android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch News : કચ્છના નાના રણમાં બાળકોને શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે મોબાઈલ રણશાળા બની આશિર્વાદ રૂપ
calendar_today March 6, 2026

Kutch News : કચ્છના નાના રણમાં બાળકોને શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે મોબાઈલ રણશાળા બની આશિર્વાદ રૂપ

આ સંજોગોમાં તેમના બાળકોને શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે મોબાઈલ રણશાળા ચાલે છે. કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓએ પરિવારો સાથે સ્થળાંતર કરવું પડે છે. આ સ્થિતિમાં તેમના બાળકોનું શિક્ષણ અવરોધાય છે. અગરિયાના બાળકોનું શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે રણ વિસ્તારમાં રાજ્ય સરકારના સહયોગથી "મોબાઈલ રણશાળા" ચાલે છે. બાળકો અગાઉ અધવચ્ચે અભ્યાસ છોડી દેતા હતા આ મોબાઈલ રણશાળામાં એલ.ઈ.ડી જેવા આધુનિક સાધનોની મદદથી બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. મોબાઈલમાં એલ.ઈ.ડી, પંખા અને લાઈટ માટે સોલાર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. આ રણશાળાઓમાં 'ઇન્ટરેક્ટિવ લર્નિંગ' ઉપરાંત વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવામાં આવે છે. અહી બાળકોને દરરોજ પૌષ્ટિક ભોજન, ચીકી અને ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે. જયેશ અને રિંકુ જેવા બાળકો, અગાઉ અધવચ્ચે અભ્યાસ છોડી દેતા, તે આજે આનંદથી ભણી રહ્યા છે. મીઠાના અગરમાં ચાલતી આ શાળા રાજ્ય સરકારની સૌને શિક્ષણના અભિગમને ચરિતાર્થ કરે છે. આ પણ વાંચો : Gandhinagar News : ગાંધીનગર મનપા 1536 EWS-2 આવાસ બનાવશે, વાર્ષિક 3 લાખની આવક મર્યાદા ધરાવનારને મળશે લાભ

Read Full Story arrow_forward
Surat: તાપી નદીમાં ન્હાવા પડેલા બે કિશોરોના મોત, 38 કલાકની શોધખોળ બાદ ધોરણ-10ના વિદ્યાર્થીનો મળ્યો મૃતદેહ
calendar_today March 6, 2026

Surat: તાપી નદીમાં ન્હાવા પડેલા બે કિશોરોના મોત, 38 કલાકની શોધખોળ બાદ ધોરણ-10ના વિદ્યાર્થીનો મળ્યો મૃતદેહ

રંગોના પર્વ ધૂળેટીના દિવસે સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સરથાણા પ્રાણી સંગ્રહાલયની પાછળ આવેલી તાપી નદીમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રોમાંથી બેના મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 38 કલાકની ભારે જહેમત બાદ આજે ધોરણ-10ના વિદ્યાર્થી ક્રિષ્ના ચૌહાણનો મૃતદેહ મળી આવ્યો છે.તાપી નદીમાં ન્હાવા પડેલા બે મિત્રોના મોતધૂળેટીના દિવસે હોળી રમ્યા બાદ ત્રણ મિત્રો—જેમાં બે માસીયાઈ ભાઈઓ અને એક અન્ય મિત્ર હતા—સરથાણા પાસે તાપી નદીમાં ન્હાવા માટે ગયા હતા. નદીમાં પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા બે કિશોર ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. તેમને ડૂબતા જોઈ ત્રીજો મિત્ર ગભરાઈને બહાર નીકળી ગયો હતો અને તાત્કાલિક ઘટનાની જાણ કરી હતી.મૃતક ધોરણ-10માં અભ્યાસ કરતો હતોમૃતક ક્રિષ્ના ચૌહાણ ધોરણ-10માં અભ્યાસ કરતો હતો અને આગામી દિવસોમાં તેની બોર્ડની પરીક્ષાઓ હતી. ક્રિષ્ના પરિવારનો એકનો એક દીકરો હતો. તેના પિતા દુબઈમાં નોકરી કરે છે અને માતા હીરાના કારખાનામાં મજૂરી કરી ઘર ચલાવે છે. પરીક્ષાના થોડા દિવસો પહેલા જ બનેલી આ કરુણાંતિકાએ પરિવારને ભાંગી નાખ્યો છે.મૃતદેહ પરિવારને સોંપ્યોઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ગઈકાલે પ્રથમ મૃતદેહ મળી આવ્યા બાદ, આજે સતત 38 કલાકની શોધખોળના અંતે ક્રિષ્ના ચૌહાણનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. પોલીસે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કરી મૃતદેહ પરિવારને સોંપ્યો છે.આ પણ વાંચો:Bhavnagar: PGVCL-GUVNLના દરોડામાં 30 લાખની વીજચોરી ઝડપાઈ, એક સપ્તાહમાં કુલ 74.85 લાખનો દંડ વસૂલાયો

Read Full Story arrow_forward
Ahmedabadમાં 7 માર્ચે જાહેરમાં આપાતકાલિન સાયરન વગાડાશે, સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન વાગશે સાયરન
calendar_today March 6, 2026

Ahmedabadમાં 7 માર્ચે જાહેરમાં આપાતકાલિન સાયરન વગાડાશે, સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન વાગશે સાયરન

ઓપરેશન સિંદૂર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ થઈ હતી. જે વખતે રાજ્યના બોર્ડર વિસ્તારોમાં સાયરન વગાડીને લોકોને એલર્ટ કરવામાં આવતા હતા. આ દરમિયાન અમદાવાદમાં ફરી સાયરન વાગશે. નાગરિક સંરક્ષણ તાલીમશાળા અમદાવાદના કમાન્ડન્ટ અને નાયબ પોલીસ અધિક્ષક એ.એ.શેખના જણાવ્યા મુજબ, નાગરિક સંરક્ષણ તંત્રની સાયરનોની ખરીદી કરવાની હોવાથી ખરીદી પહેલા ટેસ્ટિંગ કરવામાં આવશે. અમદાવાદ ખાતે સવારે 8 થી 10 કલાક દરમિયાન વાગશે સાયરન આ સાયરનોનું ટેસ્ટિંગ તા. 07-03-2026ના રોજ હોમગાર્ડ્ઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે સવારે 8 થી 10 કલાક દરમિયાન કરાશે. આ સમયગાળા દરમિયાન અવાર-નવાર સાયરન વગાડવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ એક સામાન્ય પ્રક્રિયા છે અને તેનો હેતુ સિવિલ ડિફેન્સ (નાગરિક સંરક્ષણ) તંત્ર દ્વારા ઉપયોગમાં લેવા માટે વિચારણા હેઠળની સાયરન સિસ્ટમની કાર્યક્ષમતા અને અવાજની મર્યાદા (રેન્જ) ચકાસવાનો છે. સૂત્રો મુજબ આ સાયરન એક નિયંત્રિત પરીક્ષણ પ્રક્રિયાનો ભાગ હશે અને તે કોઈ કટોકટી કે કટોકટીની પરિસ્થિતિનો સંકેત આપતા નથી. સાયરનનો અવાજ લગભગ 5 કિલોમીટર સુધી સંભળાય છે લાલ દરવાજા વિસ્તારમાં અથવા તેની આસપાસ રહેતા કે કામ કરતા નાગરિકોને નિર્ધારિત સમય દરમિયાન સાયરન સાંભળીને ગભરાવાની જરૂર નથી તેવી સલાહ આપવામાં આવી હતી. પાટણ શહેર અને 42 સરહદી ગામો સાયરનથી સજ્જ પાટણ શહેરમાં પણ આપત્તિ કે યુદ્ધ જેવી તાત્કાલિક પરિસ્થિતિમાં લોકોને ઝડપી ચેતવણી મળી રહે તે માટે પાટણ નગરપાલિકા દ્વારા અંદાજે રૂ.1 લાખના ખર્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં 8 સ્થળોએ સાયરન સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. તેમાંમાંથી ચાર હેવી સાયરન જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનો અવાજ લગભગ 5 કિલોમીટર સુધી સંભળાય છે. જાખોત્રા અને અહેવાલ ગામમાં સાયરન ગ્રામ પંચાયત ખાતે રાખવામાં આવ્યા છે કુલ 12 સાયરન દ્વારા યુદ્ધ, કુદરતી આપત્તિ, આગ કે ભૂકંપ જેવી પરિસ્થિતિમાં લોકોને તાત્કાલિક એલર્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સાંતલપુર પંથકના આશરે 42 જેટલા સરહદી ગામોમાં તંત્ર દ્વારા સાયરન સિસ્ટમ ગોઠવવામાં આવી છે. ફાંગલી ગામમાં મંદિર ઉપર સાયરન લગાવવામાં આવ્યું છે, જ્યારે જાખોત્રા અને અહેવાલ ગામમાં સાયરન ગ્રામ પંચાયત ખાતે રાખવામાં આવ્યા છે.આ પણ વાંચો : Kutch News : કચ્છના નાના રણમાં બાળકોને શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે મોબાઈલ રણશાળા બની આશિર્વાદ રૂપ

Read Full Story arrow_forward