android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch News : આમોદમાં નર્મદા કેનાલમાં ગાબડું પડતાં પાણી ખેતરોમાં ઘૂસ્યા, મગનો તૈયાર પાક બળીને ખાક થઈ ગયો
calendar_today March 4, 2026

Bharuch News : આમોદમાં નર્મદા કેનાલમાં ગાબડું પડતાં પાણી ખેતરોમાં ઘૂસ્યા, મગનો તૈયાર પાક બળીને ખાક થઈ ગયો

ગુજરાતમાં કેનાલમાં ગાબડાં પડવાની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. ભરૂચના આમોદમાં નર્મદાની કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતાં. ભર ઉનાળે ખેડૂતોના ખેતરમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. ખેતરોમાં પાણી ઘૂસી જતાં ઉભા પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાની વિગતો સામે આવી છે. નર્મદા નિગમની બેદરકારીનો ભોગ ખેડૂતો બન્યા ભરૂચના આમોદમાં નર્મદા નિગમની ઘોર બેદરકારીને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. નર્મદા કેનાલમાં ગાબડું પડતાં કેનાલનું પાણી 100 એકર જેટલી જમીનમાં ઘૂસી ગયું હતું. ખેતરોમાં પાણી ઘૂસી જતાં તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચ્યું હતું. મગનો ઉભો પાક બળીને ખાક થઈ ગયો હતો. દેવું કરીને ખેતી કરનારા ખેડૂતોની હાલત કપરી બની હતી. આમોદ મામલતદાર અને નર્મદા નિગમના અધિકારીઓને ખેડૂતોએ રજૂઆત કરી હતી. ઉભા પાકમાં તંત્રની બેદરકારીને કારણે થયેલા નુકસાનું વળતર નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ખેડૂતો ઉચ્ચારી હતી. આ પણ વાંચોઃ Gujarat News: ફરવા માટે દુબઈ ગયેલા સાબરકાંઠા અને ખેડાના 50 પ્રવાસીઓ ફસાયા

Read Full Story arrow_forward
Railway News : અમદાવાદ રેલ મંડળને યાત્રી આવક, માલ આવક અને ટિકિટ તપાસમાં વિક્રમજનક રૂ.690 કરોડની આવક થઈ
calendar_today March 4, 2026

Railway News : અમદાવાદ રેલ મંડળને યાત્રી આવક, માલ આવક અને ટિકિટ તપાસમાં વિક્રમજનક રૂ.690 કરોડની આવક થઈ

આ જ ક્રમમાં, ફેબ્રુઆરી, 2026 દરમિયાન મંડળે યાત્રી તેમજ માલભાડા આવક, ટિકિટ તપાસ, બિન ભાડા આવક (NFR) તથા વ્યવસાય વિકાસના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે. મંડળ ફક્ત આવકમાં વૃદ્ધિ જ નથી નોંધવી, પરંતુ માલના લોડિંગ અને યાત્રી સુવિધાના ક્ષેત્રમાં પણ પાછલા વર્ષની સરખામણીમાં મહત્વપૂર્ણ પ્રગતિ પ્રાપ્ત કરી છે. ફેબ્રુઆરી 2026 માં અમદાવાદ મંડળનું આ પ્રદર્શન દર્શાવે છે કે આવક સર્જન, માલ લોડિંગ, ડિજિટલ પ્રગતિ અને સંચાલન ક્ષમતા જેવા મુખ્ય ક્ષેત્રોમાં મંડળ સતત શ્રેષ્ઠતા તરફ અગ્રસર છે. કુલ આવક પ્રદર્શન •કુલ આવક : ફેબ્રુઆરી 2026 માં રૂ.690 કરોડની કુલ આવક મેળવી, જે પાછલા વર્ષની સરખામણીમાં 11.10% વધારે છે. •યાત્રી આવક: રૂ.158.02 કરોડ પ્રાપ્ત કરવામાં આવી (15.77% ની વૃદ્ધિ). •માલ આવક: રૂ. 514.68 કરોડની આવક પ્રાપ્ત થઈ (10.53% ની વૃદ્ધિ). •ટિકિટ તપાસ : ટિકીટ તપાસ અભિયાન મારફતે રૂ. 2.75 કરોડની આવક પ્રાપ્ત થઈ (11.79% ની વૃદ્ધિ). •અન્ય સ્ત્રોત : અન્ય વિવિધ સ્ત્રોતોથી રૂ. 14.50 કરોડની આવક પ્રાપ્ત કરવામાં આવી. માલ લોડિંગમાં ઐતિહાસિક સિદ્ધિ •વેગન લોડિંગ: દરરોજ સરેરાશ 2902.74 વેગન લોડ કરવામાં આવ્યા, જે પાછલા વર્ષથી 7.93% વધારે છે. •માલ લોડિંગ: સરેરાશ 3.92 મિલિટન ટન દરરોજ માલ લોડિંગ નોંધવામાં આવી (14.70% ની વૃદ્ધિ)। •મીઠાનું લોડિંગ: મીઠાનું લોડિંગ સરેરાશ 392.82 વેગન દરરોજ રહ્યું. (42.71% ની ભારે વૃદ્ધિ)। •કન્ટેનર અને ફર્ટિલાઈઝર: કન્ટેનર લોડિંગમાં 6.36% અને ફર્ટિલાઈઝર લોડિંગમાં 33.47% ની વૃદ્ધિ નોંધવામાં આવી. •નવો વિક્રમ : ગાંધીધામ ક્ષેત્રમાં એક જ દિવસમાં 15 લૉન્ગ હૉલ માલગાડીઓનું સંચાલન કરી નવો વિક્રમ સ્થાપિત કરવામાં આવ્યો. બિન-ભાડા આવક (NFR) અને નવીનતા •લક્ષ્યથી વધુ પ્રાપ્તિ : વાર્ષિક લક્ષ્ય રૂ. 13 કરોડને પાર કરતાં રૂ. 13.18 કરોડની અત્યાર સુધીની સર્વોચ્ચ બિન-ભાડા આવક પ્રાપ્ત કરવામાં આવી. •પાર્કિંગ આવક : પાર્કિંગથી રૂ. 3.12 કરોડની આવક થઈ, જે પાછલા વર્ષથી 17% વધારે છે. •નવીનતા : ભીમાસરમાં ઔદ્યોગિક મીઠાના લોડિંગ માટે સ્ટેનલેસ સ્ટીલ કન્ટેનરનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો, જે ટકાઉ માલ વ્યવસ્થાપનની દિશામાં એક નવું ધોરણ છે. યાત્રી સેવાઓ અને ડિજિટલ પ્રગતિ •વંદે ભારત એક્સપ્રેસ : 16 ફેબ્રુઆરી 2026 થી અસારવા-ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસનું સંચાલન આરંભ થયું. •હોળી સ્પેશિયલ : હોળી પર્વ પર વિશેષ ટ્રેનોની 30 ટ્રિપ સંચાલિત કરવામાં આવી, જેનાથી 0.47 લાખ યાત્રીઓને લાભ થયો અને રૂ. 5.12 કરોડની આવક પ્રાપ્ત થઈ. •ડિજિટલ ટિકિટીંગ : ડિજિટલ માધ્યમોને પ્રોત્સાહન આપતાં PRS માં 23.81% અને UTS માં 34.45% લેવડદેવડ ડિજિટલ રીતે સંપન્ન થઈ. ઈન્ફ્રાસ્ટ્ક્ચર અને સંચાલન કુશળતા •ક્ષમતા વિસ્તાર : ગાંધીધામ-આદિપુર સેક્શન પર ચોથી લાઈન (Quadrupling) નું સફળતાપૂર્વક કમીશનીંગ કરવામાં આવ્યું. •આધુનિક વ્યવસ્થાપન : સાંતલપુરમાં આધુનિક 'ક્રૂ મેનેજમેન્ટ સિસ્ટમ' (CMS) નો શુભારંભ થયો. •સંચાલન: DFC ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પર દરરોજ સરેરાશ 96.86 ટ્રેનો ચલાવવામાં આવી,જે પાછલા વર્ષથી 18.83% વધારે છે. સ્વચ્છતા અને અમલીકરણ •ટિકિટ તપાસ : વિશેષ તપાસ અભિયાનો દરમિયાન 3,801 અનિયમિત યાત્રાના કેસ પક઼ડવામાં આવ્યા અને રૂ. 26.57 લાખનો દંડ વસૂલવામાં આવ્યો. •સ્વચ્છતા : એન્ટી-લિટરિંગ અભિયાન હેઠળ 1,120 મામલામાં દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી. આ પણ વાંચો : Rajkot News : સૌરાષ્ટ્રવાસીઓ માટે મોટા સમાચાર, રાજકોટથી મુંબઇની વધુ 2 નવી ફ્લાઇટ થશે શરૂ

Read Full Story arrow_forward
Railway News : હોળી પર્વ દરમિયાન અમદાવાદ મંડળથી 3 લાખથી વધુ યાત્રીઓએ કરી યાત્રા
calendar_today March 4, 2026

Railway News : હોળી પર્વ દરમિયાન અમદાવાદ મંડળથી 3 લાખથી વધુ યાત્રીઓએ કરી યાત્રા

તમામ વિભાગો વચ્ચે સુદ્રઢ સંકલન સ્થાપિત કરતાં એ સુનિશ્ચિત કરવામાં આવ્યું કે પોતાના ગૃહ નગરો તરફની યાત્રા કરનારા યાત્રીઓને સુરક્ષિત, સુગમ અને નિર્બાધ યાત્રા સુવિધા પ્રાપ્ત થાય. પશ્ચિમ રેલવેએ હોળી પર્વ દરમિયાન વધેલી ભીડને ધ્યાનમાં રાખતાં ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહ તથા માર્ચ મહિનામાં પોતાના સ્ટેશનોથી 308 વિશેષ ટ્રેનોના ફેરા સંચાલિત કરવાની જાહેરાત કરી છે. પશ્ચિમ રેલવે પોતાના નેટવર્ક પર યાત્રી અવરજવરની સતત દેખરેખ રાખી રહ્યું છે તથા હોળી પર્વ દરમિયાન યાત્રીઓને સુરક્ષિત, આરામદાયક અને સુવિધાજનક યાત્રા ઉપલબ્ધ કરાવવા માટે વધારાની વિશેષ ટ્રેનોના સંચાલન અને જરૂરી સંસાધનોની ઉપલબ્ધતા માટે પૂર્ણપણે પ્રતિબદ્ધ છે. 27 લાખથી વધુ યાત્રીઓને તેમના મુકામ સુધી સુરક્ષિત રીતે પહોંચ્યા આ જ ક્રમમાં 21 ફેબ્રુઆરીથી 02 માર્ચ, 2026 દરમિયાન પશ્ચિમ રેલવેએ ગોરખપુર, બનારસ, દાનાપુર, સમસ્તીપુર, દરભંગા, ભગત કી કોઠી (જોધપુર), હરિદ્વાર, રક્સૌલ, હજરત નિજામુદ્દીન, દિલ્લી સહિત અન્ય મહત્વપૂર્ણ સ્ટેશનો માટે કુલ 266 વિશેષ ટ્રેનોનું સંચાલન કર્યું. આ વિશેષ ટ્રેનો ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને ગુજરાત જેવા મુખ્ય રાજ્યોને જોડતાં યાત્રીઓની વધારાની માંગને પૂરી કરવા માટે ચલાવવામાં આવી. 27 ફેબ્રુઆરીથી 02 માર્ચ, 2026 ના સમયગાળા દરમિયાન પશ્ચિમ રેલવે દ્વારા 27 લાખથી વધુ યાત્રીઓને તેમના મુકામ સુધી સુરક્ષિત અને સુગમ યાત્રા સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી. અમદાવાદ મંડળ હેઠળ અમદાવાદ, સાબરમતી, અસારવા, ગાંધીધામ અને ભુજ સ્ટેશનોથી 27, 28 ફેબ્રુઆરી અને 01 માર્ચ, 2026 ના રોજ સંચાલિત વિશેષ ટ્રેનો મારફતે 3 લાખથી વધુ યાત્રીઓએ યાત્રા કરી.સ્ટેશનવાર યાત્રી સંખ્યા આ મુજબ રહી •અમદાવાદથી લગભગ 1.55 લાખ યાત્રી •સાબરમતીથી 70 હજાર યાત્રી •અસારવાથી 30 હજાર યાત્રી •ગાંધીધામથી 30 હજાર યાત્રી •ભુજથી 15.5 હજાર યાત્રી યાત્રીઓની સુવિધા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નીચે જણાવેલા વિશેષ ઉપાયો લાગુ કરવામાં આવ્યા •વિશેષ ટ્રેનોના સંબંધમાં સતત ઉદઘોષણાઓ કરીને યાત્રીઓમાં ભ્રમથી સ્થિતિથી બચાવ કરવામાં આવ્યો. •ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે બોર્ડ પર ટ્રેનોની અદ્યતન માહિતી પ્રદર્શિત કરવામાં આવી. •રેલવે કર્મચારીઓ દ્વારા યાત્રીઓને માર્ગદર્શન અને સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવી. •એટીવીએમ અને રેલવન એપ મારફતે ટિકિટ લેવા માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યા. •મોબાઈલ યૂટીએસ સુવિધા મારફતે લાઈનમાં રાહ જોઈ રહેલા યાત્રીઓને ટિકિટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. •વધારાના રિઝર્વેશન કાઉન્ટર, એટીવીએમ અને હેન્ડહેલ્ડ ટિકિટીંગ ટર્મિનલની વ્યવસ્થા કરવામાં આવી. •મુખ્ય સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા બનાવીને યાત્રી અવરજવરને સુવ્યવસ્થિત કરવામાં આવી. •હોલ્ડિંગ એરિયામાં પીવાના પાણી, બેસવાની વ્યવસ્થા અને અન્ય જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી. •વિશેષ ટ્રેનોની માહિતી પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા મારફતે સર્વગ્રાહી રૂપે પ્રસારિત કરવામાં આવી. •સંચાલન જરૂરિયાતોને અનુરૂપ ડ્યૂટી પર હાજર કર્મચારીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી. •મુખ્ય સ્ટેશન અને ટ્રેનોમાં રેલવે સુરક્ષા બળ (આરપીએફ) તથા ટિકિટ તપાસ કર્મચારીઓની પૂરતી જમાવટ કરવામાં આવી. •સંવેદનશીલ સ્ટેશનો પર સીસીટીવી મારફતે વાસ્તવિક સમયમાં દેખરેખ રાખવામાં આવી. •વિશેષ ટ્રેનોનું સમયપાલન સુનિશ્ચિત કરવા માટે સતત મોનિટરિંગ કરવામાં આવ્યું. •ફુટઓવર બ્રિજ, પ્લેટફોર્મ, પ્રવેશ/નિકાસ દ્વાર અને ટ્રેનોમાં સુરક્ષિત ચઢવા-ઉતરવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી. આ પણ વાંચો : Railway News : અમદાવાદ રેલ મંડળને યાત્રી આવક, માલ આવક અને ટિકિટ તપાસમાં વિક્રમજનક રૂ.690 કરોડની આવક થઈ

Read Full Story arrow_forward