવ અને બંધારણીય મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી તે પ્રત્યે હંમેશા ઉચ્ચતમ આદર સાથે વર્તવું જોઈએ. સમુદાયના લોકો ભાગ ન લઇ શક્યા તે દુર્ભાગ્યુપૂર્ણ મુખ્યમંત્રીએ જણાવ્યું કે સમાજના લોકો ભાગ લઈ શક્યા નહોતાં, જે દુર્ભાગ્યપૂર્ણ છે. આ ઘટનાને લઈને તેમણે TMC સરકારની વર્તણૂંકને દુઃખદ ગણાવી હતી. તેમણે વધુમાં કહ્યું કે દેશના આદિવાસી સમાજે હંમેશા ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓને સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. TMC આદિવાસી સમુદાય પ્રત્યે આવી અવગણના ન કરે CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કોઈપણ સરકાર દ્વારા આદિવાસી સમાજની અવગણના થવી યોગ્ય નથી. તેમણે TMC સરકારને આ મુદ્દે સંવેદનશીલતા દાખવવા અપીલ કરી છે. આ પણ વાંચો----    Gandhinagar : રાજ્યની મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદારોનું શાસન, વર્તમાન બોર્ડની મુદત પુરી

Read Full Story arrow_forward