android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhota Udepur News : છોટા ઉદેપુરમાં પોલીસે બુટલેગરની કારનો પીછો કરતા પલટી મારી, દારૂની થઈ રેલમછેલ
calendar_today March 7, 2026

Chhota Udepur News : છોટા ઉદેપુરમાં પોલીસે બુટલેગરની કારનો પીછો કરતા પલટી મારી, દારૂની થઈ રેલમછેલ

છોટા ઉદેપુરમાં બુટલેગરની કારનો પોલીસે પીછો કરતા કાર ચાલકે કાર ભગાવી હતી અને સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કારે પલટી મારી હતી, બોડેલીના મેરિયા બ્રિજ પાસે બુટલેગરની કાર પલટી મારી ગઈ હતી અને કાર પલટ્યા બાદ ચાલક ઘટના સ્થળેથી થયો ફરાર અને દારૂ ક્યાંથી ક્યા લઈ જવાતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.છોટાઉદેપુરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી કારે મારી પલટી છોટા ઉદેપુરના બોડેલી નજીક મેરિયા બ્રિજ પાસે રોડની બાજુમાં કારે પલટી મારી હતી અને કારમાં દારૂ છલોછલ ભરેલો હતો, વિદેશી દારૂ કયાંથી કયાં લઈ જવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે, મધ્યપ્રદેશ તરફથી આવતી સ્કોર્પિયો ગાડીમાં દારૂ લઈ જવાતો હોવાની મળી હતી પોલીસને બાતમી અને પોલીસે કારનો કર્યોં હતો પીછો, કારના ચાલકે સ્ટયરિંગ પરનો કાબુ ગુમાવતા રોડની બાજુના ખાડામાં ખાબકી કાર અને પોલીસે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.દારૂની હેરાફેરી કરતી કારનો ચાલક ફરાર ખાડામાં પડેલ કારને ક્રેઈન વડે બહાર કાઢવામાં આવી છે અને કારને પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, દારૂ કોણે મંગાવ્યો હતો અને કારનો ચાલક કોણ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. દારૂ ક્યાંથી કયા લઈ જવામાં આવતો હતો તે બાબતે પોલીસે તપાસ હાથધરી છે. આ પણ વાંચો : Baroda Dairy : બરોડા ડેરીની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ, અત્યાર સુધીમાં 7 બેઠક થઇ છે બિનહરીફ

Read Full Story arrow_forward
LPG Price Hike: મિડલ ઇસ્ટ તણાવની ભારતમાં અસર, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ.60નો વધારો
calendar_today March 7, 2026

LPG Price Hike: મિડલ ઇસ્ટ તણાવની ભારતમાં અસર, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ.60નો વધારો

કમર્શિયલ ગેસ સિલિન્ડર 115 રૂપિયા મોંઘું થયું છે. નવી કિંમતો તરત જ અમલમાં આવી ગઈ છે અને તેલ કંપનીઓની સત્તાવાર વેબસાઇટ પર પણ અપડેટ કરી દેવામાં આવી છે. નવો ભાવ લાગુ થતા જ દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલું LPG સિલિન્ડરની કિંમત 853 રૂપિયાથી વધીને 913 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે કોલકાતામાં તેની કિંમત 879 રૂપિયાથી વધીને 939 રૂપિયા અને ચેન્નાઈમાં 868.50 રૂપિયાથી વધીને 928.50 રૂપિયા થઈ ગઈ છે.તે ઉપરાંત 19 કિલોના કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે, જેના કારણે હોટેલ, રેસ્ટોરન્ટ અને નાના વેપારીઓના ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. સરકારનું કહેવું છે કે દેશમાં ઊર્જા પુરવઠા અંગે કોઈ સંકટ નથી અને સામાન્ય લોકોએ ગભરાવાની જરૂર નથી. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારત પાસે વિવિધ સ્ત્રોતોમાંથી પૂરતો ઊર્જા પુરવઠો ઉપલબ્ધ છે.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : મુન્દ્રામાં નશામાં ધુત પોલીસનો આતંક, સોસાયટીમાં દારૂ ભરેલી કારથી અકસ્માત સર્જયો
calendar_today March 7, 2026

Gujarat Latest News Live : મુન્દ્રામાં નશામાં ધુત પોલીસનો આતંક, સોસાયટીમાં દારૂ ભરેલી કારથી અકસ્માત સર્જયો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 માર્ચના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward