android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: હવે શિક્ષકો બનશે 'દંડક'! રાજકોટ જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગના પરિપત્રથી હોબાળો
calendar_today March 7, 2026

Rajkot News: હવે શિક્ષકો બનશે 'દંડક'! રાજકોટ જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગના પરિપત્રથી હોબાળો

રાજકોટ જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા એક એવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેને લઈને શિક્ષક આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવા આદેશ મુજબ, હવે સરકારી શિક્ષકોએ શાળાની આસપાસ તંબાકુ, સિગારેટ કે પાન-મસાલા વેચતા વેપારીઓને શોધી કાઢવાના રહેશે અને જો તેઓ નિયમ વિરૂદ્ધ વેચાણ કરતા પકડાય તો તેમની પાસેથી દંડ પણ વસૂલવાની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે.તંત્રનો નિર્ણય: COTPA-2003 નું કડક પાલન રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ, 'સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ' (COTPA) 2003 ની કડક અમલવારી માટે શાળાના આચાર્યો અને શિક્ષકોને અધિકૃત કરવામાં આવ્યા છે. 100 મીટરની મર્યાદા: શૈક્ષણિક સંસ્થાઓની 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ પ્રકારની તંબાકુની બનાવટોનું વેચાણ કરવું એ કાનૂની ગુનો છે. દંડ વસૂલવાની સત્તા: આ કાયદાના ઉલ્લંઘન બદલ વેપારીઓ પાસેથી દંડ વસૂલવાની અને તેને એકત્રિત કરવાની જવાબદારી હવે સીધી રીતે શિક્ષકો અને આચાર્યોને સોંપાઈ છે. સમાજ પર અસર: તંત્રનો તર્ક છે કે, શાળા પાસે થતું નશીલા દ્રવ્યોનું વેચાણ વિદ્યાર્થીઓના માનસ પર નકારાત્મક અસર કરે છે, જે રોકવી અનિવાર્ય છે. શિક્ષક આલમનો વિરોધ: "અમારું કામ ભણાવવાનું છે, દંડવાનું નહીં" રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે આ મામલે જિલ્લા વિકાસ અધિકારીને ઉગ્ર રજૂઆત કરી છે. શિક્ષકોના મતે આ કામગીરી વ્યવહારુ નથી. સંઘર્ષની ભીતિ: શિક્ષકો જ્યારે વેપારીઓ પાસે દંડ ઉઘરાવવા જશે, ત્યારે ઘર્ષણ અને કાયદાકીય વિવાદો થવાની પૂરેપૂરી શક્યતા છે. સલામતીનો પ્રશ્ન: પોલીસ કે વહીવટી તંત્ર પાસે જે સત્તા હોવી જોઈએ તે શિક્ષકોને આપવાથી તેમની સુરક્ષા જોખમાઈ શકે છે. શૈક્ષણિક કાર્યમાં અવરોધ: શિક્ષકો પહેલેથી જ વસ્તી ગણતરી, બી.એલ.ઓ. અને બોર્ડ પરીક્ષા જેવી બિનશૈક્ષણિક કામગીરીથી દબાયેલા છે. દંડ વસૂલવાની આ નવી જવાબદારી બાળકોના શિક્ષણ પર માઠી અસર પાડશે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને નૈતિક મૂલ્યો એક તરફ સરકાર વિદ્યાર્થીઓને વ્યસનમુક્ત રાખવા માટે કડક પગલાં ભરી રહી છે, જે આવકારદાયક છે, પરંતુ પ્રશ્ન એ છે કે અમલીકરણનું માધ્યમ કોણ હોવું જોઈએ? જો શિક્ષકો જ તપાસ કરવા નીકળશે, તો વિદ્યાર્થીઓની નજરમાં તેમની 'ગુરુ' તરીકેની પ્રતિભા ખરડાશે કે મજબૂત થશે? શું સ્થાનિક ગ્રામ પંચાયત અને પોલીસ તંત્ર આ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યું છે કે, શિક્ષકો પર ભાર મૂકવામાં આવ્યો છે? શિક્ષણ સિવાયની કામગીરીનો ભાર વધ્યો રાજકોટ જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગના આ પરિપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે, શાળાની નજીક કોઈ વેપારી નશીલા પદાર્થોનું વેચાણ કરતો હોય તો શિક્ષકે તેની તપાસ કરી દંડ વસૂલવાનો રહેશે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ શિક્ષક સંગઠનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. શિક્ષકોનું કહેવું છે કે, અમારું મુખ્ય કામ બાળકોને શિક્ષણ આપવાનું છે, પરંતુ તંત્ર દ્વારા અવારનવાર શિક્ષણ સિવાયની બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓનો બોજ અમારા માથે થોપવામાં આવે છે. શિક્ષકોમાં ફાટી નીકળ્યો રોષ સ્થાનિક શિક્ષકોના જણાવ્યા અનુસાર, જો તેઓ પાન-મસાલાના વેપારીઓ પાસે દંડ ઉઘરાવવા જશે તો ઘર્ષણ થવાની પૂરેપૂરી શક્યતા છે. પોલીસ કે વહીવટી તંત્રનું કામ શિક્ષકો પાસે કરાવવું કેટલું યોગ્ય? તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. ઢગલાબંધ બિનશૈક્ષણિક કામગીરીના ભાર હેઠળ દબાયેલા શિક્ષકો હવે આ 'દંડક' બનવાના પરિપત્રનો સોશિયલ મીડિયા અને સંગઠનોના માધ્યમથી વિરોધ કરી રહ્યા છે. આગામી દિવસોમાં આ મામલે શિક્ષણ વિભાગ નમતું જોખે છે કે કેમ તે જોવું રહ્યું. રાજકોટ જિલ્લાના આ પરિપત્રએ શિક્ષણ અને વહીવટ વચ્ચેની પાતળી રેખાને ફરી એકવાર ચર્ચામાં લાવી દીધી છે. શિક્ષક સંગઠનોની માગ છે કે, દંડની કામગીરી પોલીસ અથવા ગ્રામ પંચાયત હસ્તક રાખવામાં આવે જેથી શિક્ષકો નિર્વિઘ્ન રીતે ભણાવી શકે. હવે જોવાનું એ રહેશે કે, શિક્ષણ વિભાગ આ વિરોધને ધ્યાને લઈને પરિપત્રમાં સુધારો કરે છે કે નહીં. આ પણ વાંચો - Rajkot: મનપાની વર્તમાન બોડીનું આખરી જનરલ બોર્ડ 10 માર્ચે, કર્મચારીઓના પગાર સુધારા સહિતની દરખાસ્તો પર વાગશે મહોર

Read Full Story arrow_forward
Rajkot News : કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકારણમાં લીધી નિવૃત્તિ : સૂત્ર, સૌરાષ્ટ્રની રાજનીતિના સૌથી મોટા સમાચાર
calendar_today March 7, 2026

Rajkot News : કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકારણમાં લીધી નિવૃત્તિ : સૂત્ર, સૌરાષ્ટ્રની રાજનીતિના સૌથી મોટા સમાચાર

સક્રિય રાજકારણમાંથી ઇન્દ્રનીલે નિવૃત્તિ જાહેર કરી છે તેવી વાત સૂત્રો તરફથી સામે આવી છે અને ઈન્દ્રનીલ રાજગુરૂએ આ મામલે મોવડી મંડળને પણ જાણ કરી છે, રાજકીય કારર્કિદીમાં સ્વૈચ્છિક નિવૃતિ જાહેર કરતા ઇન્દ્રનીલ રાજયગુરૂ. ઈન્દ્રનીલ રાજયગુરૂ ઘણા વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હતા. સૌરાષ્ટ્રની રાજનીતિના સૌથી મોટા સમાચાર ગુજરાતના સૌરાષ્ટ્રની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલે રાજનીતિમાંથી સન્યાસ લીધો છે, તેમણે કહ્યું કે, હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું અને હાલમાં કોઈ અન્ય પક્ષ સાથે જોડાઈશ નહી, ત્યારે કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે તેજ સમયે કોંગ્રેસને ફટકો પડયો છે, ઈન્દ્રનીલને પીઢ નેતા તરીકે ગણવામાં આવે છે. તાજેતરમાં જ કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અલગ અલગ સાત કમિટીઓની રચના કરી હતી. કોર્પોરેશનની ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસને મોટો ઝડટોક રાજકોટ કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ રાજકીય ક્ષેત્રમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત કરી છે. વર્ષ 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ રાજકોટ-પૂર્વ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2018માં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને બાદમાં 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ફરીથી કોંગ્રેસમાં પરત ફર્યા હતા. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે પોતાની બેઠક છોડીને તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે રાજકોટ-પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી હતી જેમાં તેમની હાર થઈ હતી.આ પણ વાંચો : Ahmedabadમાં સવારે 8 થી 10 સાયરન ટેસ્ટિંગ કરાયું, 5 કિમી સુધી સાયરનનો અવાજ સંભળાયો, જુઓ Video

Read Full Story arrow_forward
Gadhda: ઢસા ગામના ખેડૂતને વધુ વળતરની લાલચ આપી કંપનીના માલિક અને મેનેજરે 19.50 લાખ ખંખેર્યા
calendar_today March 7, 2026

Gadhda: ઢસા ગામના ખેડૂતને વધુ વળતરની લાલચ આપી કંપનીના માલિક અને મેનેજરે 19.50 લાખ ખંખેર્યા

ગઢડા તાલુકાના ઢસા ગામના એક ખેડૂત સાથે રોકાણના નામે લાખો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. 'તુલસી આરાધ્યા ઇફ્રા એન્ડ હોલીડે રિસોર્ટ ઇન્ડિયા' નામની કંપનીના સંચાલકોએ ખેડૂતને આર્થિક વળતરની લાલચ આપીને તેમની સાથે વિશ્વાસઘાત આચર્યો હોવાની ફરિયાદ ઢસા પોલીસ મથકે નોંધાઈ છે.ખેડૂત સાથે રોકાણના નામે છેતરપિંડી ઢસા ગામના રહેવાસી ખેડૂત નરેશભાઈ ભુરાભાઈ ડાવરીયાને કંપનીના પ્રતિનિધિઓએ એક આકર્ષક સ્કીમ જણાવી હતી. આ સ્કીમ મુજબ, જો ખેડૂત કંપનીમાં ₹1,25,000 નું રોકાણ કરે, તો તેમને દર મહિને ₹10,920 ના લેખે કુલ 24 હપ્તા બેંક ખાતામાં જમા કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.લાલચમાં ફસાયા ખેડૂતકંપનીની વાતોમાં આવી જઈને નરેશભાઈએ અલગ-અલગ તારીખે કુલ ₹19,50,000 જેવી મોટી રકમ કંપનીના બેંક ખાતામાં જમા કરાવી દીધી હતી. જોકે, બદલામાં કંપની તરફથી તેમને માત્ર ₹1.96 લાખ જેટલી જ રકમ પરત મળી હતી. લાંબો સમય વીતવા છતાં બાકીના ₹17.53 લાખ પરત ન મળતા નરેશભાઈને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો.પોલીસ ફરિયાદઠગાઈનો ભોગ બનેલા ખેડૂતે આખરે કંપનીના માલિક કિશોરસિંહ રૂપસિંહ રાઠોડ અને મેનેજર વિનોદભાઈ પાટીલ વિરુદ્ધ ઢસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Vadodara: બાપોદમાં યુવતીને ઘરે બોલાવી આચર્યું દુષ્કર્મ, ફરિયાદના આધારે તપાસ શરૂ

Read Full Story arrow_forward