android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vav Tharad : મ્યુલ એકાઉન્ટ અંતર્ગત પોલીસની કાર્યવાહી, બેન્ક એકાઉન્ટ ભાડે લઇ ફ્રોડના નાણાં મેળવનારા 6 સામે ગુનો નોંધાયો
calendar_today March 6, 2026

Vav Tharad : મ્યુલ એકાઉન્ટ અંતર્ગત પોલીસની કાર્યવાહી, બેન્ક એકાઉન્ટ ભાડે લઇ ફ્રોડના નાણાં મેળવનારા 6 સામે ગુનો નોંધાયો

વાવ-થરાદ વિસ્તારમાં મ્યુલ એકાઉન્ટ મામલે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દેથળી ગામના 6 વ્યક્તિઓ વિરુદ્ધ વાવ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. ફ્રોડથી મેળવેલા નાણાં ટ્રાન્સફર કર્યા આ કેસમાં વાવ પોલીસ મથકના PI પોતે ફરિયાદી બન્યા છે. તપાસ દરમિયાન આશરે રૂ. 2,99,66,712ના સાયબર ફ્રોડ*નો મામલો સામે આવ્યો છે. આરોપીઓ દ્વારા બેંક એકાઉન્ટ ભાડે લઈ ફ્રોડથી મેળવેલા નાણાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. અલગ-અલગ રાજ્યોમાં આરોપીઓએ આચર્યુ હતુ ફ્રોડ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ તમિલનાડુ, દિલ્હી, મહારાષ્ટ્ર, બિહાર, તેલંગાણા અને છત્તીસગઢ સહિતના રાજ્યોમાં સાયબર ફ્રોડ આચર્યા હતા. ભાડે લીધેલા બેંક ખાતાઓ પર વિવિધ રાજ્યોમાં 13થી વધુ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ છે. દેથળી ગામના વ્યક્તિએ ફરિયાદ કરી હતી આ સમગ્ર મામલો દેથળી ગામના દશરથ રાવલ દ્વારા સીઆઇડી ક્રાઇમમાં કરાયેલી અરજી બાદ બહાર આવ્યો હતો. અરજીના આધારે તપાસ કરતા સમગ્ર સાયબર ફ્રોડનો ખુલાસો થયો છે પોલીસ તપાસ શરુ હાલ વાવ પોલીસે 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો----     Anand : ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન

Read Full Story arrow_forward
Kapadvanj સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો, વચગાળાના જામીન પર છુટી ફરી દુષ્કર્મ કરનારા આરોપીને જન્મટીપની સજા
calendar_today March 6, 2026

Kapadvanj સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો, વચગાળાના જામીન પર છુટી ફરી દુષ્કર્મ કરનારા આરોપીને જન્મટીપની સજા

કપડવંજ સેશન્સ કોર્ટને ઐતિહાસિક ચૂકાદો આપીને દુષ્કર્મના આરોપીને જન્મટીપની સજા ફટકારી હતી. આરોપીએ જામીન દરમિયાન દુષ્કર્મ આચર્યુ હતું. તેણે અવારનવાર દુષ્કર્મ કરી સગીરાને ગર્ભવતી બનાવી હતી. અદાલતે આરોપી રાહુલ ઉર્ફે બોકડો વાંસફોડીયાને જન્મટીપની સજા ફટકારી છે.અગાઉ દુષ્કર્મ કેસમાં સજા થઇ હતી અગાઉ દુષ્કર્મ કેસમાં સજા પામેલા આરોપીએ ફરીથી દુષ્કર્મ કરતા આરોપીને અદાલતે આજીવન એટલે બાકી રહેલ કુદરતી જિંદગી સુધી કેદની સજા ફટકારી છે વચગાળાના જામીન પર છુટી ફરી દુષ્કર્મ કર્યું મલેલી માહિતી પ્રમાણે આરોપી રાહુલ ઉર્ફે બોકડો દિલીપભાઈ વાંસફોડીયાને દુષ્કર્મના ગુનામાં 20 વર્ષની કેદની સજા થયેલી હતીઆરોપી વચગાળાના જામીન પર મુક્ત થયેલ હતો તે દરમિયાન તેણે સગીરા પર ફરી દુષ્કર્મ આચર્યું હતું અવારનવાર દુષ્કર્મ ત્યારબાદ તેણે બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી અને લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજારી ભોગ બનનારને ગર્ભવતી બનાવી હતી ભોગ બનનારને રૂપિયા પાંચ લાખ વળતર ચુકવવા હુકમ સરકારી વકીલ મિનેષ.આર.પટેલે રજૂ કરેલા 31 થી વધુ દસ્તાવેજી પુરાવા અને 13 મૌખિક પુરાવા અને દલીલોને ધ્યાને રાખી અદાલતે ચૂકાદો આપ્યો હતો અને ભોગ બનનારને રૂપિયા પાંચ લાખ વળતર ચુકવવા હુકમ કર્યો હતો. આ પણ વાંચો----    Vadodara : જાણીતા બિલ્ડર ધવલ ઠક્કર સામે ગંભીર આક્ષેપ, પુત્રને લેવા પહોંચેલી પત્ની અને સાસુને ધમકીનો સનસનીખેજ આરોપ

Read Full Story arrow_forward
Kutch News: હેરોઈન સાથે પકડાયેલા આરોપીની હોટેલ પર પોલીસની રેડ, ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી દંડ ફટકાર્યો
calendar_today March 6, 2026

Kutch News: હેરોઈન સાથે પકડાયેલા આરોપીની હોટેલ પર પોલીસની રેડ, ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી દંડ ફટકાર્યો

પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસે ડ્રગ્સના ગુનામાં સામેલ ગુનેગારો સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે. અંજારના વરસાણા ગામ ખાતેથી માદક પદાર્થ હેરોઈનના જથ્થા સાથે પકડાયેલા આરોપી પ્રકાશકુમાર બિશ્નોઈની કબજા ભોગવટાની હોટેલ (ઢાબા) પર પોલીસે PGVCLની ટીમને સાથે રાખી રેડ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન હોટેલમાં ગેરકાયદેસર વીજ કનેક્શન હોવાનું ખુલતા વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું છે.એનડીપીએસના આરોપી પર પોલીસની લાલઆંખ મળતી માહિતી મુજબ, અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં NDPSના ગુનામાં અગાઉ પકડાયેલ આરોપી પ્રકાશકુમાર હરીંગારામ બિશ્નોઈ (રહે. પતરાવાળા ધાબામાં, વરસાણા) ની વરસાણા હાઈવે પર હોટેલ આવેલી છે. આ હોટેલમાં ગેરકાયદેસર રીતે વીજળીનો વપરાશ થતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે અંજાર પોલીસ સ્ટાફ અને પી.જી.વી.સી.એલ.ની ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. વીજચોરી બદલ શિક્ષાત્મક કાર્યવાહી તપાસ દરમિયાન આરોપીની હોટેલમાં વીજ મીટર વગર સીધું જ ગેરકાયદેસર કનેક્શન લેવામાં આવ્યું હોવાનું સાબિત થયું હતું. પોલીસે તાત્કાલિક અસરથી આ વીજ કનેક્શન કાપી નાખ્યું હતું અને ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રિક સાધનોની યાદી બનાવી હતી. આ વીજચોરી બદલ આરોપીને રૂપિયા 10,000નો દંડ ફટકારી કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. અંજાર પોલીસની આ કાર્યવાહીથી માદક પદાર્થોના વેપાર સાથે જોડાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોની અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પણ બાજ નજર રાખવામાં આવશે. આ પણ વાંચો - Kutchના મુન્દ્રામાં નશામાં ધુત પોલીસકર્મીએ દારૂ ભરેલી કારથી સર્જ્યો અકસ્માત અને જાહેરમાં કરી મારામારી

Read Full Story arrow_forward