android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli News : અમરેલીના ખાંભા તાલુકામાં સિંહે યુવક પર કર્યો હુમલો, ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા
calendar_today March 5, 2026

Amreli News : અમરેલીના ખાંભા તાલુકામાં સિંહે યુવક પર કર્યો હુમલો, ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા

અમરેલી જિલ્લામાં ફરી ચાર પગનો આતંક સામે આવ્યો છે અને ખાંભા તાલુકાના નવા માલકનેસ ગામે ખેડૂતના ભાગીદાર પર મોડી રાત્રે સિંહે હુમલો કરતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, ખેતરમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, તો અમરેલી વન વિભાગે આ મામલે તપાસ શરૂ કરી છે. અમરેલીમાં સિંહે માણસ પર કર્યો હુમલો નવા માલકનેસ ગામે ખેડૂતના ભાગીદાર વાડીએ મકાનની છત પર રખોપું કરી રહેતા હતા અને તે દરમિયાન અચાનક સિંહે આવીને હુમલો કર્યો હતો, નવા માલિકનેસ ગામના મનુંભાઈ સુખાભાઈ જાદવ (ઉ.વ.૪૫) પર સિંહ કર્યો હતો હુમલો અને માથાના ભાગે સામાન્ય ઇજાઓ થતા 108ની મદદથી સારવાર અર્થ ખાંભા બાદ અમરેલી ખસેડાયા છે, આ ઘટનાને પગલે ખાંભા વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 17 ફેબ્રુઆરી 2026ના રોજ ખાંભામાં સિંહ પાછળ પડતા બળદો કૂવામાં પડ્યા ઉમરીયા ગામના ખેડૂતની વાડીમાં રાત્રિના સમયે સિંહ ચઢી આવતા અફરાતફરી મચી ગઈ હતી. સિંહને જોઈને ડરી ગયેલા બળદોએ દોટ મૂકી હતી, જેમાં બે બળદ સાથે આખું બળદગાડું વાડીના ખુલ્લા કૂવામાં ખાબક્યું હતું. ઘટનાની જાણ થતા જ ખાંભા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મધરાતે કૂવામાં પડેલા બળદોને બહાર કાઢવા માટે ક્રેઈન બોલાવવામાં આવી હતી. આ પણ વાંચો : Valsad News : વલસાડમાં અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, ઓવરટેક જેવી નજીવી બાબતે વૃદ્ધને માર્યો માર અને પોલીસે ઝડપ્યા તો હસવા લાગ્યા

Read Full Story arrow_forward
Dahod: ક્રૂઝર ગાડીએ સાયકલ સવાર વૃદ્ધને અડધો કિલોમીટર સુધી ઢસડ્યા, ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત
calendar_today March 5, 2026

Dahod: ક્રૂઝર ગાડીએ સાયકલ સવાર વૃદ્ધને અડધો કિલોમીટર સુધી ઢસડ્યા, ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

દાહોદ શહેરમાં આજે એક અત્યંત વિચલિત કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. પરેલના ત્રણ રસ્તા પાસે એક પૂરપાટ ઝડપે આવતી ક્રૂઝર ગાડીના ચાલકે સાયકલ સવાર વૃદ્ધને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જાયા બાદ ચાલકે ગાડી ઉભી રાખવાને બદલે વૃદ્ધને અડધો કિલોમીટર સુધી રસ્તા પર ઢસડ્યા હતા, જેમાં તેમનું કરુણ મોત નીપજ્યું છે.દાહોદમાં કારની ટક્કરથી સાયકલ સવારનું મોતમૃતકની ઓળખ દાહોદ નજીક આવેલા વાંદરીયા ગામના 63 વર્ષીય મોહનભાઈ ગરાસિયા તરીકે થઈ છે. મોહનભાઈ પોતાની સાયકલ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે પરેલના ત્રણ રસ્તા પાસે ક્રૂઝર ગાડીએ તેમને હડફેટે લીધા હતા. સાક્ષીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ મોહનભાઈ ગાડી નીચે ફસાઈ ગયા હતા, તેમ છતાં ચાલકે ગાડી હંકારી મૂકી હતી અને તેમને પરેલના કારખાના સુધી અડધો કિલોમીટર ઢસડી ગયો હતો. મોહનભાઈનો મૃતદેહ કારખાના પાસે મળી આવ્યો હતો, જ્યારે તેમની સાયકલ ઘટનાસ્થળેથી એક કિલોમીટર દૂર ફેંકાયેલી હાલતમાં મળી આવી હતી.પરિવારના ગંભીર આક્ષેપોઘટનાની જાણ થતા જ પોલીસ અને મોહનભાઈના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે ક્રૂઝર ગાડીનો ચાલક દારૂના નશામાં ધૂત હતો, જેના કારણે તેણે આટલી ગંભીર બેદરકારી દાખવી હતી. આ અરેરાટીભરી ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો:Dahod: લીમડી હાઈવેના કાળી મહુડી ગામે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેના મોત અને એક ઇજાગ્રસ્ત

Read Full Story arrow_forward
Surendranagar News: રિવરફ્રન્ટ પર કારના બોનેટ પર બેસીને મુછ મરડનારા નબીરાઓને પોલીસે સબક શીખવાડ્યો
calendar_today March 5, 2026

Surendranagar News: રિવરફ્રન્ટ પર કારના બોનેટ પર બેસીને મુછ મરડનારા નબીરાઓને પોલીસે સબક શીખવાડ્યો

ગુજરાતમાં સ્ટંટ કરીને લોકોના જીવ જોખમમાં મુકતા તત્વો સામે પોલીસે એક્શન લેવાના શરૂ કર્યા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ પર નબીરાઓએ સોશિયલ મીડિયામાં રૌફ જમાવવા માટે કારના બોનેટ પર બેસીને સ્ટંટ કર્યો હતો. આ નબીરાઓએ કારના બોનેટ પર બેસીને સ્ટંટ કરી મુછ મરડતા હોવાનો વીડિયો બનાવ્યો હતો. ત્યાર બાદ સોશિયલ મીડિયામાં અપલોડ કરી રૌફ જમાવ્યો હતો. પોલીસને પડકાર ફેંકનારા આ નબીરાઓ સામે પોલીસે કાયદાકીય પગલાં લીધા હતાં. સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ પર નબીરાઓના સ્ટંટ સુરેન્દ્રનગર રીવરફ્રન્ટ પર કેટલાક શખ્સોએ કારના બોનેટ પર બેસીને મુછ મરડી સ્ટંટ કરતો વીડિયો બનાવ્યો હતો. ત્યાર બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. લોકોમાં રૌફ જમાવવા માગતા આ નબીરાઓનો વીડિયો પોલીસના હાથે લાગતા જ પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસને પડકાર ફેંકનારા આ ત્રણેય નબીરાઓની અટકાયત કરાઈ હતી. ત્યાર બાદ પોલીસે તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે આ નબીરાઓને જાહેરમાં માફી મગાવી હતી. આ પણ વાંચોઃ Ahmedabad : રાજ્યભરમાં ધૂળેટી પર્વે માતમ, ડૂબી જવાથી 18થી વધુના મોત, રાત્રે 9 વાગ્યા સુધી 4890 ઇમરજન્સી કેસ નોંધાયા

Read Full Story arrow_forward