android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bihar Politics: નીતિશ કુમાર ચાલ્યા દિલ્હી ! કહ્યું હું રાજ્યસભાનો સભ્ય બનવા માગુ છું
calendar_today March 5, 2026

Bihar Politics: નીતિશ કુમાર ચાલ્યા દિલ્હી ! કહ્યું હું રાજ્યસભાનો સભ્ય બનવા માગુ છું

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યસભામાં જશે તેવી અટકળોએ વેગ પકડ્યો છે. જેને લઇને જેડીયુ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો ક્યાંક તેમની જગ્યા કોણ લેશે તે નામની પણ ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. આ બધા વચ્ચે હવે ખુદ નીતિશ કુમારે જ ઇચ્છા જાહેર કરી છે કે તેઓ રાજ્યસભામાં જવા માગે છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે તેઓ નવી સરકારને સંપૂર્ણ સહયોગ આપશે. નીતિશ કુમારે પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી છે. નીતિશ કુમાર જશે દિલ્હી તેઓએ ટ્વિટ કરીને જણાવ્યું કે  બે દાયકાથી વધુ સમયથી, તમે સતત તમારો વિશ્વાસ અને ટેકો જાળવી રાખ્યો છે, અને આ શક્તિ દ્વારા જ અમે બિહાર અને તમારા બધાની સંપૂર્ણ વફાદારીથી સેવા કરી છે. તમારા વિશ્વાસ અને ટેકોના કારણે જ બિહાર આજે વિકાસ અને આદરના નવા પરિમાણને સ્વીકારી રહ્યું છે. મેં ભૂતકાળમાં ઘણી વખત આ માટે તમારો આભાર વ્યક્ત કર્યો છે. હું રાજ્યસભાનો સભ્ય બનવા માગુ છું- નીતિશ કુમાર મારી સંસદીય કારકિર્દીની શરૂઆતથી, હું બિહાર વિધાનસભા અને સંસદના બંને ગૃહોના સભ્ય બનવાની ઇચ્છા રાખું છું. આ સંદર્ભમાં હું આ ચૂંટણીમાં રાજ્યસભાનો સભ્ય બનવા માંગુ છું. હું તમને નિષ્ઠાપૂર્વક ખાતરી આપું છું કે તમારી સાથેનો આ સંબંધ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે, અને વિકસિત બિહાર બનાવવા માટે તમારી સાથે મળીને કામ કરવાનો મારો સંકલ્પ અટલ રહેશે. જે નવી સરકાર બનશે તેને મારો સંપૂર્ણ ટેકો અને માર્ગદર્શન મળશે.

Read Full Story arrow_forward
Railway News : રાજકોટ રેલવે ડિવિઝને ફેબ્રુઆરી મહિનામાં રેલવે સંપત્તિ ચોરીમાં 10 આરોપીઓની ધરપકડ, 21 ચેન પુલિંગ કેસોમાં કાર્યવાહી
calendar_today March 5, 2026

Railway News : રાજકોટ રેલવે ડિવિઝને ફેબ્રુઆરી મહિનામાં રેલવે સંપત્તિ ચોરીમાં 10 આરોપીઓની ધરપકડ, 21 ચેન પુલિંગ કેસોમાં કાર્યવાહી

આરપીએફએ ઓપરેશન અમાનત હેઠળ મુસાફરોનું અંદાજે ₹2.35 લાખ મૂલ્યનું ગુમ થયેલું સામાન પરત આપ્યું, જ્યારે રેલવે સંપત્તિ ચોરીના કેસોમાં 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. ઉપરાંત અનધિકૃત ચેન પુલિંગના 21 કેસોમાં કાર્યવાહી કરતાં ઓપરેશન નન્હે ફરિશ્તે હેઠળ 5 બાળકોને સુરક્ષિત રીતે તેમના પરિવારજનો સાથે મિલાવ્યા. રાજકોટ રેલવે ડિવિઝનની મોટી કામગીરી “સેવા હી સંકલ્પ” અંતર્ગત આઈજી-સહ-પ્રધાન મુખ્ય સુરક્ષા આયુક્ત અજય સદાનીના માર્ગદર્શન તથા ડિવિઝનલ સુરક્ષા આયુક્ત, રાજકોટ શ્રી કમલેશ્વર સિંહના દેખરેખ હેઠળ આરપીએફ રાજકોટ ડિવિઝન દ્વારા રેલવે પરિસર, મુસાફરો અને રેલવે સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સતત અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ રેલવે ડિવિઝનની મુખ્ય સિદ્ધિઓ: 01-ઓપરેશન અમાનત: 27 મુસાફરોનું લગભગ ₹2,35,867 મૂલ્યનું ગુમ થયેલું સામાન શોધી કાઢીને સુરક્ષિત રીતે પરત આપ્યું. 02-ઓપરેશન નન્હે ફરિશ્તે: 5 બાળકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરીને તેમના પરિવારજનોને સોંપ્યા. 03- ઓપરેશન રેલ સુરક્ષા: રેલવે સંપત્તિ ચોરીના કેસોમાં 10 આરોપીઓને પકડી કાનૂની કાર્યવાહી કરવામાં આવી. 04 -ઓપરેશન સમય પાલન: અનધિકૃત ચેન પુલિંગના 28 કેસ નોંધાયા, જેમાંથી 21 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી. 05- ઓપરેશન સુરક્ષા: ટ્રેનો પર પથ્થરમારો કરનાર એક આરોપીને પકડી રેલવે અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી. 06- ઓપરેશન ડિગ્નિટી: પરિવારથી વિખૂટા પડેલા 2 વ્યક્તિઓને તેમના પરિવાર સાથે ફરી મળાવવામાં આવ્યા. જાગૃતિ અભિયાન આરપીએફ રાજકોટ ડિવિઝન દ્વારા ઓપરેશન જનજાગરણ હેઠળ રેલવે સ્ટેશનો અને આસપાસના વિસ્તારોમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું. તેમાં પી.એ. સિસ્ટમ દ્વારા જાહેરાતો, બેનરો, ગ્રામ સરપંચો સાથે બેઠકઓ અને જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા. આ કાર્યક્રમોમાં રેલવે ટ્રેક પાર ન કરવા, ટ્રેનો પર પથ્થરમારો ન કરવા, નશાખોરીથી દૂર રહેવા, મહિલા સુરક્ષા અને માનવ તસ્કરી જેવા વિષયો અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા. રાજકોટ ડિવિઝન રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાએ આરપીએફ ટીમની પ્રશંસા કરતાં જણાવ્યું કે, “મુસાફરોની સુરક્ષા અને રેલવે સંપત્તિનું રક્ષણ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આરપીએફ રાજકોટ ડિવિઝન મુસાફરોની સુરક્ષા, સહાયતા અને રેલવે સંપત્તિના રક્ષણ માટે સતત પ્રતિબદ્ધ છે.” આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના આનંદનગર વિસ્તારમાં યુવતી સાથે થઈ લૂંટ, પોલીસનો કાફલો ઘટના સ્થળે 

Read Full Story arrow_forward
Gondal: દુકાન બાબતે જૂની અદાવતમાં બે યુવકો પર હુમલો, ધોકા અને પાઈપના આડેધડ ઘા ઝીંકાયા
calendar_today March 5, 2026

Gondal: દુકાન બાબતે જૂની અદાવતમાં બે યુવકો પર હુમલો, ધોકા અને પાઈપના આડેધડ ઘા ઝીંકાયા

ગોંડલ શહેરના હાર્દસમા કૈલાસ કોમ્પ્લેક્સ વિસ્તારમાં ધૂળેટીની રાત્રે હિંસક મારામારીની ઘટના સામે આવી છે. વિનાયક મોબાઈલ પાસે રાત્રીના આશરે 9:30 વાગ્યાના અરસામાં ઈનોવા કારમાં આવેલા 3 થી 4 શખ્સોએ બે યુવકો પર ધોકા અને પાઈપ વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ સમગ્ર હુમલાની ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.ધૂળેટીની રાત્રે હિંસક મારામારીની ઘટનામળતી માહિતી મુજબ, ગૌરવ જોશી અને હરદીપભાઈ માંડવીયા નામના બે યુવકો પર બીટુ જાડેજા સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ આડેધડ ધોકા અને પાઈપના ઘા ઝીંકતા બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.હુમલા પાછળનું કારણપ્રાથમિક તપાસ અને ઈજાગ્રસ્તોના નિવેદન અનુસાર, આ હુમલા પાછળ નાનીબજારમાં આવેલી એક જૂની દુકાનનો વિવાદ જવાબદાર હોવાનું મનાય છે. દુકાન બાબતે લાંબા સમયથી ચાલી રહેલા ઝઘડાએ ધૂળેટીની રાત્રે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.પોલીસ કાર્યવાહીઘટનાની ગંભીરતાને જોતા રાજકોટ જિલ્લા એસપી (SP) વિજયસિંહ ગુર્જર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગોંડલ પોલીસે ઈજાગ્રસ્ત યુવકોનું નિવેદન નોંધી, બીટુ જાડેજા સહિતના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Surat: લિંબાયતનો રીઢો ગુનેગાર 'માયા' પાસા હેઠળ જેલભેગો, અમદાવાદ સેન્ટ્રલ જેલ મોકલી અપાયો

Read Full Story arrow_forward