Vadodara : જાણીતા બિલ્ડર ધવલ ઠક્કર સામે ગંભીર આક્ષેપ, પુત્રને લેવા પહોંચેલી પત્ની અને સાસુને ધમકીનો સનસનીખેજ આરોપ
વડોદરામાં જાણીતા બિલ્ડર ધવલ ઠક્કર ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. તેમની પત્ની નમ્રતા ઠક્કર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.ધવલ ઠક્કરે તેમને ધમકી આપી ધવલ ઠક્કરના પત્નીના જણાવ્યા મુજબ, તેઓ અને તેમના સાસુ પુત્રને લેવા સ્કૂલ પહોંચ્યા ત્યારે ધવલ ઠક્કરે તેમને ધમકી આપી હતી. સ્કૂલ કેમ્પસમાં જ તેમને ધમકી આપવામાં આવી નમ્રતા ઠક્કરે જણાવ્યું કે સ્કૂલ કેમ્પસમાં જ તેમને માર મારવાની ધમકી આપવામાં આવી હતી. તેમણે પતિ ધવલ ઠક્કર વારંવાર દારૂ પીને તેમને માર મારતા હોવાના પણ આક્ષેપ છે. ગમે ત્યારે હુમલો થઈ શકે નમ્રતા ઠક્કરે વધુમાં કહ્યું કે સ્કૂલમાં મળેલી ધમકી બાદ તેઓ ખૂબ ગભરાયેલા છે અને તેમની ઉપર ગમે ત્યારે હુમલો થઈ શકે તેવી ભીતિ છે. ધવલ ઠક્કર કાન્હા ગ્રુપના પાર્ટનર આ સમગ્ર મામલે તેઓ હાલમાં પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા કરી રહ્યા છે. નોંધનીય છે કે ધવલ ઠક્કર કાન્હા ગ્રુપના પાર્ટનર તરીકે પણ જાણીતા છે. પોલીસ તપાસ શરુ હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ પણ વાંચો--- Ahmedabad : પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ તથા ચંદ્રસિંહ મોરી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ, 1500 કરોડથી વધુ રકમની જમીન કૌભાંડનો ઉલ્લેખ
Read Full Story arrow_forward