android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar: ધૂળેટીના દિવસે હાદાનગરમાં મારામારી કરનાર 6 આરોપીઓને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
calendar_today March 6, 2026

Bhavnagar: ધૂળેટીના દિવસે હાદાનગરમાં મારામારી કરનાર 6 આરોપીઓને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

ભાવનગરના હાદાનગર વિસ્તારમાં ધૂળેટીના દિવસે થયેલી મારામારી અને હુમલાની ઘટનામાં બોરતળાવ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. મહિલા અને તેના પરિવાર પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે.ધૂળેટીના દિવસે મારામારી અને હુમલાની ઘટનાધૂળેટીના પવિત્ર તહેવારના દિવસે હાદાનગર વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે કેટલાક ઈસમોએ માથાકૂટ કરી હતી. વાત એટલી વણસી હતી કે આ આરોપીઓએ મહિલાના પરિવારજનો પર જીવલેણ હુમલો કરી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પીડિત પરિવારે બોરતળાવ પોલીસ મથકમાં કુલ 8 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસની કડક કાર્યવાહીફરિયાદના આધારે બોરતળાવ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા અસામાજિક તત્વોમાં ડર પેદા કરવા માટે, આ 6 આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર બનાવનું 'રિકન્સ્ટ્રક્શન' કરાવવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા આરોપીઓનું સરઘસ કાઢવામાં આવતા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.આ પણ વાંચો: Ahmedabad: કાળજાળ ગરમી માટે તૈયાર રહો! ગુજરાતના અનેક જિલ્લાઓમાં હિટવેવનું યલો એલર્ટ

Read Full Story arrow_forward
Junagadh News: GIDC-2 માં પ્લાસ્ટિકના કારખાનામાં આગ, ફાયર ફાઈટરોએ 12 હજાર લીટર પાણીનો મારો ચલાવ્યો
calendar_today March 6, 2026

Junagadh News: GIDC-2 માં પ્લાસ્ટિકના કારખાનામાં આગ, ફાયર ફાઈટરોએ 12 હજાર લીટર પાણીનો મારો ચલાવ્યો

જૂનાગઢ શહેરના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા GIDC 2માં આજે એક પ્લાસ્ટિકના કારખાનામાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરી આગ લાગવાની જાણ થતા જ જૂનાગઢ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પ્લાસ્ટિક જ્વલનશીલ હોવાથી આગ વધુ પ્રસરે તેવી ભીતિ હતી, પરંતુ ફાયર ફાયટરોએ સતર્કતા દાખવી કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગ દ્વારા અંદાજે 12 હજાર લીટર પાણીનો મારો ચલાવીને કલાકોની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. મોટું નુકસાન, પણ જાનહાનિ ટળી ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. કારખાનામાં રહેલો પ્લાસ્ટિકનો કાચો માલ અને મશીનરીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. જોકે, જે સમયે આગ લાગી ત્યારે કારખાનામાં કામ કરતા શ્રમિકો સમયસર બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા, જેથી મોટી જાનહાનિ ટળી હતી. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરાઈ છે. આ પણ વાંચો - Junagadh: તોરણીયાના પિતા-પુત્રનું ફિલ્મી ઢબે અપહરણ, રાજપરાના ફાર્મ હાઉસમાં બંધક બનાવી કરી લૂંટ

Read Full Story arrow_forward
Vadodara : બરોડા ડેરીમાં રાજકીય ગરમાવો, કેતન ઇનામદારનું નિવેદન, ક્ષતિ રહેવી એ પણ ખોટું કરેલા કૃત્ય સમાન છે
calendar_today March 6, 2026

Vadodara : બરોડા ડેરીમાં રાજકીય ગરમાવો, કેતન ઇનામદારનું નિવેદન, ક્ષતિ રહેવી એ પણ ખોટું કરેલા કૃત્ય સમાન છે

વડોદરાના બરોડા ડેરીમાં ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખને 76(B)ની નોટિસ આપવામાં આવી છે. 13 માર્ચે બંનેને જવાબ આપવા જણાવાયું છેક્ષતિ રહી જવી એ પણ ખોટું કરેલા કૃત્ય સમાન સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે નોટિસ પર પ્રતિક્રિયા આપી કહ્યું કે, "જ્યારે પશુપાલકોને આટલું પ્રોત્સાહન સરકાર આપતી હોય ત્યારે ક્ષતિ રહી જવી એ પણ ખોટું કરેલા કૃત્ય સમાન છે." ઈ-ટેન્ડરીંગ અંગે વારંવાર પરિપત્રોનું ઉલ્લંઘન તેમણે કહ્યું હતું કે 5 લાખથી ઉપરના કામ માટે ઈ-ટેન્ડરીંગ અંગે વારંવાર પરિપત્રોનું ઉલ્લંઘન થયું છે. 25 થી 34 ટકા ઉત્પાદન સહિત વિવિધ ખામી ડેરીના સભાસદો માટે 300 ટન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે. પરંતુ ઓડિટમાં માત્ર 25 થી 34 ટકા ઉત્પાદન સહિત વિવિધ ખામી જોઈ આવી છે તેમ પણ તેમણે કહ્યું હતુંરામસિંહ વાઘેલા ડિરેક્ટર પદે બિનહરીફ જાહેર રાજકીય માહોલમાં, સાવલી ઝોન પાંચના ઉમેદવાર રામસિંહ વાઘેલા ડિરેક્ટર પદે બિનહરીફ જાહેર થયા છે. જ્યારે ડેસર ઝોન છ માટે સુરપાલસિંહ પરમારને ભાજપ દ્વારા ટેલિફોનિક મેસેજથી જાણ કરી દેવામાં આવી છે.  શુભેચ્છા મિટિંગ યોજાઈ સાવલી ના ધારાસભ્ય કેતન ઇનામદાર ના નિવાસસ્થાને બરોડા ડેરી ના ચૂંટણી મુદ્દે ઉમેદવારોનું હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા સન્માન અને શુભેચ્છા મિટિંગ યોજાઈ  હતી.આ પણ વાંચો---    Vadodara : જાણીતા બિલ્ડર ધવલ ઠક્કર સામે ગંભીર આક્ષેપ, પુત્રને લેવા પહોંચેલી પત્ની અને સાસુને ધમકીનો સનસનીખેજ આરોપ

Read Full Story arrow_forward