Ahmedabad Match : ઈન્ડિયા-ન્યૂઝીલેન્ડ T-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચને લઈ પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત, 2000 પોલીસ બજાવશે ફરજ
સ્ટેડિયમમાં BDDS અને NDRFની ટીમ તૈનાત રહેશે અને 7 DCP, 10 ACP સહિત 25 પીઆઈ રહેશે હાજર જેમાં 78 PSI, 1470 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં રહેશે અને સ્ટેડિયમમાં BDDSની 4, NDRFની 1 ટીમ રહેશે તૈનાત રહેશે, ટ્રાફિક સંચાલન માટે 744 અધિકારી-કર્મીઓ તૈનાત રહેશે, 1 JCP, 3 DCP, 4 ACP, 11 PI, 25 PSI રહેશે હાજર. પોલીસકર્મી, TRB સહિત 700 જવાનો ટ્રાફિક નિયમન કરશે. ગેટ નંબર 1 થી 100 મીટર આગળ બેરિકેટીંગ કરી દેવાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને 2000થી વધુ પોલીસકર્મીઓ સુરક્ષામાં તૈનાત રહેશે. સ્ટેડિયમમાં નજર રાખવા સ્પેશ્યલ કંટ્રોલરૂમ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં ૨૭૦ કેમેરાથી સતત મોનિટરિંગ કરાશે. ફાઈનલ મેચમાં વીવીઆઈપી-વિઆઈપી સહિત કુલ ૧ લાખથી વધુ લોકો આવવાના છે. સ્ટેડિયમના ગેટ નંબર ૧ પાસે એન્ટ્રી મેળવવા માટે ધક્કામુક્કી ન થાય તે માટે ગેટ નંબર ૧ થી ૧૦૦ મીટર આગળ બેરિકેટીંગ કરી દેવાશે.સ્ટેડિયમમાં લગાવેલા 270 કેમેરાથી સતત મોનિટરીંગ કરશેઆ સાથે જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટથી કૃપા રેસિડેન્સીથી મોટેરા ગામ સુધીનો આવતો જતો રસ્તો વાહનોની અવર જવર માટે સવારે ૧૦ વાગ્યાથી મોડી રાત્રીના 2 વાગ્યા સુધી બંધ રહેશે. સ્ટેડિયમની આસપાસ આડેધડ રસ્તા પર પાર્કિંગ કરતા હોય છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ૧૬ ટ્રાફિક ક્રેન સતત પેટ્રોલિંગ કરીને નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલ વાહનોને ટોઈગ કરશે. સ્થાનિકો વૈકલ્પિક રોડથી અવર-જવર કરી શકશે 01-તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત ટી થી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. 02-કૃપા રેસીડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે. વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત /ડાયવર્ઝન વાળો માર્ગ જનપથ ટી થી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઇ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે. આ પણ વાંચો : Sarangpur News:શ્રીકષ્ટભંજનદેવ દાદાને ઓર્કિડ અને સેવંતીના ફૂલોનો વિશેષ શણગાર કરાયો
Read Full Story arrow_forward