android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : સુરતમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિનીના મળ્યા મૃતદેહ, બન્ને વિદ્યાર્થિનીઓ કોલેજ જવાનું કહી નીકળી હતી
calendar_today March 7, 2026

Surat News : સુરતમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિનીના મળ્યા મૃતદેહ, બન્ને વિદ્યાર્થિનીઓ કોલેજ જવાનું કહી નીકળી હતી

મંદિરના બાથરૂમમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે અને શંકાસ્પદ હાલતમાં બાથરૂમમાંથી મળી આવ્યા મૃતદેહ, અને બન્ને વિદ્યાર્થિનીઓ કોલેજ જવા નીકળ્યા બાદ ગુમ હતી અને બાથરૂમમાંથી મૃતદેહ મળી આવ્યા છે અને મોતનું કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે, સુરત પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. ડીંડોલી વિસ્તારમાં આવેલું છે સ્વામિનારાયણ ધામ સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી આ મૃતદેહ મળી આવ્યા છે. બન્ને મૃતક વિધાર્થીનીઓ ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી, 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોસના અતુલ ચૌધરી સવારે કોલેજ જવા નીકળ્યા બાદ ગુમ થઈ હતી અને પરત ન ફરતા પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા અને આજે મૃતદેહ મળી આવ્યો હતો.વિદ્યાર્થિનીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે મૃતદેહ પરિજનોને સોંપ્યા છે અને મૃતદેહનું પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, તો પોલીસ અધિકારીનું કહેવું છે કે, મંદિરના તમામ CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા છે. લગભગ સવા સાત વાગ્યાના અરસામાં બંને યુવતીઓ મંદિરમાં પ્રવેશ કરે છે અને 7:30 વાગ્યે તેઓ બાથરૂમ તરફ જાય છે. આ પણ વાંચો : Ahmedabad Match : ઈન્ડિયા-ન્યૂઝીલેન્ડ T-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચને લઈ પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત, 2000 પોલીસ બજાવશે ફરજ

Read Full Story arrow_forward
Social Media Ban For Children: ભારતના આ બે રાજ્યોમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર લાગશે પ્રતિબંધ
calendar_today March 7, 2026

Social Media Ban For Children: ભારતના આ બે રાજ્યોમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર લાગશે પ્રતિબંધ

હવે તો દરેક વ્યક્તિ પાસે કદાચ પર્સ ન હોય તો ચાલે પણ મોબાઇલ તો જોઇએ જ. તેમાં પણ સોશિયલ મીડિયાનો જે ક્રેઝ છે તે નાના બાળકોથી લઇને સૌ કોઇ પર જોવા મળી રહ્યો છે. કોરોના કાળ દરમિયાન ઓનલાઇન શિક્ષણ શરૂ થયુ અને પછી ધીરે ધીરે બાળકો મોબાઇલ અને લેપટોપથી ટેવાઇ ગયા. સોશિયલ મીડિયા પર તેઓ મોટાભાગનો સમય વિતાવતા રહ્યા. જો કે બાળકોમાં આ બાબત જોવા મળવી તે ઘણી ચિંતા જનક છે. ત્યારે દેશના સૌ પ્રથમ બે રાજ્યો એવા છે જેણે બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આંધ્રપ્રદેશમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ આ બે રાજ્યો છે આંધ્રપ્રદેશ અને કર્ણાટક. આંધ્રપ્રદેશ વિધાનસભાને સંબોધતા મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે એ વાત પર વિચાર કરી રહ્યા છે કે શું આ પ્રતિબંધ 13 થી 16 વર્ષની ઉંમર સુધી વધારી શકાય કે નહીં. નાયડૂએ કહ્યું કે અમે નિશ્ચિત રૂપથી એ સુનિશ્ચિત કરીશું કે 90 દિવસની અંદર 13 વર્ષથી ઓછી ઉંમરના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરી શકે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સરકાર 13 થી 16 વર્ષની વયના કિશોરો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી. કર્ણાટકમાં બાળકોને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ બીજી તરફ પડોશી રાજ્ય કર્ણાટકમાં પણ કોંગ્રેસ સરકારે જણાવ્યું હતું કે આ પ્રતિબંધ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર લાગુ થશે. સિદ્ધારમૈયાએ 2026-27 માટેનું રાજ્ય બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે બાળકો પર મોબાઇલ ફોનના વધતા ઉપયોગની પ્રતિકૂળ અસરોને રોકવાના ઉદ્દેશ્યથી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ પ્રતિબંધિત કરવામાં આવશે. તેમણે પાછળથી ઉમેર્યું હતું કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો મોબાઇલ ફોન રાખી શકે છે, પરંતુ તેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકતા નથી. તેમણે કહ્યું, "અમે તેમના માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકીશું." શાળાઓ, કોલેજો અથવા ઘરોમાં તેને કેવી રીતે નિયંત્રિત કરવામાં આવશે તે અંગેના પ્રશ્નોના જવાબમાં સિદ્ધારમૈયાએ કહ્યું, "અમે આ માટે એક કાર્યક્રમ તૈયાર કરીશું. કાર્યક્રમ અંતિમ સ્વરૂપ મળ્યા પછી, અમે તમને જાણ કરીશું." ઓસ્ટ્રેલિયામાં પણ છે પ્રતિબંધ ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાએ 2025માં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ દેશ બન્યો છે. જેમાં ટિકટોક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા પ્લેટફોર્મની ઍક્સેસ અવરોધિત કરવામાં આવી. ઇન્ડોનેશિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

Read Full Story arrow_forward
રાજધાનીમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે ત્રણ દિવસીય કાર્યક્રમ
calendar_today March 7, 2026

રાજધાનીમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે ત્રણ દિવસીય કાર્યક્રમ

પ્રખ્યાત Jawaharlal Nehru Stadium ખાતે સમગ્ર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે

Read Full Story arrow_forward