android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
India heatwave : ભારતમાં ગરમીનો એલર્ટ,  417 જિલ્લાઓમાં ભારે અસર પડી શકે
calendar_today March 7, 2026

India heatwave : ભારતમાં ગરમીનો એલર્ટ, 417 જિલ્લાઓમાં ભારે અસર પડી શકે

ભારતમાં આબોહવા પરિવર્તનની અસર હવે સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. એક નવા અહેવાલ મુજબ દેશના મોટા ભાગના જિલ્લાઓ અતિશય ગરમીના ગંભીર જોખમ હેઠળ આવી ગયા છે. વધતી ગરમી સાથે હવે માત્ર તપતી બપોર જ નહીં પરંતુ ગૂંગળામણ કરતી રાતો અને વધતી ભેજ પણ લોકોના આરોગ્ય માટે ખતરનાક બની રહી છે.  દેશની 76 ટકા વસ્તી અહેવાલમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ અભ્યાસમાં દેશના 734 જિલ્લાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં 1982 થી 2022 સુધીના હવામાનના વલણોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. અહેવાલ મુજબ ભારતના લગભગ 57 ટકા જિલ્લાઓ, એટલે કે દેશની 76 ટકા વસ્તી, હવે અતિશય ગરમીના જોખમમાં જીવી રહી છે. આ આંકડો દર્શાવે છે કે ગરમીનું સંકટ હવે માત્ર કેટલાક વિસ્તારો પૂરતું મર્યાદિત નથી રહ્યું પરંતુ દેશભરમાં ફેલાઈ રહ્યું છે. 417 જિલ્લાઓ ‘ઉચ્ચ જોખમ’માં CEEWના આંકડા મુજબ દેશના 417 જિલ્લાઓને ‘ઉચ્ચ જોખમ’ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે, જ્યારે લગભગ 201 જિલ્લાઓ મધ્યમ જોખમમાં છે. ગરમીના જોખમમાં સૌથી વધુ આવતાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં Delhi Andhra Pradesh Goa Kerala Maharashtra Gujarat Rajasthan Karnataka Tamil Nadu Uttar Pradesh રસપ્રદ બાબત એ છે કે ગરમીનો ખતરો માત્ર શહેરોમાં જ નથી. મોટા શહેરો જેમ કે દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુ તો જોખમમાં છે જ, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરતા ખેતમજૂરો માટે સ્થિતિ વધુ ગંભીર બની શકે છે, કારણ કે તેઓ ખુલ્લા આકાશ નીચે લાંબા સમય સુધી કામ કરે છે. ગરમ રાતો હવે વધુ ખતરનાક આ અભ્યાસમાં સૌથી ચિંતાજનક તારણ ‘ગરમ રાતો’માં વધારો છે. છેલ્લા દાયકામાં એટલે કે 2012 થી 2022 વચ્ચે દેશના લગભગ 70 ટકા જિલ્લાઓમાં દર ઉનાળે ઓછામાં ઓછી પાંચ અત્યંત ગરમ રાતો નોંધાઈ છે. જ્યારે રાત્રિ દરમિયાન તાપમાન વધારે રહે છે ત્યારે શરીરને દિવસ દરમિયાન મળેલી ગરમીમાંથી બહાર આવવાની તક મળતી નથી. પરિણામે હીટ સ્ટ્રોક, થાક, ડિહાઇડ્રેશન અને હૃદયરોગનું જોખમ વધે છે. વિશેષજ્ઞો કહે છે કે ગરમ દિવસોની સરખામણીમાં ગરમ રાતો વધુ ઝડપથી વધી રહી છે, જે ભવિષ્યમાં વધુ મોટી સમસ્યા બની શકે છે. અહેવાલ મુજબ ઉત્તર ભારતના ઘણા જિલ્લાઓમાં ભેજનું પ્રમાણ પણ ઝડપથી વધી રહ્યું છે. અગાઉ જે વિસ્તારો સુકા ગણાતા હતા ત્યાં હવે દરિયાકાંઠા જેવા ભેજના સ્તર જોવા મળી રહ્યા છે. છેલ્લા દસ વર્ષમાં ઇન્ડો-ગંગેટિક મેદાનોમાં ભેજ લગભગ 10 ટકા વધી છે. ઉદાહરણ તરીકે: Kanpur Jaipur Varanasi Delhi આ શહેરોમાં ભેજનું પ્રમાણ લગભગ 30-40 ટકા પરથી વધીને 40-50 ટકા થઈ ગયું છે. ભેજ વધારે હોય ત્યારે શરીર પરસેવાથી પોતાને ઠંડું રાખી શકતું નથી. પરિણામે વાસ્તવિક તાપમાન કરતા 3 થી 5 ડિગ્રી વધારે ગરમીનો અનુભવ થાય છે, જેને “હીટ ઈન્ડેક્સ” કહેવામાં આવે છે. હવે શું કરવું જરૂરી છે? વિશેષજ્ઞો માને છે કે અતિશય ગરમી હવે ભવિષ્યની ચેતવણી નથી પરંતુ આજની વાસ્તવિક સમસ્યા છે. તેથી સ્થાનિક સ્તરે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. મુખ્ય સૂચનો: દરેક જિલ્લામાં હીટ એક્શન પ્લાન બનાવવો શહેરી વિસ્તારોમાં કૂલ છત અને ગ્રીન કવર વધારવું ગરીબ લોકો માટે કૂલિંગ આશ્રયસ્થાનો બનાવવું પ્રારંભિક ચેતવણી પ્રણાલી મજબૂત બનાવવી હવામાન ડેટામાં રાત્રિના તાપમાન અને ભેજનો સમાવેશ કરવો હીટ એક્શન પ્લાન પર કામ ભારતના કેટલાક રાજ્યો જેમ કે Maharashtra, Odisha અને Gujarat પહેલાથી જ હીટ એક્શન પ્લાન પર કામ કરી રહ્યા છે, પરંતુ નિષ્ણાતો માને છે કે હવે તેને રાષ્ટ્રીય સ્તરે વિસ્તૃત કરવાની જરૂર છે. આ અહેવાલ એક સ્પષ્ટ સંદેશ આપે છે — અતિશય ગરમી હવે એક ગંભીર જાહેર આરોગ્ય સંકટ બની રહી છે અને તેને અટકાવવા માટે તાત્કાલિક નીતિગત અને માળખાકીય પગલાં લેવાની જરૂર છે. આ પણ વાંચો : India power demand : ઉનાળામાં વીજળીની માંગ 270 ગીગાવોટ સુધી પહોંચવાની શક્યતા

Read Full Story arrow_forward
Ind Vs NZ: ફાઇનલ મેચ પહેલા ખેલાડીઓ ભગવાનના શરણે, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાએ કર્યા હનુમાનજીના દર્શન
calendar_today March 7, 2026

Ind Vs NZ: ફાઇનલ મેચ પહેલા ખેલાડીઓ ભગવાનના શરણે, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાએ કર્યા હનુમાનજીના દર્શન

આવતીકાલે રવિવારે અમદાવાદના નમો સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ રમાવાની છે તે પહેલા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ હનુમાનજીના દર્શન કર્યા હતા.સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાએ કર્યા હનુમાનજીના દર્શન ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા સહિતના ખેલાડીઓએ હનુમાન દાદાના દર્શન કર્યા હતા અને ભવ્ય જીત માટે પ્રાર્થના કરી હતી સૂર્યકુમાર યાદવ ફેન્સને મળ્યા કોચ ગૌતમ ગંભીરની સાથે ખેલાડીઓ નમો સ્ટેડિયમમાં આવેલા હનુમાન ટેકરી મંદિરમાં ગયા હતા અને હનુમાન દાદાના દર્શન કર્યા હતા. દર્શન કર્યા બાદ સૂર્યકુમાર યાદવ ફેન્સને મળ્યા હતા અને મહિલા ક્રિકેટ પ્રેમીએ તૈયાર કરેલા પોસ્ટર પર સહી કરી હતી. એક્ટિવા પર જતા યુવકે સૂર્યકુમાર-હાર્દિકને મંદિરે ઉતાર્યા સ્ટેડિયમમાં પસાર થતી વખતે એક્ટિવા પર જતા યુવકે હાર્દિક પંડ્યા અને સૂર્યા કુમાર યાદવને મંદિરે ઉતાર્યા હતા જેથી ચાહકો ખુશ થઇ ગયા હતા. ખેલાડીઓએ હાઈ વોલ્ટેજ મેચ પહેલા ચમત્કારિક હનુમાનજી મહારાજના આશીર્વાદ લીધા હતા.આ પણ વાંચો---    Ind Vs NZ: ભારત માટે આ ખેલાડી સાબિત થશે ટ્રમ્પ કાર્ડ! T20 વર્લ્ડકપ ફાઈનલ પહેલા દિગ્ગજ ખેલાડીએ કરી ભવિષ્યવાણી

Read Full Story arrow_forward
Ahmedabad News: ટ્રાફિક નિયમ તોડશો તો 'યમરાજ' લેવા આવશે! ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો અનોખો પ્રયાસ
calendar_today March 7, 2026

Ahmedabad News: ટ્રાફિક નિયમ તોડશો તો 'યમરાજ' લેવા આવશે! ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો અનોખો પ્રયાસ

અમદાવાદીઓ માટે ટ્રાફિકના નિયમો તોડવા એ જાણે ડાબા હાથનો ખેલ હોય તેમ બેફામ વાહન હંકારતા જોવા મળે છે. ટ્રાફિકની આ ગંભીર સમસ્યા અને અકસ્માતો ઘટાડવા માટે આજે નેશનલ સર્વિસ સ્કીમ (NSS) દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે ટ્રાફિક જાગૃતિનો એક વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ યમરાજનો વેશ ધારણ કરી નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોને 'મોતનો ડર' બતાવી જાગૃત કર્યા હતા.પ્લે-કાર્ડ અને યમરાજ દ્વારા જાગૃતિ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસ અને આસપાસના રસ્તાઓ પર NSSના વિદ્યાર્થીઓ વિવિધ સ્લોગન લખેલા પ્લે-કાર્ડ સાથે ઉતરી આવ્યા હતા. 'હેલ્મેટ પહેરો, સુરક્ષિત રહો' અને 'ટ્રાફિક નિયમોનું પાલન કરો' જેવા સંદેશાઓ સાથે વિદ્યાર્થીઓએ વાહનચાલકોને અટકાવ્યા હતા. આ અભિયાનનું મુખ્ય આકર્ષણ 'યમરાજ' બનેલો વિદ્યાર્થી હતો, જેણે હેલ્મેટ વગરના અને ટ્રાફિક સિગ્નલ તોડતા ચાલકોને રોકીને સમજાવ્યું હતું કે, નિયમ તોડશો તો મારે લેવા આવવું પડશે. બહાનાબાજી કરતા અમદાવાદીઓ એક તરફ જ્યારે વિદ્યાર્થીઓ આકરી ગરમીમાં લોકોના જીવ બચાવવા મહેનત કરી રહ્યા હતા, ત્યારે બીજી તરફ હેલ્મેટ વગર પકડાયેલા વાહનચાલકો અવનવા બહાના કાઢતા નજરે પડ્યા હતા. કોઈએ 'ઘર નજીક છે' તો કોઈએ 'ભૂલી ગયા' હોવાના બહાના બતાવ્યા હતા. જોકે, યમરાજ બનેલા વિદ્યાર્થીએ તમામના બહાનાને બાજુ પર મૂકી સુરક્ષાનું મહત્વ સમજાવ્યું હતું. આ અનોખા પ્રયાસને સોશિયલ મીડિયા પર પણ ખૂબ સરાહના મળી રહી છે. આ પણ વાંચો - Ahmedabad News: NDPS કેસમાં કોર્ટનો ચુકાદો, ડ્રગ્સ માફિયાને 15 વર્ષની કેદ અને 2 લાખનો દંડ

Read Full Story arrow_forward