android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : ATS દ્વારા નશાકારક દવાઓની હેરાફેરી મામલે મોટા નેટવર્કનો પર્દાફાશ, મલેશિયન ડ્રગ કાર્ટેલની સંડોવણી
calendar_today March 7, 2026

Gandhinagar : ATS દ્વારા નશાકારક દવાઓની હેરાફેરી મામલે મોટા નેટવર્કનો પર્દાફાશ, મલેશિયન ડ્રગ કાર્ટેલની સંડોવણી

ગુજરાત એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા નશાકારક દવાઓની હેરાફેરી મામલે મોટા નેટવર્કનો પર્દાફાશ કરાયો છે. ATS દ્વારા કરાયેલી તપાસમાં ઈન્ટરનેશનલ ડ્રગ ડીલર નેટવર્કનો ખુલાસો થયો છે અને આ મામલે પકડાયેલા ત્રણ આરોપી જે હવાઈ કાર્ગો મારફતે નશાકારક દવાઓને થાઇલેન્ડ અને મલેશિયા જેવા દેશોમાં મોકલતા હતાખોટી માહિતીથી ગેરકાયદેસર નિકાસ ATSના અધિકારીઓ અનુસાર, નશાકારક દવાઓના જથ્થા પર ખોટી માહિતી દર્શાવવામાં આવતી હતી,આ દવાઓ ફાર્મસીના દવાના સેમ્પલ તરીકે જુદા-જુદા દેશોમાં મોકલાતી હતી, જેમકે થાઈલેન્ડ અને મલેશિયા, જ્યાં આ દવાઓનો ઉપયોગ નશા માટે થતો હતો. સુરતના નિકુંજ ગઢિયાની ધરપકડ આ નેટવર્કનો મુખ્ય આધાર પકડવામાં આવ્યો, જે દવા નિકાસની કામગીરીને સંચાલિત કરતો હતો. સુરતના નિકુંજ ગઢિયાની ધરપકડ કરવામાં આવી છે, જે આ કારોબાર સાથે સંકળાયેલો છે.. ATSએ 4 કિલોથી વધુ દવાની જથ્થો કબ્જે કર્યો, જેમાંથી એક કિલો દવાની કિંમત અંદાજે 4,000 થી 5,000 ડોલર હતી. મલેશિયન ડ્રગ કાર્ટેલ સાથે સંબંધ એટીએસની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે આ ત્રણેય જણા મલેશિયન ડ્રગ કાર્ટેલ સાથે સંકળાયેલા શખ્સો સાથે ખાસ સંબંધ ધરાવે છે આગામી તપાસ અને કાર્યવાહી ATSએ મલેશિયા અને થાઇલેન્ડમાં 14 કિલો દવાની નિકાસ અટકાવી છે અને હજુ આગળની તપાસ શરૂ કરી છે. આ દવા ભારતમાં તો કાનૂની રીતે વેચાણ માટે પ્રતિબંધિત નથી, પરંતુ જો તેનો નિકાસ કરવો હોય તો પરવાનગી મેળવવી અનિવાર્ય છે. ત્રણ આરોપી ઝડપાયા થાઇલેન્ડ અને મલેશિયા જેવા દેશોમાં પણ આ દવાઓના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ છે. ATSએ તપાસમાં નિકુંજ હરેશ ગઢિયા (રહે, સુરત) તથા તેની સાથે સંકળાયેલા ચેતન કનુ વાવડીયા તથા ભૌતિક દામજી પદમણીને ઝડપી પાડ્યા છે. ત્રણેય જમાએ ખોટી માહિતી દર્શાવી નિકાસ કરી તપાસમાં જણાયું કે નિકુંજે પોતાની કંપની ડીબલ્યુએન બાયોસાયન્સના નામે 50 કિલો એટોમીડેટ પાવડરને એલોવેરા પાવડર ના નામે મિસલેબલીંગ કરી મલેશિયા મોકલ્યો હતો તો ચેતને તેની કંપની રુદ્ર એન્ટપરપ્રાઇઝના નામે 50 કિલો એટોમીડેટ પાવડરને મુંબઇ એરપોર્ટથી ગીનોપોલ 24 પાવડરના નામે મલેશીયા અને થાઇલેન્ડ મોકલ્યો હતો જ્યારે ભૌતિકે પોતાની કંપની જાની ફાર્માના નામે આ જ 25 કિલો પાવડરને મલેશીયા અને થાઇલેન્ડ મોકલ્યો હતો. આ પણ વાંચો----     Radhanpurમાં ખેડૂતની જમીન પચાવી પાડ્યાના બિલ્ડર રઘુરામ ઠક્કર પર ગંભીર આક્ષેપો થતાં ખળભળાટ

Read Full Story arrow_forward
Ambajiમાં ગબ્બર સર્કલ પાસે પથ્થર ભરેલા ટ્રકે બે કારને અડફેટે લીધી; 5થી વધુ લોકો થયા ગંભીર ઈજાગ્રસ્ત
calendar_today March 7, 2026

Ambajiમાં ગબ્બર સર્કલ પાસે પથ્થર ભરેલા ટ્રકે બે કારને અડફેટે લીધી; 5થી વધુ લોકો થયા ગંભીર ઈજાગ્રસ્ત

બનાસકાંઠાના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આજે રવિવારની રજા હોવાથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ હતી, તે દરમિયાન ગબ્બર સર્કલ પાસે એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. પથ્થર ભરેલા એક ટ્રકે પૂરપાટ ઝડપે વળાંક લેતી વખતે ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ટ્રક રોડ પર પલટી ખાઈ ગયો હતો અને માર્ગ પરથી પસાર થતી અન્ય બે કારને અડફેટે લીધી હતી.ટ્રકે અકસ્માત સર્જી બે કારને અડફેટે લીધી આ હિંસક અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર સહિત કુલ 5 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, ઈજાગ્રસ્ત થયેલા લોકોમાં મુંબઈથી મા અંબાના દર્શનાર્થે આવેલા 3 યાત્રિકો અને એક સ્થાનિક મહિલાનો સમાવેશ થાય છે. અકસ્માત થતા જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક અંબાજીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે પાલનપુર રેફર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ડ્રાઈવરની બેદરકારીથી સર્જાયો ભયાનક અકસ્માત પ્રાથમિક દ્રષ્ટિએ આ અકસ્માત ટ્રક ડ્રાઈવરની બેદરકારી અને વધુ પડતી ઝડપ (ઓવરસ્પીડ) ને કારણે સર્જાયો હોય તેમ જણાય છે. પથ્થરનો ભાર હોવાથી ટ્રક પલટી જતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતને પગલે ગબ્બર રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જોકે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યાત્રાધામમાં સર્જાયેલા આ અકસ્માતને પગલે દર્શનાર્થે આવેલા અન્ય શ્રદ્ધાળુઓમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Amit Shah in Haridwar: અમિત શાહે 427 કરોડના વિકાસના કાર્યોની ભેટ આપી, 5 લોકોને મળી CAAની નાગરિકતા
calendar_today March 7, 2026

Amit Shah in Haridwar: અમિત શાહે 427 કરોડના વિકાસના કાર્યોની ભેટ આપી, 5 લોકોને મળી CAAની નાગરિકતા

શનિવારે ઉત્તરાખંડના હરિદ્વારમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રાજ્યના વિકાસ અને સુરક્ષાને એક નવી ગતિ આપી. તેમણે પોલીસ વિભાગમાં પસંદગી પામેલા યુવાનોને નિમણૂક પત્રો સોંપ્યા, નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) હેઠળ પ્રમાણપત્રોનું વિતરણ કર્યું, અને કરોડો રૂપિયાના માળખાગત પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. અમિત શાહે 427 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની હાજરીમાં આયોજિત અમિત શાહે કુલ ₹427 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ યોજનાઓનું અનાવરણ કર્યું. તેમણે ₹312 કરોડ રૂપિયાના 19 નવા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આશરે ₹115 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા 32 જાહેર ઉપયોગિતા પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત કર્યા. આ પ્રોજેક્ટ્સમાં મુખ્યત્વે આધુનિક રસ્તાઓ, સુધારેલ પીવાના પાણીની વ્યવસ્થા, શિક્ષણ અને આરોગ્ય માળખાનો સમાવેશ થાય છે, જે હરિદ્વાર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં જાહેર સુવિધાઓનો વિસ્તાર કરશે. યુવાનોને રોજગાર મળે, પોલીસ દળ મજબૂત બને કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા જાહેર કરીને ગૃહમંત્રીએ ઉત્તરાખંડ પોલીસના નવનિયુક્ત કોન્સ્ટેબલોને વ્યક્તિગત રીતે નિમણૂક પત્રો સોંપ્યા. નવનિયુક્ત કર્મચારીઓને અભિનંદન આપતા તેમણે કહ્યું કે મજબૂત અને શિસ્તબદ્ધ પોલીસ દળ એ સુરક્ષિત ઉત્તરાખંડનો પાયો છે. નિમણૂક પત્રો પ્રાપ્ત થતાં યુવાનો અને તેમના પરિવારોના ચહેરા ચમકી ઉઠ્યા. CAA હેઠળ ભારતીય નાગરિકતા આપવામાં આવી કાર્યક્રમનો સૌથી ભાવનાત્મક અને મહત્વપૂર્ણ ક્ષણ એ હતી જ્યારે અમિત શાહે નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) હેઠળ પાંચ શરણાર્થીઓને "ભારતીય નાગરિકતા પ્રમાણપત્રો" અર્પણ કર્યા. ગૃહમંત્રીએ ગર્વથી કહ્યું કે આ કાયદો દાયકાઓથી શરણાર્થી તરીકે ભારતમાં રહેતા લોકોને ગૌરવપૂર્ણ જીવન અને બંધારણીય અધિકારો પ્રદાન કરવા માટે ઘડવામાં આવ્યો હતો. આજે તેઓ સત્તાવાર રીતે આ મહાન રાષ્ટ્રના નાગરિક બન્યા છે. ડબલ-એન્જિન સરકારનો સંકલ્પ જાહેર સભાને સંબોધતા, અમિત શાહે જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની "ડબલ-એન્જિન" સરકાર ઉત્તરાખંડને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોના સંયુક્ત પ્રયાસોથી, હરિદ્વાર માત્ર એક આધ્યાત્મિક કેન્દ્ર તરીકે જ નહીં પરંતુ એક આધુનિક અને વિકસિત શહેર તરીકે પણ વિશ્વ મંચ પર તેની ઓળખ મજબૂત કરશે. આ પણ વાંચો: Crude Oil Price Hike: તો શું 100ની પાર થઇ જશે પેટ્રોલ ? કાચા તેલની કિંમતમાં જબરદસ્ત ઉછાળો

Read Full Story arrow_forward