android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : મહેસુલ વિભાગ દ્વારા ગાંધીનગરમા "પોટલક ગેધરીંગ"નુ આયોજન કરાયું, અધિકારીઓ માટે ‘ટીમ બિલ્ડિંગ’ કાર્યક્રમ
calendar_today March 7, 2026

Gandhinagar News : મહેસુલ વિભાગ દ્વારા ગાંધીનગરમા "પોટલક ગેધરીંગ"નુ આયોજન કરાયું, અધિકારીઓ માટે ‘ટીમ બિલ્ડિંગ’ કાર્યક્રમ

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ (ACS) જયંતિ રવિની પ્રેરણા અને નવીન પહેલ હેઠળ આજે મહેસૂલ વિભાગના અધિકારીઓ માટે ગાંધીનગરમા "પોટલક ગેધરીંગ"નું આયોજન કરાયું હતું. વધુમાં એક વિશેષ 'ટીમ બિલ્ડિંગ' અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.તાલમેલ વધારવા માટેનો આ એક સરાહનીય પ્રયાસ આ કાર્યક્રમમાં માત્ર વહીવટી ચર્ચાઓ જ નહીં, પરંતુ અધિકારીઓની સર્જનાત્મકતા અને ખેલદિલી ખીલે તે હેતુથી પેઇન્ટિંગ (ચિત્રકલા) અને વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી કાર્યની વ્યસ્તતા વચ્ચે અધિકારીઓમાં માનસિક તાજગી અને પરસ્પર તાલમેલ વધારવા માટેનો આ એક સરાહનીય પ્રયાસ હતો. સ્પર્ધાઓમાં અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો આ કાર્યક્રમમાં રાહત કમિશનર આલોક પાંડે, સેટલમેન્ટ કમિશનર શ્રીમતી બીજલ શાહ તેમજ NDRFના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ટીમ બિલ્ડિંગના ભાગરૂપે યોજાયેલી રમતગમતની સ્પર્ધાઓમાં અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેનાથી તેમની વચ્ચે 'ટીમ વર્ક'ની ભાવના પ્રબળ બની હતી. આ ઉપરાંત, પેઇન્ટિંગ એક્ટિવિટી દ્વારા કર્મચારીઓએ પોતાની કલાત્મક સૂઝ રજૂ કરી હતી. NDRFના અધિકારીઓ સાથે આપત્તિ વ્યવસ્થાપન અને મહેસૂલ તંત્ર વચ્ચેના સમન્વયને એક નવો આયામ આપ્યો હતો. કાર્યક્રમના અંતે 'પોટલક' ભોજનનું આયોજન કરાયું અધિક મુખ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે, કલા અને રમતગમત માનવીને તણાવમુક્ત રાખી નવી ઉર્જા આપે છે, જે કાર્યક્ષમ વહીવટ માટે અનિવાર્ય છે. કાર્યક્રમના અંતે 'પોટલક' ભોજનનું આયોજન કરાયું હતું, જેમાં તમામ અધિકારીઓએ એકસાથે ભોજન લઈ સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા મહેસૂલ વિભાગના અધિકારીઓએ એક મજબૂત ટીમ તરીકે રાજ્યની જનતાની સેવા કરવા માટેનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.આ પણ વાંચો---   Gandhinagar : રાજ્યની મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદારોનું શાસન, વર્તમાન બોર્ડની મુદત પુરી

Read Full Story arrow_forward
Bhavnagar News: માઢીયા ગામે દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો; 1000 લિટર જેટલો આથો ઝડપાયો
calendar_today March 7, 2026

Bhavnagar News: માઢીયા ગામે દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો; 1000 લિટર જેટલો આથો ઝડપાયો

ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલા માઢીયા ગામે લાંબા સમયથી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર સનેસ પોલીસે ઓચિંતી રેડ પાડી છે. પોલીસને બાતમી મળી હતી કે માઢીયા ગામની સીમમાં મોટા પાયે દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ ચાલી રહી છે, જેના આધારે કાફલાએ દરોડો પાડી ગેરકાયદેસર અડ્ડાનો પર્દાફાશ કર્યો હતો.મોટી માત્રામાં મુદ્દામાલ નષ્ટ કરાયો સનેસ પોલીસની આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી દેશી દારૂ બનાવવાની સામગ્રી અને તૈયાર દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે 995 લિટર દેશી દારૂ ગાળવાનો આથો તેમજ 8 લિટર તૈયાર દેશી દારૂ જપ્ત કરી તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ ભઠ્ઠી ચલાવવા બદલ પોલીસે શિલ્પાબેન પાલીયા નામની મહિલા વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ભાવનગર શહેરમાં થતી હતી સપ્લાય તપાસમાં સામે આવ્યું છે કે આ ભઠ્ઠી ભાલ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં લાંબા સમયથી કાર્યરત હતી. અહીં તૈયાર થયેલો દેશી દારૂ ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા દારૂના અડ્ડાઓ પર સપ્લાય કરવામાં આવતો હતો. ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ ભાગમાં પોલીસની નજરથી બચવા માટે આ નેટવર્ક ચલાવવામાં આવતું હતું. જોકે, સનેસ પોલીસની આ સફળ કાર્યવાહીથી બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
PM મોદીએ બંગાળમાં રાષ્ટ્રપતિના અપમાનને લઈને કહ્યું 'આ શરમજનક છે, TMCએ તમામ મર્યાદાઓ પાર કરી'
calendar_today March 7, 2026

PM મોદીએ બંગાળમાં રાષ્ટ્રપતિના અપમાનને લઈને કહ્યું 'આ શરમજનક છે, TMCએ તમામ મર્યાદાઓ પાર કરી'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના તાજેતરના નિવેદન પર ગંભીર પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટથી પોસ્ટ કરી છે. તેમાં જણાવ્યું છે કે રાષ્ટ્રપતિએ જે પીડા વ્યક્ત કરી છે તે સમગ્ર દેશ માટે ચિંતાજનક છે અને આ મામલે યોગ્ય કાયદેસરની કાર્યવાહી જરૂરી છે. #TMCનું આ પ્રકારનું વર્તન અસ્વીકાર્ય વડાપ્રધાને કહ્યું કે તૃણમૂલ કૉંગ્રેસ (TMC)એ તમામ મર્યાદાઓ પાર કરી છે અને રાષ્ટ્રપતિના અપમાન માટે જવાબદાર છે. મોદીએ આ સ્પષ્ટ કર્યું કે આ પ્રકારના વર્તન અસ્વીકાર્ય છે અને આ ઘટના શરમજનક છે, જે પહેલાં ક્યારેય જોવા મળી નથી. તેમના શબ્દોમાં TMCએ ખાસ કરીને આદિવાસી સમુદાયનું અપમાન કર્યું છે, જે દેશની સાંસ્કૃતિક અને સમાજિક સંવેદનાશીલતા સામે જાય છે. રાષ્ટ્રપતિ પદને સર્વોત્તમ સન્માન મળે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પદના મહત્ત્વને પણ રેખાંકિત કર્યું છે અને જણાવ્યું કે રાષ્ટ્રપતિ પદ રાજનીતિથી હંમેશા ઉપર હોવું જોઈએ. રાષ્ટ્રપતિ પદને સર્વોત્તમ સન્માન મળે તે માટે દેશના તમામ લોકો અને સરકારોનું કર્તવ્ય છે. તેમના મતે બંગાળ સરકારની આ ઘટનામાં સીધી જવાબદારી છે અને સરકાર દ્વારા આવી ઘટનાઓને રોકવા માટે તરત પગલાં લેવા આવશ્યક છે. કોઈપણ રાજકીય પક્ષ રાષ્ટ્રપતિ પદ અથવા તેની પ્રતિષ્ઠા પર પ્રહારો ન કરે વડાપ્રધાન મોદીનું નિવેદન દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે. તેમણે સૌને યાદ અપાવ્યું કે રાષ્ટ્રપતિ પદની મૂલ્યવાનતા અને સૌજન્યનું હંમેશા સન્માન થવું જોઈએ. આ પોસ્ટ દ્વારા વડાપ્રધાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોઈપણ રાજકીય પક્ષ રાષ્ટ્રપતિ પદ અથવા તેની પ્રતિષ્ઠા પર પ્રહારો ન કરે. આ ઘટનાને લઈને રાજકીય દળોમાં તીવ્ર ચર્ચા શરૂ થઈ છે અને લોકોમાં ચિંતાનો માહોલ છે. વડાપ્રધાનના નિવેદનથી સાબિત થાય છે કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિના સન્માનની કડક સુરક્ષા માટે જાગૃત છે. આ પણ વાંચો : Iran Israel War : અમેરિકાના હુમલાથી ઈરાનનું જહાજ થયું ધ્વસ્ત, વિદેશમંત્રીએ જણાવ્યું ભારતનું સ્ટેન્ડ

Read Full Story arrow_forward