android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabadમાં 7 માર્ચે જાહેરમાં આપાતકાલિન સાયરન વગાડાશે, સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન વાગશે સાયરન, જુઓ Video
calendar_today March 6, 2026

Ahmedabadમાં 7 માર્ચે જાહેરમાં આપાતકાલિન સાયરન વગાડાશે, સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન વાગશે સાયરન, જુઓ Video

ઓપરેશન સિંદૂર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ થઈ હતી. જે વખતે રાજ્યના બોર્ડર વિસ્તારોમાં સાયરન વગાડીને લોકોને એલર્ટ કરવામાં આવતા હતા. આ દરમિયાન અમદાવાદમાં ફરી સાયરન વાગશે. નાગરિક સંરક્ષણ તાલીમશાળા અમદાવાદના કમાન્ડન્ટ અને નાયબ પોલીસ અધિક્ષક એ.એ.શેખના જણાવ્યા મુજબ, નાગરિક સંરક્ષણ તંત્રની સાયરનોની ખરીદી કરવાની હોવાથી ખરીદી પહેલા ટેસ્ટિંગ કરવામાં આવશે. અમદાવાદ ખાતે સવારે 8 થી 10 કલાક દરમિયાન વાગશે સાયરન આ સાયરનોનું ટેસ્ટિંગ તા. 07-03-2026ના રોજ હોમગાર્ડ્ઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે સવારે 8 થી 10 કલાક દરમિયાન કરાશે. આ સમયગાળા દરમિયાન અવાર-નવાર સાયરન વગાડવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ એક સામાન્ય પ્રક્રિયા છે અને તેનો હેતુ સિવિલ ડિફેન્સ (નાગરિક સંરક્ષણ) તંત્ર દ્વારા ઉપયોગમાં લેવા માટે વિચારણા હેઠળની સાયરન સિસ્ટમની કાર્યક્ષમતા અને અવાજની મર્યાદા (રેન્જ) ચકાસવાનો છે. સૂત્રો મુજબ આ સાયરન એક નિયંત્રિત પરીક્ષણ પ્રક્રિયાનો ભાગ હશે અને તે કોઈ કટોકટી કે કટોકટીની પરિસ્થિતિનો સંકેત આપતા નથી. સાયરનનો અવાજ લગભગ 5 કિલોમીટર સુધી સંભળાય છે લાલ દરવાજા વિસ્તારમાં અથવા તેની આસપાસ રહેતા કે કામ કરતા નાગરિકોને નિર્ધારિત સમય દરમિયાન સાયરન સાંભળીને ગભરાવાની જરૂર નથી તેવી સલાહ આપવામાં આવી હતી. પાટણ શહેર અને 42 સરહદી ગામો સાયરનથી સજ્જ પાટણ શહેરમાં પણ આપત્તિ કે યુદ્ધ જેવી તાત્કાલિક પરિસ્થિતિમાં લોકોને ઝડપી ચેતવણી મળી રહે તે માટે પાટણ નગરપાલિકા દ્વારા અંદાજે રૂ.1 લાખના ખર્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં 8 સ્થળોએ સાયરન સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. તેમાંમાંથી ચાર હેવી સાયરન જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનો અવાજ લગભગ 5 કિલોમીટર સુધી સંભળાય છે. જાખોત્રા અને અહેવાલ ગામમાં સાયરન ગ્રામ પંચાયત ખાતે રાખવામાં આવ્યા છે કુલ 12 સાયરન દ્વારા યુદ્ધ, કુદરતી આપત્તિ, આગ કે ભૂકંપ જેવી પરિસ્થિતિમાં લોકોને તાત્કાલિક એલર્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સાંતલપુર પંથકના આશરે 42 જેટલા સરહદી ગામોમાં તંત્ર દ્વારા સાયરન સિસ્ટમ ગોઠવવામાં આવી છે. ફાંગલી ગામમાં મંદિર ઉપર સાયરન લગાવવામાં આવ્યું છે, જ્યારે જાખોત્રા અને અહેવાલ ગામમાં સાયરન ગ્રામ પંચાયત ખાતે રાખવામાં આવ્યા છે.આ પણ વાંચો : Kutch News : કચ્છના નાના રણમાં બાળકોને શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે મોબાઈલ રણશાળા બની આશિર્વાદ રૂપ

Read Full Story arrow_forward
Surat News: શું ટોયલેટ ક્લિનરથી બને છે ઘી? નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ, મળી આ વસ્તુઓ
calendar_today March 6, 2026

Surat News: શું ટોયલેટ ક્લિનરથી બને છે ઘી? નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ, મળી આ વસ્તુઓ

સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ભેળસેળિયા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. માંડવી તાલુકાના ખેડપૂર ગામે આવેલી એક સોસાયટીના મકાનમાં ચાલતા નકલી ઘીના કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે પાડવામાં આવેલી રેડમાં લાખોની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો અને બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ પેકિંગ મટિરિયલ મળી આવ્યા છે.રહેણાંક મકાનમાં ચાલતું હતું નેટવર્ક માંડવી પોલીસ મથકના પીએસઆઈ કે. વી. પટેલ અને તેમની ટીમને બાતમી મળી હતી કે, ખેડપૂરની અગ્રેશ્વર સિટી પોઈન્ટ સોસાયટીમાં મકાન નંબર 400માં શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે. તપાસ દરમિયાન પોલીસને ત્યાંથી 810.5 લીટર શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું, જેની બજાર કિંમત આશરે રૂપિયા 6,65,870 જેટલી થાય છે. બ્રાન્ડેડ નામે વેચાણની તૈયારી આરોપી હેમરાજ રાજપુરોહિત દ્વારા આ મકાનમાં 'YADUGIRI PURE COW GHEE' ના નામે નકલી ઘીનું પેકિંગ કરવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી હજારોની સંખ્યામાં ડુપ્લીકેટ સ્ટીકરો, ઈલેક્ટ્રોનિક વજન કાંટો, ગેસ સિલિન્ડર, બેચ કોડિંગ મશીન અને પેકિંગ માટેના અન્ય સાધનો જપ્ત કર્યા છે. આ ઉપરાંત, ત્યાંથી શંકાસ્પદ ટોયલેટ ક્લીનર અને તમાકુનો જથ્થો પણ મળી આવ્યો છે. કુલ 7.30 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે ઘી, પેકિંગ મશીનરી અને અન્ય સામાન મળી કુલ 7,30,715 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શંકાસ્પદ ઘીના નમૂના લઈ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ મામલે માંડવી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે કે, આ જથ્થો ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો.આ પણ વાંચો - Surat: તાપી નદીમાં ન્હાવા પડેલા બે કિશોરોના મોત, 38 કલાકની શોધખોળ બાદ ધોરણ-10ના વિદ્યાર્થીનો મળ્યો મૃતદેહ

Read Full Story arrow_forward
GUJSITOK Actમાંથી આતંકવાદ શબ્દ હટાવાશે, સરકાર ગુંડા એક્ટમાં સુધારા વિધેયક લાવશે, જુઓ Video
calendar_today March 6, 2026

GUJSITOK Actમાંથી આતંકવાદ શબ્દ હટાવાશે, સરકાર ગુંડા એક્ટમાં સુધારા વિધેયક લાવશે, જુઓ Video

વર્ષ 2020માં ગુંડા એક્ટ વિધાનસભામાં પસાર થયો હતો અને વિધાનસભાએ વિધેયક રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલ્યું હતું અને કેટલીક જોગવાઇ કેન્દ્રીય કાયદા સાથે સુસંગત નહોતી. કાયદાના વ્યાપને મર્યાદિત કરીને તેને માત્ર સંગઠિત ગુનાખોરી કેન્દ્રિત કરવાનો છે ગુજરાત સરકાર રાજ્યના કાયદાકીય માળખામાં એક અત્યંત મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આગામી વિધાનસભા સત્રમાં ‘ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (સુધારા) વિધેયક, 2026’ રજૂ કરશે. આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય 2015ના મૂળ કાયદાના વ્યાપને મર્યાદિત કરીને તેને માત્ર સંગઠિત ગુનાખોરી (Organised Crime) પર કેન્દ્રિત કરવાનો છે. આ પણ વાંચો : Ahmedabadમાં 7 માર્ચે જાહેરમાં આપાતકાલિન સાયરન વગાડાશે, સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન વાગશે સાયરન

Read Full Story arrow_forward