Chanasma: ચાણસ્મા કોર્ટે ચેક રિટર્ન કેસમાં તળાજાના આરોપીને સજા ફ્ટકારી
ચાણસ્મા કોર્ટે ચેક રિટર્ન કેસમાં ભાવનગરના તળાજાના એક આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને વધારાનું દસ ટકા વળતર મળીને કુલ રૂપિયા 3.30 લાખ ચૂકવવા માટે હુકમ કર્યો છે. આરોપીએ હાથ ઉછીના ચાણસ્માના વેપારી પાસેથી પૈસા લીધા બાદ વાયદો પુરો થતાં પત્નીના સંયુક્ત ખાતાનો ચેક આપ્યો હતો. જે ખાતામાં જમા કરાવતા પૂરતું ભંડોળ ન હોવાથી રિટર્ન થયો હતો.ચાણસ્મા ખાતે રહેતા અને ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલા શાંતીલાલ ઝવેરભાઈ મકવાણા પાસેથી તેમના જ પરિચિત ભાવનગરના તળાજાના હરેશભાઈ છગનભાઈ સિધ્ધપુરાએ ધંધા માટે પૈસાની જરૂર પડતાં હાથ ઉછીના રૂપિયા 3 લાખ લીધા હતા. તેની સામે આરોપીએ પૈસા ઉછીના લીધા બાબતની નોટરી પણ કરી આપી હતી. જે બાદ ફરીયાદીને પૈસાની જરૂર પડતાં તેમણે આપેલા 3 લાખની માંગણી કરતાં આરોપીએ પત્નીના સંયુક્ત ખાતાનો ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં જમા કરાવતા પૂરતું ભંડોળ ન હોવાથી રિટર્ન થતાં ફરીયાદીએ ચાણસ્મા કોર્ટમાં ધી નેગોશિયેબલ એક્ટ હેઠળ ફરીયાદ દાખલ કરાવતાં કેસ ચાલી જતાં કોર્ટે ફરિયાદી તરફેના વકીલ જે.વી.ચૌધરીની દલીલો ગ્રાહ્ય રાખીને આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને વધારાનું દસ ટકા વળતર મળીને કુલ રૂપિયા 3.30 લાખ ચૂકવવા હુકમ કર્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward