android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: ધોરાજીમાં કેમિકલ માફિયાઓ બેફામ, ભાદર નદીમાં ઝેરી પાણી ઠાલવી સરકારને આપી 'ખુલ્લી ચેલેન્જ'
calendar_today March 7, 2026

Rajkot News: ધોરાજીમાં કેમિકલ માફિયાઓ બેફામ, ભાદર નદીમાં ઝેરી પાણી ઠાલવી સરકારને આપી 'ખુલ્લી ચેલેન્જ'

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં કેમિકલ માફિયાઓને જાણે કાયદાનો ડર જ રહ્યો ન હોય તેમ ભાદર નદીમાં સતત પ્રદૂષિત પાણી ઠાલવી રહ્યા છે. એક તરફ સરકાર નદીઓને પ્રદૂષણ મુક્ત કરવાની વાતો કરે છે, તો બીજી તરફ માફિયાઓ જાણે તંત્રને 'રોકી શકો તો રોકી લો' તેવી ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે. શુક્રવારની મોડી રાત્રે ફરી એકવાર ટેન્કર મારફતે ઝેરી કેમિકલયુક્ત પાણી ભાદર નદીમાં છોડવામાં આવતા પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે.દુર્ગંધ અને લીલા પાણીથી જાગૃત નાગરિકો ચોંક્યા ઘટનાની મળતી માહિતી અનુસાર, વેગડી પુલ પરથી પસાર થતા જાગૃત નાગરિકોએ નદીનું પાણી અચાનક લીલુંછમ્મ અને તેમાંથી અસહ્ય દુર્ગંધ આવતી જોઈ હતી. આ બાબતની જાણ થતા જ કોંગ્રેસ અગ્રણી દિનેશભાઈ વોરા તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. નદીની હાલત જોઈ તેમણે મીડિયા સમક્ષ પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ઘોર નિદ્રામાં છે અથવા તો કેમિકલ માફિયાઓ સાથે આંખ મિચોલી રમી રહ્યું છે. અધિકારીઓ અને નેતાઓની સાઠગાંઠનો આક્ષેપ કોંગ્રેસ આગેવાન દિનેશભાઈ વોરાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સરકારી અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાઠગાંઠ વગર આટલા મોટા પાયે પ્રદૂષણ ફેલાવવું શક્ય નથી. ભાદર નદી અને ડેમનું પાણી પીવા તેમજ સિંચાઈ માટે વપરાય છે. આ ઝેરી પાણી પીવાથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ રહી છે. વારંવાર રજૂઆતો છતાં તંત્ર આ પ્રવૃત્તિ ડામવામાં નિષ્ફળ રહ્યું છે, જે માફિયાઓના મનોબળ વધારી રહ્યું છે. જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ પણ વાંચો - Rajkot News: હવે શિક્ષકો બનશે 'દંડક'! રાજકોટ જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગના પરિપત્રથી હોબાળો

Read Full Story arrow_forward
Jamnagar: ઈરાન-ઈઝરાયલ તણાવની અસર જામનગરના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું પેટ્રોલિંગ
calendar_today March 7, 2026

Jamnagar: ઈરાન-ઈઝરાયલ તણાવની અસર જામનગરના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું પેટ્રોલિંગ

પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે દરિયાઈ સુરક્ષા બાબતે 'રેડ એલર્ટ' જેવી સ્થિતિમાં કામગીરી શરૂ કરી છે. આ અંતર્ગત જામનગર જિલ્લાના સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા અત્યંત સઘન સુરક્ષા કવાયત હાથ ધરવામાં આવી છે.સુરક્ષા ઓપરેશનની વિગતમરીન કમાન્ડોની અલગ-અલગ ટીમો દ્વારા જામનગરના નવા-જૂના બેડી બંદર, રોજીબંદર, માધાપર, જોડિયા ભુંગા, ખારા બેરાજા અને એરફોર્સ દરિયાઈ રેન્જ સહિતના વિસ્તારોમાં ધામા નાખવામાં આવ્યા છે. આ ઓપરેશન દરમિયાન દરિયાકાંઠાની અવાવરું જગ્યાઓનું પણ ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું છે. દરિયામાં જોવા મળતી શંકાસ્પદ બોટ અને શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે જામનગરમાં સુરક્ષા વધીટાસ્ક ફોર્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર, શાંતિ કાળમાં રાખવામાં આવેલી આ તકેદારી જ ભવિષ્યના સંકટોને ટાળવા માટે સૌથી વધુ અસરકારક સાબિત થાય છે. આ સમગ્ર સુરક્ષા કવાયત એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીના એડિશનલ ડી.જી.પી. અમિતકુમાર વિશ્વકર્મા તથા આઈ.જી. પી. એલ. માલના માર્ગદર્શન હેઠળ જામનગર સેક્ટરના પી.આઈ. ડી.આર. યાદવ અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો: Dang: 'પૈસા ડબલ' કરવાની લાલચ ભારે પડી, 15.40 લાખની છેતરપિંડી કરનાર ઠગ એજન્ટ ઝડપાયો

Read Full Story arrow_forward
Ahmedabad: AMTS શહેરભરમાં 800 આધુનિક સ્માર્ટ બસ શેલ્ટર બનાવશે, LED ડિસ્પ્લે દ્વારા મળશે બસના સમયની સચોટ માહિતી
calendar_today March 7, 2026

Ahmedabad: AMTS શહેરભરમાં 800 આધુનિક સ્માર્ટ બસ શેલ્ટર બનાવશે, LED ડિસ્પ્લે દ્વારા મળશે બસના સમયની સચોટ માહિતી

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા શહેરના જાહેર પરિવહનને સ્માર્ટ અને સુરક્ષિત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં કુલ 800 જેટલા આધુનિક 'સ્માર્ટ બસ શેલ્ટર' બનાવવાની યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે, જે મુસાફરોના અનુભવને સંપૂર્ણપણે બદલી નાખશે.AMTS દ્વારા સ્માર્ટ બસ શેલ્ટર બનાવવાની યોજના આ નવા શેલ્ટરો સંપૂર્ણપણે સ્ટેઈનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવશે, જેથી તે લાંબા સમય સુધી ટકાઉ રહે અને શહેરની સુંદરતામાં વધારો કરે. મુસાફરોને બસના આગમન વિશે જાણકારી આપવા માટે ખાસ ETA ડિસ્પ્લે સ્ક્રીન મૂકવામાં આવશે. આ સાથે ડિજિટલ LED ડિસ્પ્લે પેનલ દ્વારા જાહેર જનતા માટેની માહિતી અને અન્ય અપડેટ્સ દર્શાવવામાં આવશે. મહિલાઓ અને અન્ય મુસાફરોની સુરક્ષા માટે દરેક સ્માર્ટ શેલ્ટરમાં CCTV કેમેરા લગાવવામાં આવશે, જેનાથી સતત દેખરેખ રાખી શકાશે. મુસાફરો સરળતાથી પોતાનો રૂટ સમજી શકે તે માટે શેલ્ટરમાં પ્રકાશિત રૂટ મેપ પણ મૂકવામાં આવશે.મુસાફરોને મળશે રાહતઅમદાવાદના વધતા જતા ટ્રાફિક અને મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને, આ સુવિધાઓને કારણે બસ સ્ટોપ પર રાહ જોતા મુસાફરોને ચોક્કસ સમયની જાણકારી મળશે, જેથી તેમનો કિંમતી સમય બચશે. શહેરને સ્માર્ટ સિટી તરફ લઈ જવાની દિશામાં આ એક મહત્વનું અને નક્કર પગલું છે.આ પણ વાંચો: Jamnagar: ઈરાન-ઈઝરાયલ તણાવની અસર જામનગરના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું પેટ્રોલિંગ

Read Full Story arrow_forward