Anand : તારાપુરમાં વિદ્યાર્થિનીના આપઘાતનો કેસ, ન્યાય માટે પરિવાર અને ગ્રામજનોની રેલી, આત્મહત્યા નહીં પણ હત્યા હોવાનો આક્ષેપ
આણંદ જિલ્લામાં 11માં ધોરણની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. તારાપુર ગામના ફતેપુરા વિસ્તારમાં રહેતી આ સગીરાએ અંતિમ પગલું ભરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.આત્મહત્યા નથી, પરંતુ તેની હત્યા કરાઇ હોવાનો આરોપ આણંદની ડી.એન હાઈસ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી . વિદ્યાર્થિનીના પરિવાર અને ગ્રામજનોનો આરોપ છે કે આ આત્મહત્યા નથી, પરંતુ તેની હત્યા કરાઇ છે. ન્યાય માટે પરિવાર અને ગ્રામજનોની રેલી વિદ્યાર્થિનીના ન્યાય માટે આજે પરિવાર અને ગ્રામજનોએ આણંદ કલેક્ટર કચેરી તરફ રેલી કાઢી હતી. તેમણે કલેક્ટર કચેરીની બહાર વિરોધ નોંધાવ્યો હતો કલેક્ટર હાજર ના રહેતા ઉગ્ર વિરોધ કર્યો જ્યારે કલેક્ટર અને નિવાસી કલેક્ટર કચેરીમાં હાજર ન હતા, ત્યારે ગામના લોકોએ વિરોધ કરી કલેક્ટર કચેરીની બહાર જ બેસી જઇને વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ અને અગ્રણીઓ વચ્ચે ઉગ્ર ચકમક કલેકટરને રજુઆત માટે મળવા જતા પોલીસે અટકાવતા અગ્રણીઓ વચ્ચે ચકમક ઝરી હતી. વિદ્યાર્થીનીના ન્યાય માટે પરિવારજનો અને ગ્રામજનોએ આ કેસમાં ન્યાય મળે તે માટે ઉગ્ર રજૂઆતો કરી હતી.આ પણ વાંચો---- Radhanpurમાં ખેડૂતની જમીન પચાવી પાડ્યાના બિલ્ડર રઘુરામ ઠક્કર પર ગંભીર આક્ષેપો થતાં ખળભળાટ
Read Full Story arrow_forward