android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabd: ગીર સોમનાથ ભાજપના પૂર્વ પ્રભારી નશામાં ચૂર ઝડપાયા, દારૂ પીને બિભત્સ વર્તન કરતા સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો
calendar_today March 7, 2026

Ahmedabd: ગીર સોમનાથ ભાજપના પૂર્વ પ્રભારી નશામાં ચૂર ઝડપાયા, દારૂ પીને બિભત્સ વર્તન કરતા સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે શાસક પક્ષના જ એક પૂર્વ પદાધિકારી નશામાં ચૂર થઈ રસ્તા પર ફરતા હોવાનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ગીર સોમનાથ જિલ્લા ભાજપના પૂર્વ પ્રભારી વિક્કી ત્રિવેદી દારૂના નશામાં અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં બિભત્સ વર્તન કરતા ઝડપાઈ ગયા હતા.ભાજપના પૂર્વ પદાધિકારી નશામાં ચૂરમળતી માહિતી મુજબ, વિક્કી ત્રિવેદી દારૂના નશામાં ધૂત થઈને જાહેરમાં બિભત્સ ચેષ્ટાઓ કરી રહ્યા હતા. તેમની આ હરકતો જોઈને સ્થાનિકોના મનમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. રોષે ભરાયેલા સ્થાનિકોએ તેમને અટકાવીને પૂછપરછ કરી હતી, પરંતુ નશામાં ચૂર ત્રિવેદીએ સામેથી લોકો પર પાવર જમાવવાનો પ્રયાસ કર્યો હતો. આખરે ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ તેમને 'મેથીપાક' ચખાડીને મેથીપાક આપ્યો હતો. પોલીસે વિક્કી ત્રિવેદી અને તેમના મિત્રોની અટકાયત કરીઘટનાની જાણ થતાં શહેરકોટડા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે વિક્કી ત્રિવેદી અને તેમના મિત્રોની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે વિક્કી ત્રિવેદી અને તેના સાગરીતો વિરુદ્ધ જાહેરનામાના ભંગ તથા દારૂબંધીના નિયમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Gandhinagar: સેક્ટર-30 સર્કલ પાસે ફોર્ચ્યુનર કાર થાંભલા સાથે ભટકાતા ભંગારમાં ફેરવાઈ, ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Read Full Story arrow_forward
Womens Day 2026 : દક્ષિણ ગુજરાત બન્યું  સશક્તિકરણનું ઉદાહરણ, ઘરે જ મધ-ઉત્પાદન શરૂ કર્યું અને આજે 10 લાખથી વધુની આવક
calendar_today March 7, 2026

Womens Day 2026 : દક્ષિણ ગુજરાત બન્યું સશક્તિકરણનું ઉદાહરણ, ઘરે જ મધ-ઉત્પાદન શરૂ કર્યું અને આજે 10 લાખથી વધુની આવક

