android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha News : અંબાજી નજીક ગીરીમાળામાં 2.27 કિમી લાંબી ટનલ ખોદાઇ, 115 કિમીની નવી રેલવે લાઇન દ્વારા આબુ જવું સરળ બનશે
calendar_today March 4, 2026

Banaskantha News : અંબાજી નજીક ગીરીમાળામાં 2.27 કિમી લાંબી ટનલ ખોદાઇ, 115 કિમીની નવી રેલવે લાઇન દ્વારા આબુ જવું સરળ બનશે

જેમાં ૬૦ % થી વધુની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. આ ટનલના કારણે ગુજરાતીઓએ માઉન્ટ આબુ જવું હવે વધુ સરળ બની રહેશે. ટ્રેનની મુસાફરીમાં અંદાજે ૨૦ કિ.મી.ની મુસાફરીનું અંતર ઘટી જશે. ૭૦૦ મીટર ટનલ તૈયાર કરી દેવાઈ છે. અંબાજીથી આબુરોડ વચ્ચે કુલ ૧૪ કિ.મી.ની નાની-મોટી ટનલો બનાવાઈ રહી છે. ટનલની અંદર ઓક્સિજન પહોંચાડવા માટે વિશાળ વેન્ટિલેટર મશીન મૂકાયા છે. ટનલના કારણે માર્ગ સીધો અને ઝડપી બની જશે અંદાજીત 2798.16 કરોડના ખર્ચે તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલવે લાઈનનું કામ વર્ષ ૨૦૨૭ના અંતભાગમાં પૂર્ણ કરી દેવાશે. તારંગા અને અંબાજી જતા શ્રદ્ધાળુંઓને મોટો ફાયદો થશે. કુલ ૧૧૫.૬૫ કિ.મી.ની નવી રેલવે લાઇન થકી હવે ટ્રેન માફરતે માઉન્ટ આબુ જવું સરળ બની રહેશે. તારંગાથી આબુ સુધી ૧૫ રેલવે સ્ટેશનો બનાવાશે. ટ્રેનની મહતમ સ્પીડ ૧૧૦ કિ.મી. પ્રતિ કલાક રહેશે. ગુજરાત અને રાજસ્થાનને નવી રેલ કનેકટીવીટી મળી રહેશે. ટનલ ધરાવતી આ નવી રેલવે લાઈન તૈયાર થઈ જશે લાંબી મુસાફરીમાંથી મુસાફરોને છુટકારો મળશે. સમગ્ર પ્રોજેક્ટમાં લગભગ ૮.૭ કિ.મી.જેટલા ભાગ માટે ટનલ સીધા માર્ગે જશે તેના કારણે મુસાફરીનું અતર અને સમય બંને ઘટી જશે. અંબાજી અને રાજસ્થાનના આબુ સાઈડના ગામોનો વિકાસ થશે લોકોને સીધી રેલવે લાઈન મળી રહેશે. રાજસ્થાનથી લોકોએ અંબાજી, તારંગા આવવું સરળ બની રહેશે. તેમજ ગુજરાતમાંથી ખાસ કરીને અમદાવાદથી માઉન્ટ આબુ જવું ટ્રેન મારફતે વધુ સરળ, ઝડપી અને આરામદાયક બની રહેશે. મુસાફરીનો સમય બચશે. અમદાવાદીઓ અંબાજી પણ ટ્રેન મારફતે જઈ શકશે. હાલ ટનલ ખોદકામ, રેલ લાઈન નાંખવાની કામગીરી ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા કરાઈ રહી છે. જેનું સમગ્ર મોનિટરિંગ જયપુરથી થઇ રહ્યું છે. આ ટ્રેન લાઈન શરૂ થવાના પગલે બંને રાજ્યના હજારો મુસાફરોને લાભમળશે. ઝડપી સેવા મળતા બે શહેરો વચ્ચેનું અંતર ઘટશે. લોકો ઝડપથી આ સુવિધા મળતી થાય તેની આતૂરતાપૂર્વક રાહ નિહાળી રહ્યા છે. આ પણ વાંચો : Morbi News : ઇરાન ઇઝરાયેલના યુદ્ધની વચ્ચે મોરબીનો સિરામિક ઉદ્યોગ બંધ થાય તેવી શક્યતા, ઉધોગકારોમાં ચિંતાનો માહોલ

Read Full Story arrow_forward
Surat News : સુરતમાં કુખ્યાત શિવા ઝાલા ગેંગનો સાગરીત ઝડપાયો, આરોપી સામે લૂંટ, અપહરણ, ડ્રગ્સ સહિતના ગંભીર ગુના નોંધાયા
calendar_today March 4, 2026

Surat News : સુરતમાં કુખ્યાત શિવા ઝાલા ગેંગનો સાગરીત ઝડપાયો, આરોપી સામે લૂંટ, અપહરણ, ડ્રગ્સ સહિતના ગંભીર ગુના નોંધાયા

ક્રાઈમ બ્રાંચે એક વર્ષથી લૂંટ અને ડ્રગ્સ જેવા ગંભીર ગુનાઓમાં નાસતા-ફરતા કુખ્યાત શિવા ઝાલા ગેંગના સાગરીત ઈમરાન ગડ્ડીને જલગાંવથી ઝડપી પાડયો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, કુખ્યાત આરોપી ઈમરાન ઉર્ફે ઈમરાન ગડ્ડી લૂંટ અને એનડીપીએસના ગુનામાં વોન્ટેડ છે. રાવેર ગામે મદીના કોલોનીમાં છુપાયો છે આરોપી ધરપકડ ટાળવા માટે સુરત છોડી મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના રાવેર ગામે મદીના કોલોનીમાં છુપાયો છે. આ માહિતીના આધારે પોલીસે જલગાંવમાં ધામા નાખી ત્યાં વોચ ગોઠવી ઈમરાનને ઝડપી લીધો હતો. પોલીસસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી ઈમરાન મે-2025માં ગેંગ લીડર શિવરાજસિંહ ઝાલા અને અન્ય સભ્યો સાથે મળીને યુવકનું અપહરણ કરી, તેને માર મારી સોનાની ચેઇન, વીંટી અને રોકડની લૂંટ ચલાવી હતી. ક્રાઈમ બ્રાંચ ગડ્ડીની પૂછપરછ ચલાવી રહી છે ત્યારબાદ ઓગસ્ટ-૨૦૨૫માં ભાઠેના ખાતેથી SOGએ દરોડા પાડી રૂ. ૧૨ લાખના એમ.ડી. ડ્રગ્સના જથ્થા અને પિસ્તોલ, કાર્ટીઝ સહિત ૩૦ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. જે કેસમાં પણ ઈમરાનનું નામ ખૂલ્યું હતું. આ કેસમાં તેની વિરુદ્ધ કોર્ટ દ્વારા વોરંટ પણ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું. બંને ગંભીર ગુનામાં તે વોન્ટેડ હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ઈમરાન ગડ્ડી રીઢો આરોપી છે. તેની સામે વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધીમાં અઠવાલાઈન્સ, ઉધના, ખટોદરા, સલાબતપુરા, લિંબાયત અને સચિન GIDC જેવા વિવિધ પોલીસ સ્ટેશનોમાં હત્યાની કોશિશ, હત્યા, રાયોટિંગ, મારામારી અને આર્મ્સ એક્ટ હેઠળ કુલ ૧૪ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ પણ વાંચો : Banaskantha News : અંબાજી નજીક ગીરીમાળામાં 2.27 કિમી લાંબી ટનલ ખોદાઇ, 115 કિમીની નવી રેલવે લાઇન દ્વારા આબુ જવું સરળ બનશે

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે થઈ રહેલા યુદ્ધમાં ફસાયેલા 200 ગુજરાતી પરત ફર્યા
calendar_today March 4, 2026

Gujarat Latest News Live : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે થઈ રહેલા યુદ્ધમાં ફસાયેલા 200 ગુજરાતી પરત ફર્યા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 04 માર્ચના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward