android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
રણુંજ ખાતેથી હારજીતનો જુગાર રમતા 3 ઝડપાયાં
calendar_today March 3, 2026

રણુંજ ખાતેથી હારજીતનો જુગાર રમતા 3 ઝડપાયાં

પોલીસે ત્રણેયને ઝડપી રોકડ રકમ સહિત કુલ 22 હજારનો મુદ્દામાલ કબજે કર્યોપાટણ તાલુકાના રણુંજ ગામેથી બાવળની ઝાડીઓમાં આંકડા મારફ્તે હારજીતનો જુગાર રમતા ચાણસ્મા તાલુકાના ત્રણ આરોપીને પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોએ ઝડપી લીધા હતા. અને તેમની પાસેથી પોલીસે રોકડ રકમ સહિત કુલ 22 હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ માટે રણુંજ પોલીસને સોંપ્યા હતા. પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ રાકેશ ઉનાગરની ટીમના માણસો હોળી ધુળેટીના પર્વને લઈને દારૂ અને જુગારની બદી રોકવા માટે ડ્રાઈવ કરી રહ્યા હતા. તે દરમિયાન પાટણ તાલુકાના રણુંજ ગામે આવેલ પશુ દવાખાનાની પાછળ બાવળની ઝાડીઓમાં કેટલાક આરોપીઓ આંકડા મારફ્તે હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતાં પોલીસે પંચોને સાથે રાખીને રેડ કરતાં જુગાર રમાડતા આરોપીઓ રાહુલ ભરતજી ઠાકોર (ટાકોદી) તથા પ્રવિણસિંહ સબળસિંહ ઝાલા (સુણસર) અને જોરાજી વિજાજી ઝાલા (સુણસર)ને ઝડપી તેમની પાસેથી રોકડ રકમ રૂ. 17,540 તથા 5 હજારની કિંમતનો મોબાઈલ ફેન કબજે કરી વધુ તપાસ માટે રણુંજ પોલીસને સોંપ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
જસલપુરના આરોપીને કોર્ટે પુરાવાના આભાવે શંકાનો લાભ આપી છોડી મુક્યો
calendar_today March 3, 2026

જસલપુરના આરોપીને કોર્ટે પુરાવાના આભાવે શંકાનો લાભ આપી છોડી મુક્યો

ચાણસ્મા તાલુકાના જસલપુર ગામની સીમમાં વાવેતર કરાયેલ એક એરંડાના ખેતરમાં ગામના જ પટેલ જયંતીભાઈ કાનજી દાસ ટ્રેક્ટર લઈને ગેરકાયદેસર રીતે ખેતરમાં પ્રવેશ કરી એરંડાના ઉભા પાકને ખેડી નાખી 60 હજારનું નુકસાન કર્યું હોવાની ફરિયાદ ચાણસ્મા પોલીસ મથકે ધનજીભાઈ ત્રિકમદાસે નોંધાવી હતી. જે કેસ ચાણસ્મા કોર્ટમાં ચાલી થતા કોર્ટે આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યો છે.મળતી વિગતો મુજબ જસલપુર ગામના ધનજીભાઈ ત્રિકમદાસ નામના ખેડૂતે વર્ષ 2024 માં ચાણસ્મા પોલીસ મથકે ગામના પટેલ જયંતીભાઈ કાનજીદાસે ટ્રેક્ટર લઈને તેમના એરંડાનું વાવેતર કરેલ ખેતરમાં પ્રવેશ કર્યો હતો. અને ઉભા પાકને ટ્રેક્ટરથી ખેડી નાખી રૂપિયા 60 હજારનું નુકસાન કર્યું હોવાની ફરિયાદ ચાણસ્મા પોલીસ મથકે નોંધાવી હતી. જે કેસ ચાણસ્મા કોર્ટમાં ચાલીજતા કોર્ટે પટેલ જયંતીભાઈ કાનજીદાસ રહે. જસલપુર ચાણસ્મા વાળાને ઈ.પી.કો કલમ 447, 427 મુજબના ગુનાના કામે પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ ઠેરવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આરોપી તરફે વકીલ જે.વી ચૌધરીએ દલીલો કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
નુરપુરાના વેપારીનો ફોન હેક કરી ઠગે રૂ.3.34 લાખ ઉપાડી લીધા
calendar_today March 3, 2026

નુરપુરાના વેપારીનો ફોન હેક કરી ઠગે રૂ.3.34 લાખ ઉપાડી લીધા

એપીકે ફાઈલ મોકલી જાણ બહાર ટ્રાન્જેકશન કર્યું હોવાનો આક્ષેપ કરાયોમોબાઈલના યુગમાં અનેક લોકો અજાણ્યા નંબરો પરથી અન્ય મોબાઈલ ધારકોને ખોટી ફાઈલ મોકલી મોબાઈલ ધારકની જાણ બહાર તેમના ખાતામાંથી રોકડ ઉપાડવા માટે મોબાઈલ હેક કર્યા પછી ટ્રાન્ઝેકશન કરી લેતાં હોવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે બે મહિના અગાઉ હિંમતનગર તાલુકાના નુરપુરા ગામનો એક વેપારીને અજાણ્યા શખ્સે એપીકે ફાઈલ મોકલી મોબાઈલ હેક કરી દીધા બાદ અંદાજે રૂ. 3.34 લાખનો ઉપાડ કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ સોમવારે એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ અંગે નુરપુરા ગામના વેપારી અલ્ફાજભાઈ ઈલીયાસભાઈ બાવનએ નોંધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ, ગત તા. 20 જાન્યુઆરીના રોજ તેઓ સહકારીજીન રોડ પર આવેલ એક દુકાન આગળ ઉભા હતા ત્યારે અજાણ્યા શખ્સે વેપારીના મોબાઈલમાં એપીકે ફાઈલ મોકલી હતી ત્યારબાદ આ વેપારીનો મોબાઈલ હેક કરી લીધો હતો. ત્યારબાદ બેંકના એકાઉન્ટ નં. 99907874163968 માંથી વેપારીની જાણ બહાર રોકડનું ટ્રાન્ઝેકશન કરી દીધું હતુ. ત્યારબાદ આ રકમ બિહારની ચૌસા માધેપુરા બેંકની શાખામાંથી પિન્કીદેવીના નામના ધારકે નુરપુરાના વેપારીના ખાતામાંથી અંદાજે રૂા. 3,34,899 નો ઉપાડ કરી લીધો હતો. ત્યારબાદ અલ્ફાજ બાવનને જાણ થતાં તેમણે બેંકમાં તપાસ કરી હતી અને તે આધારે સોમવારે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward