android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: જિલ્લા આયોજન મંડળના 16 કરોડના વિકાસ કામોને મંજૂરી
calendar_today March 6, 2026

Gandhinagar News: જિલ્લા આયોજન મંડળના 16 કરોડના વિકાસ કામોને મંજૂરી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં જિલ્લાના વિકાસ આયોજનને મંજૂરી આપવામાં આવી હતી.પ્રભારી મંત્રી સંઘવી દ્વારા આયોજન હેઠળ લેવામાં આવેલા કામોની પ્રગતિની સમીક્ષા પણ કરી હતી.રાજ્ય સરકાર દ્વારા સાંસદ અને ધારાસભ્યને ફાળવવામાં આવતી ગ્રાન્ટનું નિયમન કરવા માટે જિલ્લા આયોજન મંડળનું ગઠન કરવામાં આવ્યું છે.પ્રભારી મંત્રી હોદ્દાની રૂએ તે આયોજન મંડળના અધ્યક્ષ હોય છે.જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપરાંત કલેક્ટર આયોજન મંડળના અનુક્રમે ઉપધ્યાક્ષક અને સહઉપાધ્યક્ષ હોય છે. ગ્રાંટમાં કરવાના થતાં વિકાસ કામોને મંજૂરી સામાન્ય રીતે સાંસદ અને ધારાસભ્ય દ્વારા તેમની ગ્રાંટમાંથી સૂચવવામાં આવતા વિકાસ કામો આયોજન મંડળની પ્રક્રીયા થકી જ જાય છે.આ કામોને તાલુકા આયોજન મંડળની બહાલી મળી હોય છે.જેથી વિકાસની પ્રક્રીયામાં લોકપ્રતિનિધિઓને સઘન ભાગીદારી સુનિશ્ચિત થાય છે.આયોજન મંડળમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન ઉપરાંત એટીવીટી અને ૧૫ ટકા વિવેકાધીન ગ્રાંટમાં કરવાના થતાં વિકાસ કામોને મંજૂરી આપવામાં આવે છે. વિકાસ કામોની પ્રગતિની પણ સમીક્ષા આ ઉપરાંત પાછલા વર્ષોમાં થયેલા મંજૂર થયેલા વિકાસ કામોની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવે છે.વડોદરા જિલ્લા આયોજન મંડળની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીદ્વારા 15 ટકા વિવેકાધીન જોગવાઇ હેઠળ રૂ.16 કરોડ તથા નગરપાલિકા માટે રૂ.2.5 કરોડના આયોજનને મંજૂરી આપવામાં આવી હતી.આયોજન મંડળની ઉક્ત મંજૂરીમાં ગ્રામ્ય માર્ગોના ૬૯, પેવર બ્લોકના ૮૬, પાણી પુરવઠાના ૬૩, સ્થાનિક વિકાસના ૪૦, ભૂમિ સંરક્ષણના ૮૩, વસવાટના ૯૪૯૪, પ્રાથમિક શિક્ષણના ૧૨, પોષણના ૨૭ સહિતના કામોનો સમાવેશ થાય છે. આ પણ વાંચોઃ Gandhidham News: પોલીસ ઊંઘતી રહી અને જનતા જાગી! ગણેશ નગરમાં દારૂના અડ્ડા પર 'જનતા રેડ'

Read Full Story arrow_forward
Anand : ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર સાદગી માટે જાણીતા હતા, ત્રણ વખત ધારાસભ્ય તરીકે સેવા આપી
calendar_today March 6, 2026

Anand : ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર સાદગી માટે જાણીતા હતા, ત્રણ વખત ધારાસભ્ય તરીકે સેવા આપી

આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું આજે અવસાન થયું છે. તેમના નિધનથી ખેડા અને આણંદ જિલ્લા સહિત ગુજરાતમાં શોકની લાગણી ફરી વળી હતી.તેઓ જમીન સાથે જોડાયેલા નેતા હતાગોવિંદભાઇનો જન્મ 1943માં થયો હતો. તેઓ જમીન સાથે જોડાયેલા નેતા હતા અને જનતાની વચ્ચે રહીને કામ કરનારા નેતા હતા. તેઓ સહકારી ક્ષેત્રમાં સક્રિય હતા સહકારી ક્ષેત્રમાં અગ્રણી તરીકેની ભૂમિકા અદા કરી હતી તેમણે જિલ્લાના સહકારી ક્ષેત્રમાં અગ્રણી તરીકેની ભૂમિકા અદા કરી હતી. તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચુક્યા હતા. ક્ષત્રિય ઠાકોર સમાજમાં તેમનું વર્ચસ્વ હતું અને ઉમરેઠ સહિતના વિસ્તારોમાં તેમનો ભારે પ્રભાવ હતો.ગોવિંદભાઇ સાદગી માટે પણ જાણીતા હતા ગોવિંદભાઇ સાદગી માટે પણ જાણીતા હતા અને લોકોમાં આદરભર્યું સ્થાન ધરાવતા નેતા હતા. તેઓ સરકારમાં મંત્રી પણ રહી ચુકેલા હતા. જ્યારે 2017માં તેઓ ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારે તેમને તે વખતની વિજય રુપાણીની સરકારમાં મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું. તેમણે પંચાયત વિભાગ સ્વતંત્ર હવાલો સંભાળ્યો હતો અને પર્યાવરણ વિભાગના પણ તેઓ રાજ્ય કક્ષાના મંત્રી હતા.2022માં ત્રીજી વખત ધારાસભ્ય બન્યા2022માં પણ વિધાનસભા ચૂંટણીમાં ઉમરેઠ બેઠક પરથી તેઓ જંગી મહુતી સાથે જીતી ગયા હતા અને ત્રીજી વખત ધારાસભ્ય તરીકે પણ રહ્યા હતા2002માં કોંગ્રેસમાંથી ઉમરેઠ બેઠક પર ચૂંટણી લડી હતી આ પહેલા તેઓ 2002માં કોંગ્રેસમાંથી ઉમરેઠ બેઠક પર ચૂંટણી લડી હતી અને વિજેતા બન્યા હતા. ઉમરેઠ બેઠક પર તેઓ ત્રણ ટર્મ ધારાસભ્ય તરીકે રહ્યા હતામહાનુભાવોની શ્રદ્ધાંજલિ તેમના અવસાનથી ખેડા અને આણંદ પંથકમાં શોકની લાગણી ફરી વળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદિશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ ગોવિંદભાઇને શ્રદ્ધાંજલિ અર્પી હતીઆ પણ વાંચો----     Anand : ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન

Read Full Story arrow_forward
Junagadhમાં પેટ્રોલ-ડીઝલની અછતની વાતો માત્ર અફવા, પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખની સ્પષ્ટતા
calendar_today March 6, 2026

Junagadhમાં પેટ્રોલ-ડીઝલની અછતની વાતો માત્ર અફવા, પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખની સ્પષ્ટતા

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને ગ્રામ્ય પંથકોમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાશે તેવી ચાલી રહેલી વાતો પર હવે પૂર્ણવિરામ મુકાયું છે. પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ ગોવિંદ રામે સત્તાવાર નિવેદન જારી કરીને પ્રજાને નિશ્ચિંત રહેવા અને કોઈ પણ પ્રકારના ગભરાટમાં ન આવવા ખાસ અપીલ કરી છે. એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે દરેક પેટ્રોલ પંપ પર અત્યારે ઈંધણનો પૂરતો સ્ટોક છે અને સપ્લાય ચેઈનમાં કોઈ જ સમસ્યા નથી.પેટ્રોલ પંપ એસોસિએશનનું મહત્વનું નિવેદન ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અછતની અફવાઓ વધુ ઝડપથી ફેલાઈ રહી છે, જેના કારણે ટ્રેક્ટરો અને રિક્ષાઓની લાઈનો લાગે છે. ગોવિંદ રામે જણાવ્યું છે કે ગામડાના લોકોએ જરા પણ ગભરાવાની જરૂર નથી. પાયાવિહોણા સંદેશાઓથી ગભરાઈને ઈંધણનો સંગ્રહ ન કરવા જણાવાયું છે. ગભરાટના માર્યા લોકો પંપ પર ખોટી રીતે લાઈનો લગાવી રહ્યા છે, જેનાથી ટ્રાફિક અને વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી પડે છે. અછતની અફવાઓથી દૂર રહેવા ખાસ અપીલ "પેટ્રોલ અને ડીઝલના પુરવઠાને લઈને જનતા નિશ્ચિંત રહે. અમારી પાસે પર્યાપ્ત જથ્થો છે અને જરૂરિયાત મુજબ પેટ્રોલ હંમેશા મળતું રહેશે." - ગોવિંદ રામ (પ્રમુખ, પેટ્રોલ પંપ એસોસિએશન). તંત્ર અને એસોસિએશનના આ નિવેદન બાદ હવે પંપ પર લાગેલી લાંબી કતારો ઓછી થાય તેવી શક્યતા છે. નાગરિકોને માત્ર જરૂરિયાત મુજબ જ ઇંધણ ભરાવવા અને અફવા ફેલાવનારા તત્વોથી સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward