android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : ગુજરાતમાં ઉનાળામાં પાણીની અછત નહી સર્જાય, મુખ્ય જળાશયોમાં 72 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ
calendar_today March 7, 2026

Gandhinagar News : ગુજરાતમાં ઉનાળામાં પાણીની અછત નહી સર્જાય, મુખ્ય જળાશયોમાં 72 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને જળ સંપત્તિ-પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના નેતૃત્વમાં પાણી સંચય અંગેના સુચારૂ વ્યવસ્થાપન થકી રાજ્યમાં દિન-પ્રતિદિન પીવાના અને સિંચાઈ માટેના પાણીની ઉપલબ્ધતા વધી રહી છે.રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સરેરાશ 128 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જેના પરિણામ સ્વરૂપે તા. ૦૫ માર્ચ ૨૦૨૬ની સ્થિતિએ રાજ્યના મુખ્ય જળાશયોમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો ૬.૪૬ લાખ મિલિયન ક્યુબિક ફીટ-MCFT એટલે કે, કુલ પાણીનો જથ્થો ૭૨ ટકાથી વધુ છે. આમ ગત વર્ષની સાપેક્ષમાં વિસ્તારવાર એકંદરે રાજ્યમાં ૪.૧૫ ટકા જેટલો વધારે જ્યારે સરદાર સરોવર જળાશયમાં પણ ગત વર્ષની સાપેક્ષમાં ૧.૬૩ ટકા વધારે પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. જેથી રાજ્યમાં આગામી ઉનાળામાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહેશે તેમ,જળ સંપત્તિ વિભાગ દ્વારા જણાવાયું છે. સરદાર સરોવર યોજનામાં 74 ટકાથી વધુ પાણી વધુમાં ગુજરાત જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલની સ્થિતિએ ૭૪ ટકાથી વધુ એટલે કે ૨.૪૭ લાખ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ૨.૩૪ લાખથી વધુ MCFT પાણીનો જથ્થો જળાશયોમાં સચવાયો છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં ૬૫,૧૭૯ MCFT, ઉત્તર ગુજરાતમાં ૪૧,૮૪૨ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. સૌરાષ્ટ્રમાં ૫૩,૬૨૧ અને કચ્છ વિસ્તારમાં ૪,૩૯૨ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. આમ રાજ્યમાં કુલ ૬,૪૬,૫૫૬ MCFT એટલે કે ૭૨.૪૯ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. ગુજરાતમાં 207 જળાશયો-ડેમ આવેલા છે જ્યારે ગત વર્ષની સરખામણીએ તા. ૫ માર્ચ, ૨૦૨૫ સ્થિતિએ રાજ્યમાં વિસ્તારવાર ઉત્તર ગુજરાતમાં ૨૭,૮૪૭ MCFT, મધ્ય ગુજરાતમાં ૫૭,૮૮૨ MCFT, દક્ષિણ ગુજરાતમાં ૨,૨૪,૧૮૨ MCFT, સૌરાષ્ટ્રમાં ૫૨,૨૬૪ MCFT અને કચ્છ વિસ્તારમાં ૫,૩૩૨ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલો હતો. આ ઉપરાંત સરદાર સરોવર જળાશયમાં ૨,૪૧,૯૫૨ MCFT એટેલ કે ૭૨.૪૨ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. આમ રાજ્યમાં ગત વર્ષે કુલ ૬,૦૯,૪૫૯ MCFT એટલે કે ૬૮.૩૪ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો તેમ યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ૧૪૧ જળાશયો, ઉત્તર ગુજરાતમાં ૧૫, મધ્ય ગુજરાતમાં ૧૭, દક્ષિણ ગુજરાતમાં ૧૩, કચ્છમાં ૨૦ તેમજ સરદાર સરોવર સહિત ગુજરાતમાં કુલ ૨૦૭ જળાશયો-ડેમ આવેલા છે. આ પણ વાંચો : Gandhinagar News : ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં ફરજ બજાવતી 2 યુવતીએ કેનાલમાં કૂદી કર્યો આપઘાત, ઝુંડાલ કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢયા

Read Full Story arrow_forward
Bihar Politics: એક્શનમાં આવ્યા નિશાંત કુમાર, સંજય ઝાના નિવાસસ્થાને JDUની બેઠકમાં દેખાયા
calendar_today March 7, 2026

Bihar Politics: એક્શનમાં આવ્યા નિશાંત કુમાર, સંજય ઝાના નિવાસસ્થાને JDUની બેઠકમાં દેખાયા

બિહારના રાજકારણમાં એક નવા યુગનો પ્રારંભ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારે જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) માં ઔપચારિક રીતે જોડાતા પહેલા જ એક્ટિવ થઇ ગયા છે. જેને લઇને  રાજકીય વર્તુળોમાં હલચલ તેજ બની છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે અનૌપચારિક બેઠક કરી શનિવારે સવારે નિશાંત કુમાર અચાનક જેડીયુના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ અને સાંસદ સંજય ઝાના નિવાસસ્થાને પહોંચ્યા, જ્યાં તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને યુવા ધારાસભ્યો સાથે લાંબી અનૌપચારિક બેઠક કરી. નિશાંત કુમાર અત્યાર સુધી તો લાઇમલાઇટથી દૂર રહ્યા છે પરંતુ તેમની તાજેતરની પ્રવૃત્તિ સ્પષ્ટ કરે છે કે તેઓ હવે સંગઠનનો હવાલો સંભાળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સંજય ઝાના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં માત્ર નીતિશ કુમારના સૌથી વિશ્વાસુ સહયોગી ગણાતા એમએલસી સંજય ગાંધી અને લાલન સરાફ જ નહીં, પરંતુ પક્ષના ઘણા યુવા ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. નિશાંત કુમારની બેઠકનો એજન્ડા શું ? સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકનો મુખ્ય એજન્ડા બિહારની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને જેડીયુનું સંગઠનાત્મક માળખું હતું. નિશાંતે નીતિશ કુમારની કાર્યશૈલી, જમીન પર સરકારી યોજનાઓના અમલીકરણ અને ભવિષ્યના પડકારો માટે સંગઠનને કેવી રીતે મજબૂત બનાવવું તે અંગે નેતાઓ સાથે વિગતવાર ચર્ચા કરી. રાજકીય વિશ્લેષકો માને છે કે નિશાંતની JDUમાં જોડાય તે પહેલા તેમની સક્રિયતા પાર્ટી કાર્યકરોમાં નવો ઉત્સાહ જગાડવા માટે છે. સંજય ઝાની હાજરીમાં યોજાયેલી આ બેઠકે નિશાંતના પક્ષમાં કદને વધુ સ્પષ્ટ કર્યું. હવે, ફક્ત તેમનું ઔપચારિક જોડાણ બાકી છે, જે બિહારના શાસક પક્ષ માટે એક મુખ્ય વળાંક સાબિત થઈ શકે છે. JDU 8 માર્ચે જોડાશેસૂત્રો અનુસાર, નિશાંત કુમાર 8 માર્ચે જનતા દળ યુનાઇટેડ (JDU) માં ઔપચારિક રીતે જોડાઈ શકે છે. એવું માનવામાં આવે છે કે તેઓ પટણામાં આયોજિત એક ખાસ કાર્યક્રમ દરમિયાન પાર્ટીનું પ્રાથમિક સભ્યપદ લેશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી JDU કાર્યકરો અને નેતાઓ આ પ્રસંગે ભેગા થવાની અપેક્ષા છે. પાર્ટીમાં આને સંગઠન માટે એક મહત્વપૂર્ણ રાજકીય ઘટના તરીકે જોવામાં આવી રહ્યું છે. નિશાંત કુમારનો સંભવિત પ્રવેશ એવા સમયે થયો છે જ્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તાજેતરમાં રાજ્યસભા માટે પોતાની ઉમેદવારી નોંધાવી. નિશાંત કુમારની સક્રિયતા શું સૂચવે છે? ત્યારથી નેતૃત્વના ભવિષ્ય અંગે પાર્ટીમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. રાજકીય વર્તુળો માને છે કે JDU હવે ભવિષ્યને ધ્યાનમાં રાખીને નવી પેઢીના નેતૃત્વને આગળ લાવવાની તૈયારી કરી રહ્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ કહે છે કે JDU લાંબા સમયથી નીતિશ કુમારના નેતૃત્વની આસપાસ કેન્દ્રિત છે. આવી સ્થિતિમાં, સંગઠનમાં નવી ઉર્જા દાખલ કરવી અને ભવિષ્યના રાજકીય પડકારો માટે નવા ચહેરાઓનો પરિચય કરાવવો એ એક જરૂરી પગલું હોઈ શકે છે. નિશાંત કુમારની સક્રિયતાને આ રણનીતિના ભાગ રૂપે જોવામાં આવી રહી છે. અત્યાર સુધી નિશાંત કુમારે રાજકારણથી ઘણું અંતર જાળવી રાખ્યું છે અને જાહેર જીવનમાં લો પ્રોફાઇલ જાળવી રાખી છે. 1975 માં બિહારના બખ્તિયારપુરમાં જન્મેલા, નિશાંતે તેમનું પ્રારંભિક શિક્ષણ પટણામાં પૂર્ણ કર્યું. આ પછી, તેમણે બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (BIT) મેસરામાંથી સોફ્ટવેર એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી.આ પણ વાંચો:  Crude Oil Price Hike: તો શું 100ની પાર થઇ જશે પેટ્રોલ ? કાચા તેલની કિંમતમાં જબરદસ્ત ઉછાળો

Read Full Story arrow_forward
Emergency Landing: યુપીના ડે.CM કેશવ પ્રસાદ મોર્યના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, આવી ટેકનિકલ ખામી
calendar_today March 7, 2026

Emergency Landing: યુપીના ડે.CM કેશવ પ્રસાદ મોર્યના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, આવી ટેકનિકલ ખામી

યુપીના ડે સીએમ કેશવ પ્રસાદ મોર્યના હેલિકોપ્ટરનું લખનૌ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાયુ છે. કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાતા ધુમા઼ડા નીકળવા લાગ્યા હતા.  તેઓ લખનૌથી કોસાંબી જઇ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની. પરિણામે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું,. તેઓના હેલિકોપ્ટરમાં ધુમાડો ભરાઇ ગયો હતો.  કૌશાંબી જઇ રહ્યા હતા કેશવ પ્રસાદ અહેવાલો અનુસાર નાયબ મુખ્યમંત્રી લખનૌના લા માર્ટ્સ ગ્રાઉન્ડથી કૌશામ્બી જવા માટે રવાના થયા હતા. ટેકઓફ કર્યાના થોડીવાર પછી હેલિકોપ્ટર કેબિન અચાનક ધુમાડાથી ભરાઈ ગયું અને અચાનક ડિસ્પ્લે બંધ થઈ ગF., જેના કારણે અંદર રહેલા લોકોમાં ગભરાટ ફેલાયો. પ્રાથમિક તપાસમાં તકનીકી ખામી હોવાનું જણાયું પરિસ્થિતિની ગંભીરતાને ઓળખીનેપાયલોટે તાત્કાલિક લખનૌ એટીસીનો સંપર્ક કર્યો અને અમૌસી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી માંગી. ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન એરપોર્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. હેલિકોપ્ટર ઉતરતાની સાથે જ, સુરક્ષા અને તકનીકી ટીમોએ તરત જ તેને ઘેરી લીધું અને નાયબ મુખ્યમંત્રીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. પ્રાથમિક તપાસમાં તકનીકી ખામી હોવાનું જણાય છે, જેની તકનીકી નિષ્ણાતોની ટીમ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.શું છે કૌશાંબીમાં કાર્યક્રમ? ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય આજે, 7 માર્ચે કૌશામ્બીની મુલાકાત લેશે. જોકે, હેલિકોપ્ટરમાં ખામી સર્જાતાં તેઓ સડક માર્ગે પહોંચશે. તેઓ આજે કૌશામ્બીમાં સયારા સ્થિત બાબુ સિંહ ડિગ્રી કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા બે દિવસીય સરસ મહોત્સવ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ ઉત્સવનો હેતુ ગ્રામીણ આજીવિકા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે.આ પણ વાંચો: Crude Oil Price Hike: તો શું 100ની પાર થઇ જશે પેટ્રોલ ? કાચા તેલની કિંમતમાં જબરદસ્ત ઉછાળો

Read Full Story arrow_forward