android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ranpur: રાણપુરમાં દારૂબંધીના લીરેલીરા, પોલીસ દંડૂકો ઉગામતી નથી.!
calendar_today March 6, 2026

Ranpur: રાણપુરમાં દારૂબંધીના લીરેલીરા, પોલીસ દંડૂકો ઉગામતી નથી.!

બોટાદ જિલ્લાના રાણપુરમાં પોલીસ સ્ટેશનથી લઈને તાલુકા પંચાયત કચેરી સુધીના રોડ પર દારુડિયા તત્વોનો ત્રાસ વધવા છતાંય સ્થાનિક પોલીસ દ્વારા કોઈ જ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવી રહી નથી.રાણપુર પોલીસના આર્શિવાદ તળે નગરમાં જાણે કે દારુબંધીનો કાયદો અમલમાં જ ન હોય તેમ મુખ્ય બજારમાં આવેલી જન્મભૂમિ હાઇસ્કુલ અને મનુભાઈ શેઠ ઈંગ્લીશ મીડિયમ સ્કુલ નજીક જાહેર રસ્તા પર છેલ્લા કેટલાક સમયથી દારૂડિયાનો આતંક વધતો જોવા મળી રહ્યો છે. આ વિસ્તાર શૈક્ષણિક સંસ્થાઓ તથા વ્યસ્ત બજાર વિસ્તાર હોવાથી અહીં દિવસભર વિદ્યાર્થીઓ, વાલીઓ અને સામાન્ય રાહદારીઓની અવરજવર રહેતી હોય છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, કેટલાક અસામાજિક તત્વો જાહેર રસ્તા પર જ દારૂના નશામાં બેફામ અપશબ્દો બોલતા, દંગલ મચાવતા અને આવનજાવન કરતા લોકો સાથે ઉદ્ધત વર્તન કરતા જોવા મળે છે. જેના કારણે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને મહિલાઓમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિક નાગરિકો દ્વારા અનેકવાર સંબંધિત તંત્ર અને પોલીસને રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી થતી ન હોવાની ચર્ચા લોકોમાં ચાલી રહી છે. લોકોમાં એવો પણ આક્ષેપ ઉઠી રહ્યો છે કે જાણે તંત્ર ઘોર નિંદ્રામાં હોય અને કેટલીક જગ્યાએ મોટા ભરણ ચાલતા હોવાના કારણે કાર્યવાહી થતી નથી તેવી લોકમુખે ચર્ચા સાંભળવા મળી રહી છે. સ્થાનિક વેપારીઓ અને વાલીઓનું કહેવું છે કે સ્કૂલ પાસે આ પ્રકારની પરિસ્થિતિ બાળકોના ભવિષ્ય અને સલામતી માટે ચિંતાજનક છે. તેઓએ તાત્કાલિક પોલીસ પેટ્રોલિંગ વધારવા અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર આ ગંભીર સમસ્યાને કેટલું ગંભીરતાથી લઈ તાત્કાલિક પગલાં ભરે છે કે નહીં. રાણપુરના નાગરિકો આશા રાખી રહ્યા છે કે વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાની સલામતી માટે તંત્ર વહેલી તકે યોગ્ય પગલાં લેશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Dhandhuka: ભડીયાદ પાસે જાંબુડા હનુમાન માર્ગ પર દોડતી કારમાં આગ ભભૂકી
calendar_today March 6, 2026

Dhandhuka: ભડીયાદ પાસે જાંબુડા હનુમાન માર્ગ પર દોડતી કારમાં આગ ભભૂકી

ધોલેરા વિસ્તારના ભડીયાદ ગામ પાસે જાંબુડા હનુમાન જવાના માર્ગ પર દોડતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. સદનસીબે ચાલક સમયસર કારમાંથી બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નહોતી. મળતી માહિતી મુજબ કામા તળાવ વિસ્તારના નરેશભાઈ અલ્ટો કારમાં ધંધૂકા ખાતે ખરીદી કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન ભડીયાદ ગામ નજીક જાંબુડા હનુમાન જવાના માર્ગ પર કારમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. પરિસ્થિતિ સમજી નરેશભાઈ તરત જ કારમાંથી બહાર નીકળી ગયા હતા. થોડી જ મિનિટોમાં આગની જ્વાળાઓએ સમગ્ર કારને લપેટમાં લઈ લીધી હતી. માર્ગ પરથી પસાર થતા લોકો દોડી આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં કાર સંપૂર્ણપણે સળગી ગઈ હોવાનું જાણવા મળે છે. જોકે સમયસર કારચાલક બહાર નીકળી જતા કોઈ જાનહાનિ ટળી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandeshco.m/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Sayla: સાયલા ગ્રામ્યમાં સસરાની વાડીએ બંદુક સાથે ફોટો પડાવનાર જમાઈ સામે કાર્યવાહી
calendar_today March 6, 2026

Sayla: સાયલા ગ્રામ્યમાં સસરાની વાડીએ બંદુક સાથે ફોટો પડાવનાર જમાઈ સામે કાર્યવાહી

થાનના નળખંભા ગામે રહેતા યુવાને હથિયાર સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં 5 વર્ષ પહેલા અપલોડ કર્યો હતો. ત્યારે આ અંગેની એસઓજી ટીમને માહિતી મળતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.સુરેન્દ્રનગર જિલ્લામાં હશિયાર રાખવુ એ એક સ્ટેટસ સિમ્બોલ બની ગયુ છે. લોકો હથિયાર સાથેના ફોટા પડાવી સોશિયલ મીડીયામાં અપલોડ કરે છે. ત્યારે પોલીસ પણ સોશીયલ મીડીયામાં આવી ગેરકાયદેસર પ્રવૃતી સામે વોચ રાખી રહી છે. જેમાં થાન તાલુકાના નળખંભાના ગોવિંદ ભીમાભાઈ સારલાએ પોતાના મોબાઈલના સ્ટેટસમાં બંદુક સાથેનો ફોટો અપલોડ કર્યો હતો. આ વાત એસઓજી પીઆઈ બી. એચ.શીંગરખીયાને સહીતનાઓના ધ્યાને આવી હતી. ત્યારે સ્ટાફના અમરભાઈ, મીતભાઈ સહીતનાઓએ નળખંભાના ગોવિંદ સારલાને ઝડપી લીધો હતો. આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં તેણે જણાવ્યુ કે, પાંચ વર્ષ પહેલા તે સાયલાના નથુપુરા ગામે તેના સાસરે ગયો હતો. જેમાં સસરા નરશી પોચાભાઈ પોડીયાની પરવાનાવાળા બંદુક સાથે ફોટો પાડયો હતો અને તાજેતરમાં પોતાના મોબાઈલના સ્ટેટસમાં મુકયો હતો. આથી પોલીસે નથુપુરાના નરશી પોડીયાના ઘરે તપાસ કરતા તેઓ હાજર મળી આવ્યા ન હતા. જયારે તેમના પુત્ર સુરેશ નરશીભાઈએ જણાવ્યુ કે, આ બંદુક છેલ્લા 2 વર્ષથી સાયલા પોલીસ મથકે જમા છે. આથી બન્ને સામે સાયલા પોલીસ મથકે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાયો છે. નરશી પોડીયાને ઝડપી લેવા વધુ તપાસ એચસી આર. આર. પરમાર ચલાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward