android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : સુરતના સારોલીમાં વેપારી સાથે  રૂ.16.20 લાખની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો
calendar_today March 4, 2026

Surat News : સુરતના સારોલીમાં વેપારી સાથે રૂ.16.20 લાખની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો

સુરતમાં આરોપીએ વેપારી પાસેથી કરોડોનો માલ મંગાવ્યો હતો અને માલ મંગાવી પેમેન્ટ ન ચૂકવીને આરોપીએ કરી હતી છેતરપિંડી જેમાં સારોલી પોલીસમાં નોંધાયો હતો છેતરપિંડીનો ગુનો, તો પોલીસે કલકત્તાથી આરોપીને ઝડપી પાડયો છે, માલ કોને આપ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી.સારોલીમાં વેપારી સાથે છેતરપિંડી કરનાર ઝડપાયો સુરતના સારોલીમાં કાપડ વેપારી સાથે રૂપિયા 16.20 લાખની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો છે અને સારોલી પોલીસે આરોપી વિજય ચોથમલ અગ્રવાલને કલકત્તાથી ઝડપી પાડ્યો છે, આરોપીએ સારોલીના કાપડ વેપારી પાસેથી કરોડોનો માલ મંગાવ્યો હતો જે બાદ શરૂઆતમાં સમયસર પેમેન્ટ કરી વિશ્વાસ જીત્યો હતો અને માલ મંગાવતો હતો. સારોલી પોલીસે આરોપીને ઝડપ્યો અંતે રૂપિયા 16.20 લાખનું માલ મંગાવી પેમેન્ટ ચૂકવ્યા વિના સંપર્ક વિહોણા થઈ ગયો હતો જેથી આરોપી વિરુદ્ધમાં સારોલી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો, ઝડપાયેલ આરોપીએ અન્ય કોઈ વેપારી સાથે છેતરપિંડી કરી છે કે નહી તે દિશામાં તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો : Surat News : સુરતમાં કુખ્યાત શિવા ઝાલા ગેંગનો સાગરીત ઝડપાયો, આરોપી સામે લૂંટ, અપહરણ, ડ્રગ્સ સહિતના ગંભીર ગુના નોંધાયા

Read Full Story arrow_forward
Ahmedabad News: યુદ્ધની સ્થિતિમાં ફસાયેલા 200 ગુજરાતીઓ પરત ફર્યા
calendar_today March 4, 2026

Ahmedabad News: યુદ્ધની સ્થિતિમાં ફસાયેલા 200 ગુજરાતીઓ પરત ફર્યા

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે થઈ રહેલા યુદ્ધ વચ્ચે અનેક ગુજરાતીઓ વિદેશમાં ફસાયા હતાં. દુબઈ સહિતના દેશોમાં ગયેલા ગુજરાતીઓ વિમાની સેવા બંધ થવાને કારણે ફસાયા હતાં. આ ગુજરાતીઓને વતન પરત લાવવા માટે સરકારે વ્યવસ્થા કરી હતી. અમદાવાદ એરપોર્ટ પર આ ગુજરાતીઓ પહોંચ્યા હતાં. બીજી તરફ ઉમરા કરવા માટે ગયેલા લોકો પણ હેમખેમ પરત ફર્યા હતાં. સરકારે બે દિવસમા જ વ્યવસ્થા કરી અમદાવાદ એરપોર્ટ પર પરત ફરેલા ગુજરાતીઓનું તેમના સ્વજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. 200થી વધુ ગુજરાતીઓ પરત ફર્યા હતાં. સ્વજનોનું કહેવું હતું કે, અમારા પરિવારના લોકો યુદ્ધની સ્થિતિમાં ફસાઈ ગયા હતાં જે હવે પરત ફર્યા છે. સરકારે ફ્લાઈટની વ્યવસ્થા કરી જેના કારણે તેઓ પરત ફરી શક્યા છે. અમે સરકારનો આભાર માનીએ છીએ. સાઉદી અરબ ગયેલા લોકોને રિટર્ન ફ્લાઈટ કેન્સલ થવાથી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 45 લોકોનું ગ્રુપ હતું જેને લાવવા માટે સરકારે બે દિવસમા જ વ્યવસ્થા કરી હતી. ભારતીયોને પરત લાવવા માટે સરકાર દ્વારા કવાયત ખાડી દેશોમાંથી ભારતીયોને પરત લાવવા માટે સરકાર દ્વારા કવાયત કરવામાં આવી છે. આજે કૂલ 58 ફ્લાઈટ દ્વારા ભારતીયોને પરત લાવવામાં આવશે. અત્યાર સુધીમાં કૂલ 24 ફ્લાઈટમાં ભારતીયોને પરત લવાયા છે. ઈન્ડિગોની 30 અને એર ઈન્ડિયાની 23 ફ્લાઈટ ઓપરેટ થશે. યુદ્ધને કારણે એર સ્પેસ બંધ કરવામાં આવ્યા હતાં. ભારત સરકાર દ્વારા સમગ્ર દેશના જે લોકો વિદેશમાં ફસાયા છે તેમને પરત લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ પણ વાંચોઃ Ahmedabad News : ગ્રીન સિટી બનાવવા AMC 1 હજાર કરોડના બોન્ડ બહાર પાડશે, કિચન ગાર્ડનિંગ પર વર્કશોપ યોજાશે

Read Full Story arrow_forward
Porbandar News : પોરબંદરમાં હોળી બાદ મહેર સમાજની અનોખી ઐતિહાસિક પંરપરા, મણિયારો રાસ ફરીથી એક વાર ભવ્ય રીતે રમાયો
calendar_today March 4, 2026

Porbandar News : પોરબંદરમાં હોળી બાદ મહેર સમાજની અનોખી ઐતિહાસિક પંરપરા, મણિયારો રાસ ફરીથી એક વાર ભવ્ય રીતે રમાયો

વિશ્વપ્રખ્યાત મણિયારો સામાન્ય રીતે નવરાત્રી દરમિયાન રમાતો હોય છે, પરંતુ બખરલા ગામે દાયકાઓથી હોળી પછી સતત ત્રણ દિવસ સુધી "પડવા"ની ઉજવણી અંતર્ગત મણિયારો રમવાની વિશેષ પરંપરા જળવાઈ છે. હોળીના તહેવારના બીજા દિવસે જેને "પડવો" કહેવામાં આવે છે, તે દિવસથી શરૂ થતા આ ત્રણ દિવસીય ઉત્સવમાં સંસ્કૃતિનું જતન, એકતા અને ગૌમાતાના લાભાર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દરરોજ બપોરે ૩ થી ૭ અને રાત્રે ૯ થી ૧૨ વાગ્યા સુધી મણિયારો રાસની ધૂમ મચી રહે છે. પરંપરાગત વેશભૂષા સાથે મેદાનમાં ઉતરી રાસ રમાય છે આ અવસરે મહેર સમાજની બહેનો પરંપરાગત વેશભૂષા સાથે મેદાનમાં ઉતરી રાસ રમે છે. પરંપરાગત આભૂષણો અને લોકવેશમાં સજ્જ બહેનો રાસના તાલે ઝૂમે છે ત્યારે ગામનું વાતાવરણ રંગીન બની જાય છે. ખાસ નોંધનીય બાબત એ છે કે મહિલાઓ લાખો કરોડોના કિંમતી ઘરેણાં ધારણ કરી રાસ રમે છે, જે આ પરંપરાની સમૃદ્ધિ અને ગૌરવ દર્શાવે છે. પદાધિકારીઓ તેમજ સંત-મહંતો પણ ખાસ ઉપસ્થિત રહે છે ત્યારબાદ મહેર સમાજના ભાઈઓ ચોરણી-બાઠીયું, પાઘડી અને ભેઠાઈ જેવી પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈ મણિયારો રાસ રમે છે. નાના બાળકો થી લઈને વૃદ્ધો સુધી દરેક વયના લોકો રાસમાં ભાગ લે છે, અને જ્યારે સૌ એકસાથે રાસના તાલે ઝૂમે છે ત્યારે શૌર્ય અને એકતાના અદભુત દર્શન થાય છે. આ ત્રણ દિવસ દરમિયાન સમગ્ર બખરલા ગામ તથા આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં એકત્ર થાય છે. દેશ-વિદેશથી મહેમાનો, અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ સંત-મહંતો પણ ખાસ ઉપસ્થિત રહે છે. મહેર સમાજ દ્વારા સંસ્કૃતિ અને પરંપરાનો જતન કરતું આયોજન કરાય છે વિશ્વમાં યુકે, યુએસએ અને કેનેડામાં પણ મણિયારો રમાતો હોવા છતાં, હોળી બાદ બખરલા ગામે યોજાતા આ મણિયારા માટે વિદેશથી પણ લોકો ખાસ આવી પહોંચે છે.આ રાસમાં લોકો તલવાર ફેરવે છે .છેલ્લા અનેક દાયકાઓથી ચાલી આવતી આ પરંપરા આજે પણ અવિચલિત રીતે જળવાઈ રહી છે. મહેર સમાજ દ્વારા સંસ્કૃતિ અને પરંપરાનો જતન કરતું આ આયોજન નવી પેઢી માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. આ રીતે હોળીના રંગો બાદ બખરલા ગામમાં મણિયારા રાસના રંગે રંગાયેલો આ ઉત્સવ માત્ર મનોરંજન નથી, પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને સમાજની એકતાનું જીવંત પ્રતિક બની રહ્યો છે. આ પણ વાંચો : Surat News : સુરતના સારોલીમાં વેપારી સાથે રૂ.16.20 લાખની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો

Read Full Story arrow_forward