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે અસ્મિતાબેન અને એમની આત્મનિર્ભરતાની સફર વિષે જાણતા નવાઈ લાગશે કે, એક ખેડૂત પરિવારમાંથી હોવા છતાં આજે તેઓ પોતાનો ઉદ્યોગ ચલાવી અન્ય 10 મહિલાઓને પોતાની સાથે આત્મનિર્ભર બનાવી છે. જે આપણા દેશના માનનીય વડાપ્રધાનના "આત્મનિર્ભર ભારત મિશન" ને સાકાર કરે છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2026માં સુરત ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાતનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં સ્થાનિક મહિલા સ્વસહાય જૂથો અને ગ્રામીણ ઉદ્યોગકારોને વૈશ્વિક બજાર સાથે જોડવા પર ભાર મૂકવામાં આવશે. આ મંચ દ્વારા અસ્મિતાબેન જેવી મહિલા ઉદ્યોગકારોને પોતાની ક્ષમતા પ્રદર્શિત કરવાની નવી તકો મળશે. મધ-ઉછેરથી આત્મનિર્ભરતાની શરૂઆત ગુજરાતના ચિખલી તાલુકાના સોલધરા ગામમાં જન્મેલ અસ્મિતાબેન અશોકભાઈ પટેલ, ખેડૂત પરિવારમાં ઉછર્યાં. નાનપણથી ખેતી અને પશુ-પાલનનું જ્ઞાન ઘૂંટ્યું. ATD (આર્ટ ટીચર ડિપ્લોમા) ભણતાં ભણતાં પિતાના અવસાનનો ઘા સહ્યો, પરંતુ પ્રગતિશીલ સસરા-સાસુ અને પોતાનો આત્મવિશ્વાસ જ એમની ઢાલ બન્યો. લગ્ન પછી પણ B.A.ની ડિગ્રી મેળવી, જ્ઞાન અને સ્વ-ઉત્કર્ષ ક્યારેય અટક્યો નહીં. ખેતીની આવક માર્યાદિત, ઘર ચલાવવું મુશ્કેલ; આ મુશ્કેલ દૌરમાં વર્ષ 2010-11માં અસ્મિતાબેને મધ-ઉછેરનો (Beekeeping) કોર્સ પૂર્ણ કર્યો. ઘરે જ મધ-ઉત્પાદન શરૂ કર્યું, બજારમાં વેચ્યું. 2014માં નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી બેકરી કોર્સ કર્યો. આ ઉત્સાહ અને ઝોક જ એમની ઓળખ બની ગઈ.'સહ્યાદ્રી સખી મંડળ' - 10 મહિલાઓ, 1 સ્વપ્ન 2015માં ગ્રામ વિકાસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અસ્મિતાબેને 10 મહિલાઓ સાથે ‘સહ્યાદ્રી સખી મંડળ’ની સ્થાપના કરી. શરૂઆતમાં કેરી, લીંબુ અને કરંડાના અથાણાં અને મોસમી ઉત્પાદનો બનાવવાની પ્રવૃત્તિ શરૂ થઈ. મિશન મંગલમ હેઠળ ₹15,000નું રિવોલ્વિંગ ફંડ મળતાં રાગી (નાગલી) આધારિત ઉત્પાદનો, પાપડ, બિસ્કિટ અને લોટનું ઉત્પાદન શરૂ થયું. ઉત્પાદનો સ્થાનિક, જિલ્લા તથા પ્રાદેશિક કૃષિ મેળાઓમાં પ્રદર્શન અને વેચાણ થવા લાગ્યા. પછી ₹2,00,000ની વ્યવસાયિક હેતુ માટે ધિરાણ મેળવી હળદર પ્રોસેસિંગ અને પીસવાની મશીન ખરીદી, જેના દ્વારા કુદરતી હળદર પાવડરનું ઉત્પાદન શરૂ થયું. સ્વસહાય જૂથની મહિલાઓ ઘરે બેઠાં મધ પેકિંગ અને પ્રોસેસિંગનું કાર્ય સંભાળે છે આજે સહ્યાદ્રી સખી મંડળની અન્ય મહિલાઓ સાથે મળીને અસ્મિતાબેને કુદરતી અને હસ્તનિર્મિત ખાદ્યપદાર્થોનું ઉત્પાદન શરુ કર્યું. આજે તેમના સ્વસહાય જૂથની મહિલાઓ ઘરે બેઠાં મધ પેકિંગ અને પ્રોસેસિંગનું કાર્ય સંભાળે છે, જ્યારે અન્ય મહિલાઓ અથાણું, આમળાની કેન્ડી, નાગલીની વેફર અને વાંસના હસ્તકલા ઉત્પાદનો બનાવે છે અને વેચે છે. આ ઉત્પાદનો સ્થાનિક બજારમાં વેચાતાં હોવા ઉપરાંત રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના સરસ મેળાઓમાં પણ ભવ્ય રીતે રજૂ થાય છે. આજની તારીખે, અસ્મિતાબેનની વાર્ષિક આવક ₹10.20 લાખ છે - એટલે કે, આજે તેઓ માત્ર એક લખપતિ દીદી નથી, પરંતુ તેમના ગામ અને સમુદાયમાં એક માનનીય અને માર્ગદર્શક સ્ત્રી છે. તેઓ આ સફળતાનું શ્રેય મિશન મંગલમ યોજના તથા  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગામડાંની મહિલાઓ સુધી લાભ પહોંચાડવા માટે કરાયેલા પ્રયાસોને આપે છે. રાષ્ટ્રીય સ્તરે માન્યતા NRLM (રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન) હેઠળ અસ્મિતાબેનના કાર્યને કારણે તેમને અનેક પ્રશંસા મળી છે. તેમને માનનીય વડાપ્રધાનને ત્રણ વખત મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગુજરાત સરકાર તરફથી "કૃષિ રત્ન પુરસ્કાર" પ્રાપ્ત થયો છે, તેમજ એપ્રિલ 2015માં જિલ્લા કક્ષાએ કૃષિ ટેકનોલોજી વ્યવસ્થાપન એજન્સી - આત્મા એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. સહ્યાદ્રીનો વારસો અસ્મિતાબેન પટેલની સફર માત્ર વ્યક્તિગત સફળતા નથી; તે ગ્રામિણ અર્થતંત્ર, મહિલા સશક્તિકરણ અને ટકાઉ વિકાસનું મોડેલ છે. સહ્યાદ્રી સખી મંડળ દ્વારા સ્થાનિક કાચા માલ, પરંપરાગત કુશળતા અને પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરીને રોજગાર સર્જનનું અનોખું ઉદાહરણ ઊભું થયું છે. અસ્મિતાબેન ગર્વથી કહે છે, "જેમ એક મજબૂત વૃક્ષના મૂળ એકતામાં હોય અને તેની ડાળીઓ અવસર મળે એમ ફેલાય છે – તેમ આ અમારું જૂથ પણ આજે મજબૂત ઊભું છે." તેમની આ સ્વરોજગારની સફર એ સાબિત કરે છે કે જ્યારે મહિલાઓ એકસાથે જોડાય છે, ત્યારે તેમનો વિકાસ ઘરથી સમાજ સુધી અને ત્યાંથી દેશના દરેક ખૂણાની ધરતી સુધી પહોંચે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે અસ્મિતાબેન જેવી “લખપતિ દીદી” ઓને સલામ, જેઓ માટીમાંથી ઉગીને સહ્યાદ્રી જેવી અડગ શક્તિ બની છે અને સમાજમાં પરિવર્તનનું નવું પ્રકરણ લખી રહી છે. આ પણ વાંચો : Womens Day 2026 : સંકટ સમયની સાચી સખી ‘181 અભયમ’ સેવાના 12 વર્ષ પૂર્ણ

Read Full Story arrow_forward
Vadodara: સ્કૂલની વિદ્યાર્થિની સાથે વાલી દ્વારા જ છેડતી, એક સપ્તાહથી પીછો કરતા શખ્સને લોકોએ મેથીપાક ચખાડ્યો
calendar_today March 7, 2026

Vadodara: સ્કૂલની વિદ્યાર્થિની સાથે વાલી દ્વારા જ છેડતી, એક સપ્તાહથી પીછો કરતા શખ્સને લોકોએ મેથીપાક ચખાડ્યો

શહેરના આજવા રોડ પર આવેલી રોયલ સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક સગીર વિદ્યાર્થિની સાથે છેડતીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આઘાતજનક વાત એ છે કે, આરોપી અન્ય કોઈ નહીં પરંતુ શાળાના જ એક અન્ય વિદ્યાર્થીનો વાલી હોવાનું સામે આવ્યું છે.વિદ્યાર્થિની સાથે છેડતીનો પ્રયાસધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે આ શખ્સે છેડતી કરી હતી. પીડિત વિદ્યાર્થિનીના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિ છેલ્લા એક સપ્તાહથી તેનો પીછો કરી રહ્યો હતો. ઘટનાના દિવસે પણ તેણે વિદ્યાર્થિનીને એકાંતમાં જોઈ તેની સાથે અસભ્ય વર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ ડર્યા વગર તરત જ શાળાના શિક્ષકો અને પોતાના વાલીઓને આ અંગે જાણ કરી હતી.લોકોએ મેથીપાક ચખાડ્યોશાળામાં આ વાત વાયુવેગે ફેલાતા ભારે હોબાળો મચી ગયો હતો. આરોપી વાલી જ્યારે શાળાની બહાર આવ્યો, ત્યારે ત્યાં એકત્રિત થયેલા લોકો અને વાલીઓએ તેને આડેહાથ લીધો હતો અને જાહેરમાં મેથીપાક (માર) ચખાડ્યો હતો. લોકોનો આક્રોશ એટલો હતો કે ઘટનાસ્થળે તંગદિલી ફેલાઈ ગઈ હતી.હાલ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ પણ વાંચો: Ahmedabd: ગીર સોમનાથ ભાજપના પૂર્વ પ્રભારી નશામાં ચૂર ઝડપાયા, દારૂ પીને બિભત્સ વર્તન કરતા સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો

Read Full Story arrow_forward