android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live:  જેદ્દાહમાં યુદ્ધના કારણે ફસાયેલા ગુજરાતી પરત આવ્યા, રાત્રે 11 વાગ્યની આસપાસ ઈન્ડિગોની ફલાઈટમાં અમદાવાદ આવ્યા
calendar_today March 3, 2026

Gujarat Latest News Live: જેદ્દાહમાં યુદ્ધના કારણે ફસાયેલા ગુજરાતી પરત આવ્યા, રાત્રે 11 વાગ્યની આસપાસ ઈન્ડિગોની ફલાઈટમાં અમદાવાદ આવ્યા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 03 માર્ચના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad News: જેદ્દાહમાં યુદ્ધના કારણે ફસાયેલા ગુજરાતીઓ પરત ફર્યા, પરિવારને હાશકારો
calendar_today March 3, 2026

Ahmedabad News: જેદ્દાહમાં યુદ્ધના કારણે ફસાયેલા ગુજરાતીઓ પરત ફર્યા, પરિવારને હાશકારો

સાઉદી અરેબિયા ખાતે ઉમરાહની પવિત્ર યાત્રા પૂર્ણ કરીને ગુજરાતના શ્રદ્ધાળુઓનો મોટો જથ્થો ગત રાત્રે સુરક્ષિત રીતે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પરત ફર્યો છે. ઈન્ડિગો એરલાઇન્સની વિશેષ ફ્લાઈટ મારફતે અંદાજિત 200 જેટલા પેસેન્જર્સ રાત્રિના સમયે અમદાવાદ આવી પહોંચ્યા હતા. પવિત્ર મક્કા અને મદીનાના દર્શન કરીને પરત ફરેલા આ યાત્રિકોના ચહેરા પર એક અલગ જ પ્રકારની શાંતિ અને આસ્થાનો ભાવ જોવા મળતો હતો.યાત્રિકોના આગમનની ટેકનિકલ વિગત ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 8623 રાત્રે આશરે 11:00 વાગ્યાની આસપાસ અમદાવાદ રનવે પર લેન્ડ થઈ હતી. એરપોર્ટના અરાઈવલ ટર્મિનલ પર પહોંચતા જ યાત્રિકોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાના સ્વજનોને લાંબા સમય બાદ અને પવિત્ર યાત્રા કરીને પરત ફરેલા જોઈને પરિવારજનોના આંખમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા. એરપોર્ટ પર મોડી રાત સુધી યાત્રિકોની રોનક એરપોર્ટ પરિસરમાં મોટી સંખ્યામાં ઉમટેલા પરિવારજનો અને મિત્રોએ યાત્રિકોને ફૂલહાર પહેરાવીને વધાવ્યા હતા. પરત ફરેલા શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે, તેઓએ પવિત્ર ભૂમિ પર દેશની ઉન્નતિ, અમન અને ભાઈચારા માટે વિશેષ દુઆઓ માંગી છે. આ સાથે જ યાત્રા દરમિયાન મળેલી સુવિધાઓ અને પવિત્ર સ્થાનોના દર્શનના અનુભવો પણ તેઓએ ઉત્સાહપૂર્વક વહેંચ્યા હતા. યાત્રિકોના આ પ્રવાહને પગલે એરપોર્ટ પર મોડી રાત સુધી રોનક જોવા મળી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
બાકી વેરો ન ભરપાઈ કરતી સુરેન્દ્રનગર ભાવસાર બોર્ડીંગ સહિત 4 મિલકતોને સીલ મારી દેવાયા
calendar_today March 3, 2026

બાકી વેરો ન ભરપાઈ કરતી સુરેન્દ્રનગર ભાવસાર બોર્ડીંગ સહિત 4 મિલકતોને સીલ મારી દેવાયા

5 બાકીદારોએ રૂપિયા 6.41 લાખ તાત્કાલીક ભરી મિલકતો સીલ થતા બચાવીસુરેન્દ્રનગર મહાનગરપાલીકા દ્વારા શહેરમાં વેરા વસુલાત ઝુંબેશ ફરી ચાલુ કરાઈ છે. જેમાં મનપાની ટીમે બાકી વેરો ન ભરાતા બાવનગામ ભાવસાર બોર્ડીંગ સહિત 4 મિલકતદારોની મિલકતોને સીલ મારી દીધા છે. આ કાર્યવાહીમાં 5 બાકીદારોએ રૂપીયા 6.41 લાખ સ્થળ પર જ ભરી દઈ પોતાની મિલકતો સીલ થતા બચાવી લીધી હતી. સુરેન્દ્રનગર મહાનગરપાલીકા દ્વારા શહેરમાં વેરા વસુલાત ઝુંબેશ તેજ કરાઈ છે. અગાઉ મનપાની ટીમે વેરા વસુલાત માટે સર્વોદય સોસાયટીની વાડી અને સીગ્નેચર રેસ્ટોરન્ટને સીલ મારી દીધા હતા. બીજી તરફ સીલ મારતા સમયે લાખો રૂપીયાના મીલકત વેરાની રીકવરી કરી હતી. ત્યારે તા. 02ના રોજ બપોર બાદ મનપાના કમીશ્નર ડો. નવનાથ ગવ્હાણેની સુચનાથી ટેકસ વિભાગની ટીમ ફરી શહેરમાં ફરી હતી. જેમાં જીનતાન રોડ પર આવેલ બાવનગામ ભાવસાર બોર્ડીંગના ટ્રસ્ટીઓ દ્વારા રૂપીયા 1,15,263 મીલકત વેરો ભર્યો ન હોઈ મનપાની ટીમે સીલ મારી દીધા હતા. જયારે વર્ષાબા જુવાનસિંહ પરમાર, જયંતીલાલ બાવલભાઈ ખાંદલા, ચંદનકુમાર કલજીમલ મહેશ્વરની મિલકતોને પણ સીલ કરાઈ છે. આ ત્રણેય બાકીદારોના અંદાજે 3.76 લાખ રૂપીયા મનપાના લેણા છે. આથી આ બાકીદારોને મિલકતોને પણ મનપાની ટીમ સીલ મારી દીધા છે. જયારે જીતેન્દ્રભાઈ ચતુરભાઈ, હેમંતભાઈ ગુણવંતભાઈ શાહ, જયશ્રીબેન હસમુખલાલ દંતાણી, સુલતાનભાઈ શરીફભાઈ અને અજરામર ડેવલોપર્સ દ્વારા રૂપીયા 6.41 લાખથી વધુની રકમનો બાકી વેરો સ્થળ પર જ ભરપાઈ થઈ જતા આ મીલકતો સીલ કરાઈ ન હતી. 4 મિલકતો સીલ કરી તેના દરવાજા ઉપર નોટીસ ચોડી દેવાઈ છે. જેમાં મનપાએ લગાવેલ સીલ સાથે છેડછાડ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે તેમ પણ જણાવાયુ છે. બીજી તરફ આગામી સમયમાં મોટી રકમના બાકીદારો સામે કડક કાર્યવાહીની ચીમકી મનપાએ ઉચ્ચારી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward