Surat News : સુરતમાં થાઇલેન્ડ ટૂરના નામે મહિલા સાથે રૂ.1.66 લાખની ઓનલાઇન ઠગાઈ
વેસુ વિસ્તારની ગૃહિણીએ મોબાઈલ પર થાઈલેન્ડ ટૂર પેકેજ ઓનલાઈન બૂક કરાવ્યા બાદ રૂ. ૧,૬૬,૫૦૦ની ઠગાઈનો ભોગ બની છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, વેસુ મહારાણા પ્રતાપ રોડ સ્થિત શિલ્પ રેસિડેન્સીમાં રહેતા ઉર્વશીબેન ભાવીનભાઈ શાહ ગત ૯ ઓક્ટોબરે તેમના પતિના મોબાઈલ પરથી થાઈલેન્ડ ટૂર માટે સર્ચ કરતાં યશ ટૂર એન્ડ ટ્રાવેલ નામની વેબસાઈટ મળી આવી હતી.બેંક મારફતે ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા વેબ પેજ પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર સંપર્ક સાંધતાં પાંચ દિવસના મુંબઈથી ફુકેટ અને બેંગકોકના પેકેજ અંગે વાતચીત થઈ હતી. ટુર ટ્રાવેલ્સની આ કંપની થકી સભ્યદીઠ રૂ. ૫૧,૦૦૦ મુજબ કુલ રૂ. ૧,૦૨,૦૦૦ પેકેજ નક્કી થયું હતું. શરૂઆતમાં ફ્લાઈટ બુકિંગ માટે ૩૦ ટકા રકમ રૂપે રૂ. ૩૨,૦૦૦ ગૂગલ પે દ્વારા ટ્રાન્સફર બાદ હોટલ બુકિંગ માટે રૂ. ૩૦,૦૦૦ તથા બાકી ૪૦ ટકા રૂપે રૂ. ૪૦,૦૦૦ ચૂકવ્યા હતા. કંપનીએ આંતરરાષ્ટ્રીય કરન્સી (થાઈ બાટ) માટે વધુ રકમ માંગતા ICICI બેંક એપ મારફતે રૂ. ૬૪,૫૦૦ ટ્રાન્સફર કર્યા હતા. આરોપીઓએ ફોન બંધ કરી દેતા મહિલાએ નોંધાવી ફરિયાદ આરોપીએ બે કલાકમાં ૨૫,૦૦૦ થાઈ બાટ આપવાનું વચન આપ્યું હતું. પરંતુ કોઈ રકમ આપવામાં આવી નહોતી. ત્યારબાદ તપાસ કરતાં ફ્લાઈટ ટિકિટ કેન્સલ થયેલી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, ત્યારબાદ કંપની સંચાલકોએ તેમને રકમ પરત આપવાની ખાતરી આપી હતી, પરંતુ તેમણે ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું હતું. આ અંગે સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તપાસ દરમિયાન રૂ. ૫૦,૬૬૩ વિવિધ ખાતામાં હોલ્ડ કરાયા હતા, જેમાંથી કોર્ટ ઓર્ડરથી રૂ. ૧૯,૦૪૯ પરત મળ્યા હતા. આ પ્રકરણમાં વધુ તપાસ માટે હાલમાં વોટ્સએપ નંબર ધારક વિરુદ્ધ પીઆઈ જે.સી.જાદવે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. આ પણ વાંચો : Ahmedabad News : યુદ્ધના ડરના માહોલમાંથી દુબઈથી ભારતીયો અમદાવાદ એરપોર્ટ પરત ફર્યા, મુસાફરોએ કહ્યું, બોમ્બ અને મિસાઇલના અવાજો સાંભળ્યા
Read Full Story arrow_forward