Porbandar News : પોરબંદરમાં જીલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખનું રાજીનામું
પોરબંદર જિલ્લામાં ભાજપના એક મહત્વના નેતાએ પોતાના પદ પરથી રાજીનામું આપતા સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. જિલ્લાની ભાજપ સંગઠનમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે કાર્યરત કાંતિ ઘેડિયાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.કાંતિ ઘેડીયાએ અંગત કારણોસર આ નિર્ણય લીધો મળતી માહિતી મુજબ કાંતિ ઘેડીયાએ અંગત કારણોસર આ નિર્ણય લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે તેમના રાજીનામા પાછળના ચોક્કસ કારણો અંગે રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. તાજેતરમાં જ કાંતિ ઘેડીયાની કરાઇ હતી વરણી ઉલ્લેખનીય છે કે કાંતિ ઘેડીયાની તાજેતરમાં જ પોરબંદર જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. નવી જવાબદારી સંભાળ્યા પછી થોડા જ સમયમાં તેમના રાજીનામાની ઘટનાએ રાજકીય ચર્ચાને વધુ તેજ બનાવી છે. આ પણ વાંચો---- Gandhinagar : રાજ્યની મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદારોનું શાસન, વર્તમાન બોર્ડની મુદત પુરી
Read Full Story arrow_forward