Vav Tharad : નર્મદાની કેનાલમાં આપઘાત કરવાના ઇરાદે આવેલી મહિલા પર ગેટમેનની નજર પડી અને તેને બચાવી લેવાઇ
થરાદમાં બળિયા હનુમાન નજીકની નર્મદાની મુખ્ય કેનાલમાં આત્મહત્યા કરવાના ઇરાદે આવેલી મહિલાને ફાયર બ્રિગેડની ટીમે બચાવી લીધી હતી. ગેટમેનની આ મહિલા ઉપર નજર પડતાં તેણે તત્કાળ ફાયર બ્રિગેડને જાણ કરી હતી જેથી ગેટમેનની સતર્કતાથી મહિલાને બચાવી શકાઇ હતી.મહિલા ઉપર ગેટમેનની નજર પડી થરાદમાં બળિયા હનુમાન નજીકની નર્મદાની મુખ્ય કેનાલમાં આપઘાત કરવાના ઇરાદે આવેલી એક મહિલા ઉપર કેનાલ પરના ગેટમેનની નજર પડી હતી. તેણે તત્કાળ નગર પાલિકાની ટીમને જાણ કરી હતી નગર પાલિકાની ફાયરની ટીમ સમયસર ઘટના સ્થળે દોડી આવી મામલાની ગંભીરતા સમજીને નગર પાલિકાની ફાયરની ટીમ સમયસર ઘટના સ્થળે દોડી આવી હતી અને મહિલા કેનાલમાં ઝંપલાવે તે પહેલા મહિલાને બચાવી લીધી હતી મહિલા ઘર કંકાસથી ત્રાસેલી હતી પ્રાથમિક તપાસમાં ઘર કંકાસના કારણે ત્રાસી જઇને આ મહિલા આપઘાત કરવા માટે કેનાલ પર આવી હોવાનું બહાર આવ્યું હતું જેથી મહિલાને સમજાવી પરિવાર સાથે પોતાના ઘર મોકલી અપાઇ હતી. ગેટમેનની સમય સૂચકતાના કારણે ત્રણ સંતાનોની માતાનો જીવ બચ્યો કેનાલના ગેટમેનની સમય સૂચકતાના કારણે ત્રણ સંતાનોની માતાનો જીવ બચ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે પણ સમયસર પહોંચીને નિષ્ઠાપૂર્વક પોતાની કામગિરી બજાવી હતી.આ પણ વાંચો---- Vadodara : જાણીતા બિલ્ડર ધવલ ઠક્કર સામે ગંભીર આક્ષેપ, પુત્રને લેવા પહોંચેલી પત્ની અને સાસુને ધમકીનો સનસનીખેજ આરોપ
Read Full Story arrow_forward