android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Navsari News: બીલીમોરામાં કાર ચડાવી હત્યા કરનાર આરોપી કૃપલ પટેલની ધરપકડ
calendar_today March 7, 2026

Navsari News: બીલીમોરામાં કાર ચડાવી હત્યા કરનાર આરોપી કૃપલ પટેલની ધરપકડ

નવસારી જિલ્લાના બીલીમોરા નજીક બનેલી સનસનાટીભરી હત્યાની ઘટનામાં પોલીસ પ્રશાસને અત્યંત ઝડપી કાર્યવાહી કરી છે. કાર ચડાવીને યુવકની નિર્મમ હત્યા કરી ફરાર થઈ ગયેલા આરોપીને નવસારી એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.કાર ચડાવી હત્યા કરી થયો હતો ફરાર આરોપી કૃપલ પટેલે બીલીમોરા પંથકમાં કાર ચડાવીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો અને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. નવસારી પોલીસે આ કેસને ગંભીરતાથી લઈને અલગ-અલગ ટીમો બનાવી હતી, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે 24 કલાક પૂરા થાય તે પહેલા જ હત્યારા આરોપી કૃપલ પટેલને દબોચી લીધો હતો. પોલીસે હત્યામાં હથિયાર તરીકે ઉપયોગમાં લેવાયેલી કાર (વાહન) પણ શોધી કાઢીને કાયદેસર રીતે જપ્ત કરી છે. હત્યામાં ઉપયોગમાં લેવાયેલી કાર પોલીસે જપ્ત કરી આરોપી કૃપલ પટેલની ધરપકડ બાદ હવે પોલીસ તેની પૂછપરછ કરી રહી છે કે આ હત્યા પાછળનું મુખ્ય કારણ શું હતું. પ્રાથમિક તપાસમાં જૂની અદાવત કે કોઈ અંગત વિવાદ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે. એલસીબીની આ ત્વરિત કામગીરીને પગલે ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં બીલીમોરા પોલીસે આરોપીનો કબજો મેળવી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara News : સ્વચ્છતા જાળવવા માટે કોર્પોરેશન દ્વારા 25 દિવસમાં જ નિયમોનો ભંગ કરનારાઓ પાસેથી 28.43 લાખ જેટલો દંડ વસૂલ કરાયો
calendar_today March 7, 2026

Vadodara News : સ્વચ્છતા જાળવવા માટે કોર્પોરેશન દ્વારા 25 દિવસમાં જ નિયમોનો ભંગ કરનારાઓ પાસેથી 28.43 લાખ જેટલો દંડ વસૂલ કરાયો

વડોદરા શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ ફેબ્રુઆરી મહિનાના માત્ર 25 દિવસમાં જ પાલિકાએ નિયમોનો ભંગ કરનારાઓ પાસેથી કુલ રૂ. 28.43 લાખ જેટલો દંડ વસૂલ કર્યો છે. એટલે કે દરરોજ સરેરાશ લગભગ રૂ. 1.13 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.તમામ વોર્ડમાં સઘન ચેકિંગ કરાયું મહાનગરપાલિકા દ્વારા 1 ફેબ્રુઆરી 2026 થી 25 ફેબ્રુઆરી 2026 સુધી શહેરના તમામ વોર્ડમાં સઘન ચેકિંગ, નાઈટ ડ્રાઈવ અને વિશેષ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન બાંધકામનો કચરો જાહેર સ્થળે ફેંકવો, ગંદકી ફેલાવવી, પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો અને અન્ય મ્યુનિસિપલ નિયમોના ભંગ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વિવિધ ઉલ્લંઘન બદલ દંડ આ ઝુંબેશ દરમિયાન બાંધકામ સાઇટ સંબંધિત ઉલ્લંઘન બદલ રૂ. 3,02,600નો દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે નાઈટ ડ્રાઈવ દરમિયાન રૂ. 4,22,500નો દંડ લેવામાં આવ્યો હતો. જાહેર સ્થળે ગંદકી ફેલાવનારાઓ સામે સૌથી વધુ રૂ. 14,39,700નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ બદલ રૂ. 3,34,700નો દંડ લેવામાં આવ્યો હતો. સીસી ટીવીનો ઉપયોગ શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા દ્વારા કંટ્રોલ સેન્ટર મારફતે સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ મોનીટરીંગ દરમિયાન ગંદકી ફેલાવનારાઓને ઓળખી તેમના સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન કુલ 24 લોકોને ઓળખી તેમની સામે રૂ. 12,200નો દંડ કરવામાં આવ્યો હતો. આ પણ વાંચો---    Gandhinagar : રાજ્યની મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદારોનું શાસન, વર્તમાન બોર્ડની મુદત પુરી

Read Full Story arrow_forward
Vadodara News : કાર ભાડે લઇને રાજસ્થાનમાં સગેવગે કરનારા શખ્સ સામે ફરિયાદ
calendar_today March 7, 2026

Vadodara News : કાર ભાડે લઇને રાજસ્થાનમાં સગેવગે કરનારા શખ્સ સામે ફરિયાદ

વડોદરા શહેરમાં કાર ભાડે લઈને તેને અન્ય રાજ્યમાં સગેવગે કરી દેવાનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ મામલે રાવપુરા પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.કાર ઓળખીતાને ભાડે આપતો મળતી માહિતી મુજબ ગોત્રી વિસ્તારમાં રહેતો નીરવ ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. તેણે વર્ષ 2025 દરમિયાન પોતાના મિત્ર અનિલના નામે એક કાર ખરીદી હતી. આ કાર તે ઓળખીતાઓને જરૂરી દસ્તાવેજો લઈ પ્રતિદિન રૂ.3000ના ભાડે આપતો હતો. અતાઉરને કાર ભાડે આપી ફરિયાદ અનુસાર 20 ફેબ્રુઆરીના રોજ કુરજીભાઈ વાળાના મારફતે કાર અતાઉર મેમનને ત્રણ દિવસ માટે ભાડે આપવામાં આવી હતી. આરોપીએ બે દિવસના ભાડા અને ડિપોઝિટ તરીકે કુલ રૂ.15,500 જમા કરાવ્યા હતા. પરંતુ ત્યારબાદ આરોપીનો સંપર્ક થઈ શક્યો નહોતો. આજદિન સુધી કાર પરત મળી નથી ફરિયાદી દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું કે આરોપી છેલ્લા ત્રણ વર્ષથી દર્શાવેલા સરનામે રહેતો નથી. અન્ય સરનામે તેના પરિવારજનોએ કાર પરત આપવાની ખાતરી આપી હતી, છતાં આજદિન સુધી કાર પરત મળી નથી. પોખરણમાં કાર સગેવગે કરી પોલીસ તપાસ દરમિયાન કારનું અંતિમ લોકેશન રાજસ્થાન હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસમાં જાણવા મળ્યું કે પોખરણ વિસ્તારમાં આશરે રૂ.8 લાખની કિંમતની કાર સગેવગે કરી દેવામાં આવી છે.આ મામલે રાવપુરા પોલીસે આરોપી સામે વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો---    Gandhinagar : રાજ્યની મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદારોનું શાસન, વર્તમાન બોર્ડની મુદત પુરી

Read Full Story arrow_forward