android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Haryana : જીંદમાં કલર ફેક્ટરીમાં ભીષણ આગ, 5 મહિલાઓના મોત
calendar_today March 7, 2026

Haryana : જીંદમાં કલર ફેક્ટરીમાં ભીષણ આગ, 5 મહિલાઓના મોત

હરિયાણાના જીંદ જિલ્લામાં આવેલી એક કલર ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાથી મોટો અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 5 મહિલાઓના મોત થયા છે જ્યારે 12 અન્ય મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ ઘટના હરિયાણાના Safidon વિસ્તારમાં આવેલી ગીતા કોલોનીમાં શનિવારે બપોરે બની હતી. અહીં હોળીના રંગો અને ગુલાલ બનાવતી એક ફેક્ટરીમાં અચાનક આગ લાગી અને થોડી જ વારમાં આખી ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ.  ફેક્ટરીમાં લગભગ 20 લોકો માહિતી અનુસાર, આ ફેક્ટરીમાં લગભગ 20 લોકો કામ કરતા હતા, જેમાં 15 મહિલાઓ અને પાંચ પુરુષોનો સમાવેશ થાય છે. આગ લાગી ત્યારે ઘણા કામદારો અંદર જ ફસાઈ ગયા હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે કામદારોને બહાર નીકળવાનો સમય પણ મળ્યો નહોતો. 5 મહિલા કામદારોના મોત આ દુર્ઘટનામાં પાંચ મહિલા કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 12 અન્ય લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘાયલોને તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એકને સફિદોન સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અન્ય ઘાયલોને અલગ અલગ હોસ્પિટલો જેમ કે Rohtak પીજીઆઈ, Hisar અને ખાનપુર મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ કેટલાક ઘાયલોની હાલત હજુ પણ ગંભીર છે. સ્થાનિક લોકોનું શું કહેવું છે ? સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આગ લાગ્યા બાદ ફેક્ટરીમાંથી ધુમાડો અને ચીસો સાંભળીને આસપાસના લોકો તરત જ ત્યાં દોડી આવ્યા હતા. ફેક્ટરીનો મુખ્ય દરવાજો બંધ હોવાથી અંદર ફસાયેલા કામદારોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી. કેટલાક લોકોએ દિવાલ તોડી કામદારોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોતાનો જીવ બચાવવા માટે ત્રણ મહિલાઓ ફેક્ટરીની છત પર ચઢી ગઈ અને ત્યાંથી નીચે કૂદી પડી. સદનસીબે તેઓ બચી ગઈ હતી. જોકે ઘણા કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. ગનપાઉડર જેવા પદાર્થોનો ઉપયોગ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફેક્ટરીમાં હોળીના રંગો અને ગુલાલ બનાવવા માટે રસાયણો તેમજ ગનપાઉડર જેવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો હતો. આગ લાગ્યા બાદ આ રસાયણોના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ ગઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.  ગીતા કોલોનીના રહેણાંક વિસ્તારમાં આ ફેક્ટરી ગીતા કોલોનીના રહેણાંક વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અહીં કોઈ ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ નહોતી. ફેક્ટરીનો મુખ્ય દરવાજો દિવસભર બંધ રાખવામાં આવતો હતો અને માત્ર કામદારો આવતાં-જતાં સમયે જ ખોલવામાં આવતો હતો. તપાસ ચાલી રહી આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મહિલાઓમાં સિંઘપુરા ગામની 51 વર્ષીય પિંકી, સફિદોનના વોર્ડ નંબર 9 ની રહેવાસી 50 વર્ષીય ગુડ્ડી, દિગ્ગી મોહલ્લાની 40 વર્ષીય પૂજા અને આદર્શ કોલોનીની 45 વર્ષીય ઉષાનો સમાવેશ થાય છે. એક અન્ય મહિલાની ઓળખ હજુ સુધી કરવામાં આવી નથી. ઘટનાની માહિતી મળ્યા બાદ જિલ્લા પ્રશાસન અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે મકાન માલિક અને ફેક્ટરી માલિક સામે કેસ નોંધ્યો છે અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક ટીમે પણ ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલમાં આ દુર્ઘટનાનું સાચું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને અને ઘાયલોને નિયમ મુજબ વળતર આપવામાં આવશે. આ પણ વાંચો : India oil policy : ‘અમને કોઈની પરવાનગીની જરૂર નથી’ રશિયા પાસેથી તેલ ખરીદી મુદ્દે ભારતનો મોટો સંદેશ

Read Full Story arrow_forward
Morbiના ટીંબડી ગામમાં ખેલાયો લોહીયાળ જંગ; 7 વર્ષના બાળકને બાથરૂમમાં પૂરવા બાબતે પાડોશીઓ સાથે મારામારી
calendar_today March 7, 2026

Morbiના ટીંબડી ગામમાં ખેલાયો લોહીયાળ જંગ; 7 વર્ષના બાળકને બાથરૂમમાં પૂરવા બાબતે પાડોશીઓ સાથે મારામારી

મોરબી તાલુકાના ટીંબડી ગામે આવેલી શ્રી હરિ સોસાયટીમાં પાડોશીઓ વચ્ચે થયેલી હિંસક મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. માત્ર બાળકોના તોફાન જેવી સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. ફરિયાદી પાયલબેનનો 7 વર્ષનો પુત્ર રૂદ્ર સોસાયટીમાં તોફાન કરી રહ્યો હતો. આ બાબતે ઉશ્કેરાઈને પાડોશમાં રહેતી એક યુવતીએ બાળકને પકડીને બાથરૂમમાં પૂરી દીધો હતો.ફરિયાદીના પુત્રને બાથરુમમાં પૂરી દેતા માથાકૂટજ્યારે પાયલબેનને આ વાતની જાણ થઈ અને તેમણે પોતાના પુત્રને બાથરૂમમાં પૂરવા બાબતે પાડોશીઓને ટોક્યા, ત્યારે મામલો બિચક્યો હતો. ટોકવા ગયેલા પાયલબેન પર પાડોશી પરિવારે હુમલો કર્યો હતો, જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા, જે હવે વાયરલ થઈ રહ્યા છે. પાયલબેનની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે પાડોશમાં રહેતા સંતોષ પાંડે, રાણીબેન પાંડે, નિકીબેન પાંડે અને એન્જલ પાંડે સામે ગુનો નોંધ્યો છે.પોલીસે પાડોશીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વાયરલ વીડિયો અને પાયલબેનની ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ શરૂ કરી છે. રહેણાંક સોસાયટીમાં આ પ્રકારે નાની વાતમાં મહિલા પર હુમલો થવાની ઘટનાને પગલે આસપાસના રહીશોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar : રાજ્યની મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદારોનું શાસન, વર્તમાન બોર્ડની મુદત પુરી
calendar_today March 7, 2026

Gandhinagar : રાજ્યની મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદારોનું શાસન, વર્તમાન બોર્ડની મુદત પુરી

રાજ્યની મહાનગરપાલિકાઓમાં વહિવટદારની નિમણૂક કરવામાં આવી છેવર્તમાન બોર્ડની મુદત પુરીઆગામી 10 માર્ચે રાજ્યની મહાનગરપાલિકાઓમાં વર્તમાન બોર્ડની મુદત પુરી થઇ રહી છે ત્યારે હવે આ મહાનગરપાલિકાઓમાં વહિવટદાર શાસન ચલાવશે. વહિવટદાર કોર્પોરેશનનો વહિવટ કરશે જ્યાં સુધી નવું બોર્ડ નહીં રચાય ત્યાં સુધી આ મહાનગરપાલિકાઓમાં વહિવટદાર કોર્પોરેશનનો વહિવટ કરશે અમદાવાદ કોર્પોરેશનમાં અગ્ર સચિવ મુકેશ કુમારની નિમણૂક સરકારે કરેલી જાહેરાત મુજબ અમદાવાદ કોર્પોરેશનમાં અગ્ર સચિવ મુકેશ કુમારની નિમણૂક કરવામાં આવી છે જ્યારે વડોદરામાં શાલિની અગ્રવાલને ચાર્જ સોંપાયો છે તો સુરતમાં શિક્ષણ સચિવ મિલિંદ તોરવણેની નિમણૂક કરાઇ છે અને ભાવનગરમાં હર્ષદ પટેલની નિમણૂક કરવામાં આવી છે. આ તારીખોએ બોર્ડની મુદત પુરી રાજકોટ માં 11 માર્ચે , વડોદરામાં 10 માર્ચે, ભાવનગરમાં 9 માર્ચે તથા અમદાવાદમાં 9 માર્ચે ઉપરાંત જામનગરમાં 10 માર્ચે  અને સુરતમાં 11 માર્ચે વર્તમાન બોર્ડની મુદત પુરી થશેઆ પણ વાંચો----    Gandhinagar : ATS દ્વારા નશાકારક દવાઓની હેરાફેરી મામલે મોટા નેટવર્કનો પર્દાફાશ, મલેશિયન ડ્રગ કાર્ટેલની સંડોવણી

Read Full Story arrow_forward